ડભોઇ નગર પાલિકા ડભોઇ જી. વડોદરા ભરતી 2022
ડભોઇ નગર પાલિકા ડભોઇ જી. વડોદરા સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી 2022
ડભોઇ નગર પાલિકા ડભોઇ જી. વડોદરા સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત
ડભોઇ નગર પાલિકા ડભોઇ જી. વડોદરા એ તાજેતરમાં 32 સફાઇ કામદારની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડભોઇ નગર પાલિકા ડભોઇ જી. વડોદરા સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ડભોઇ નગર પાલિકા ડભોઇ જી. વડોદરા
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ડભોઇ નગરપાલિકામાં આરોગ્ય શાખામાં નીચે મુજબની જગ્યાઓ સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો મે. નિયામકશ્રી નગરપાલિકાઓ (ગુ.રા.) | ગાંધીનગરના પરીપત્ર ક્રમાંક નપાનિ મહેકમ-૧ સફાઇ કામદાર ભરતી ફા.નં.૧૪૪૨/૨૦૧૭ તા.૨૩/૧૦/૨૦૧૭ અન્વયે તથા મે.કમિશ્નર મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર તા.૩૧/ ૧/૨૦૨૨ના પરીપત્ર અન્વયે મંજૂરી મળ્યા મુજબ શરતોને આધીન પ-વર્ષ ફિક્સ પગારના અજમાયશી તરીકે સીધી ભરતીથી ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવનારાઓ પાસેથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ સુધીમાં ડભોઇ નગરપાલિકાને મળી જાય તેવી રીતે સીલ બંધ કવરમાં આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યા નું નામ :- સફાઈ કામદાર
કુલ જગ્યા 32
શરતો :-
1 શૈક્ષણીક લાયકાત : લખી વાંચી શકે તેવા
2 પ્રથમ પાંચ વર્ષ માટે સરકારશ્રીના નિયમ મુજબ માસિક ફિક્સ વેતન ચુકવવામાં આવશે. ત્યાર બાદ સંતોષકારક સેવા જણાયે થી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. આ જગ્યાઓનું વેતન સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર આ નગરપાલિકામાં અમલી પગારપંચ મુજબના માસિક ફિક્સ પગાર પ્રમાણે ચૂકવામાં આવશે.
3 ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી તા. ૨૧/૨/૨૦૨૨ થી ૨૨/૩/૨૦૨૨ સુધીમાં મળી રહે તે મુજબ ચીફ ઓફિસરશ્રી, ડભોઇ નગર પાલીકા તા. ડભોઇ, જી. વડોદરા ખાતે ફક્ત આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ મારફતે ડભોઇ નગરપાલિકા કચેરી તા. ડભોઇ, જી.વડોદરાને મોકલી આપવાની રહેશે. તથા અરજી ફોર્મ જાહેરાત પ્રસિધ્ધ થયેથી નગરપાલિકાના મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમિયાન વિનામુલ્ય મેળવી શકશો. તેમજ ઉમેદવારે કઈ કેટેગરીમાં અરજી કરી છે તે અરજીમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
4 અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નં.૧ | શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ પ્રમાણપત્ર શૈક્ષણીક લાયકાતની સ્વ-પ્રમાણિત નકલ તથા અરજીમાં માંગવામાં આવેલ પુરાવાઓ રજુ કરવાના રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને ખોટા આધાર પુરાવા સામેલ રાખનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે અને તેવા ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
કણજરી નગર પાલિકા, તા. નડીયાદ, જિ. ખેડા ભરતી
5 સામાન્ય અરજદારની વય મર્યાદા ૧૮ વર્ષ થી ૩૩ વર્ષ સુધી રહેશે. જેમાં એસ.ટી./એસ.સી./ઓ.બી.સી. તથા સ્ત્રી ઉમેદવારો વિગેરેને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે તથા જાહેરાત પ્રસિધ્ધની તારીખથી વયમર્યાદા ગણવાની રહેશે. પરંતુ તમામ પ્રકારની છૂટછાટની ગણતરી કરતા ઉમર ૪૫ વર્ષથી વધારે હોવી જોઇએ નહી. નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં.
6 નિયામકશ્રી નગરપાલિકાની કચેરી, ગાંધીનગરના પરીપત્ર ક્રમાંકઃ નપાની/યુ-૧/વશી/૪૦૩૫/૨૦૦૪ તા.૦૩/૦૮/૨૦૦૪ મુજબ સરકારશ્રીએ નક્કી કરેલ શરતો અન્વયે તેમજ અમરેલી નગરપાલિકાના સ્પે.સી.એ. નં./૫૭૪૬/૧૯૯૯ માં ચુકાદાને આધીન નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને જો યોગ્ય લાયકાત ધરાવતા હશે તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે અને તેઓને વયમર્યાદા લાગુ પડશે નહી પરંતુ તેમણે પણ જન્મ તારીખનું પ્રમાણપત્ર અરજી સાથે ફરજીયાત જોડવાનું રહેશે.
7 અરજી ચકાસણી પછી યોગ્યતા ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે અલગથી જાણ કરવામાં આવશે.
8 અરજી સાથે ઉમેદવારે રૂ. ૩૦૦/- ફી પેટે ડીમાન્ડ ડ્રાફટ કે પોસ્ટલ ઓર્ડર ચીફ ઓફીસર, ડભોઇ નગર પાલિકાના નામથી આપવાનો રહેશે. નિયત ફી સિવાયની અરજી ધ્યાને લેવાની રહેશે નહી. અનામત વર્ગના ઉમેદવારો પાસેથી કોઇ ફી લેવાની રહેશે નહી. પરંતુ અરજી સાથે પછા વર્ગ અનુ.જાતિ કે અનુ.જન.જાતિનું સક્ષમ ઓથોરીટીનું સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. અનામત વર્ગના ઉમેદવાર સામાન્ય જગ્યા પર અરજી કરે છે, તો અનામત ના કોઇ લાભ મળવા માત્ર રહેશે નહિ, અને સામાન્ય વર્ગ તરીકેની શરતો લાગુ પડશે.
9 આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ કારણોસર ફેરફાર કરવાની કે સંપૂર્ણ અથવા અંશતઃ રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિ આ માટે કોઇ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં.
૧૦ | આ જગ્યાઓ પ્રવર્તમાન રોસ્ટર રજીસ્ટરને ધ્યાને લઇને ભરવામાં આવશે.
૧૧ | અધૂરી ફી સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઇ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં. તેમજ આ જાહેર નિવિદાની પ્રસિધ્ધિ પહેલા ડભોઇ નગરપાલિકામાં આપેલ અરજીઓ રદ ગણીને તેને ધ્યાને લેવામાં આવશે નહી.ઇચ્છુક ઉમેદવારોએ નવેસરથી અને મુદતમાં અરજી કરવાની રહેશે.
12 વિકલાંગનાં પ્રકારમાં VH, HH, OH ધરાવતા વ્યક્તિ ૪૦% ધરાવતી વ્યક્તિ પણ અરજી કરી શકશે.
૧૩ | અરજીઓ મંજુર કે નામંજૂર કરવાની સત્તા ડભોઇ નગરપાલિકાની રહેશે. જેની તમામ હિત સંબંધ ધરાવનારાઓએ નોંધ લેવી.
રાજકોટ મહાનગરપાલિકા 183 જગ્યાઓ માટે ભરતી
તા. ૧૭/૨/૨૦૨૨
ડભોઇ નગરપાલિકા
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો