Type Here to Get Search Results !

હાલોલ નગરપાલિકા, હાલોલ સફાઇ કામદારની ભરતીની જાહેરાત Halol Municipality Safai Kamdar Posts Recruitment 2022

 

હાલોલ નગરપાલિકા, હાલોલ સફાઇ કામદારની ભરતીની જાહેરાત

 


નગરપાલિકા હાલોલમાં સફાઇ કામદારોની ભરતી માટે મે.નિયામકશ્રી, નગરપાલિકાઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર ધ્યાને રાખી નગરપાલિકા હાલોલની આરોગ્ય શાખાની નીચે જણાવેલ જગ્યાઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

 જગ્યાનું નામ સફાઇ કામદાર

કુલ જગ્યાઓ 09

() સફાઇ કામદારની ભરતી માટે શૈક્ષણિક લાયકાત લખી વાંચી શકે તેવા ઉમેદવાર રહેશે.

() ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી તા. 21-1-2022 થી 04-03-22 સુધીમાં કાર્યાલય સમય દરમ્યાન મળી રહે તે મુજબ ચીફ ઓફિસરશ્રી, હાલોલ નગરપાલિકા, તા.હાલોલ જી.પંચમહાલ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટથી અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની. રહેશે.

() અરજી સાથે ઉમેદવારે રૂા.૩૦૦/- ફી ડિમાન્ડ ડ્રાફટ કે પોસ્ટલ ઓર્ડર ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકાના નામથી આપવાનું રહેશે. નિયત ફી સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. અનામત વર્ગોના ઉમેદવારો પાસેથી કોઇ ફી લેવાની રહેશે નહીં. પરંતુ અરજી સાથે પછાત વર્ગ, અનુજાતિ, અનુ..જાતિ કે .. નું સક્ષમ ઓથોરિટીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અનામત વર્ગના ઉમેદવાર સામાન્ય જગ્યા ઉપર અરજી કરે છે તો અનામતના કોઇ લાભ મળવા પાત્ર રહેશે નહીં અને સામાન્ય વર્ગના ઉમેદવાર તરીકેની શરતો લાગુ પડશે.

 () અરજદારે અરજી સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો નં. 01, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે અરજી સાથે અનુસુચિત જાતિઓ આદિજાતિઓ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તેમજ અરજી સાથે સર્ટિફિકેટ સામેલ હોય, અધૂરા, ખોટા, વંચાઇ શકે તેવા, સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વગરના આધાર પુરાવા સામેલ રાખનાર ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ તેમની સામે જરૂર પડે તો ફોજદારી રાહે કાર્યવાહી કરવાની રહેશે.

() વયમર્યાદા ગુજરાત સરકારના નીતિનિયમો મુજબ રહેશે તથા નગરપાલિકામાં લાંબા સમયથી રોજમદાર કે ફિક્સ પગારથી કામ કરતાં કર્મચારીઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે તેમજ તેઓની દાખલ થયાના સમય ધ્યાને લેવામાં આવશે. જાહેરાત પ્રસિધ્ધની તારીખથી વયમર્યાદા ગણવાની રહેશે.

 () સરકારશ્રીની જોગવાઇઓ મુજબ સીધી ભરતીથી નિમણૂંક પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી અજમાયશી તરીકે નિમણૂંક આપવામાં આવશે તથા સરકારશ્રી તરફથી વખતોવખત જે સુધારો જાહેર થશે તે લાગુ પડશે. પાંચ વર્ષ પૂર્ણ થયે નગરપાલિકાને સેવા સંતોષકારક જણાશે તો નિયમોનુસાર જે તે જગ્યા પર તે સમયે પ્રવર્તમાન ધોરણો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

() નિયામકશ્રીની કચેરી નગરપાલિકાઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરીપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના નામ. હાઇકોર્ટની કુલ બેન્ચના ચુકાદાને આધીન નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે તથા પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે.

() અધૂરી ફી, સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને અંગે કોઇ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં. તેમજ જાહેર નિવિદાની પ્રસિધ્ધ પહેલા હાલોલ નગરપાલિકામાં આપેલ અરજીઓ રદ ગણીને તેને ધ્યાને લેવામાં આવશે નહી. ઇચ્છુક ઉમેદવારોએ નવેસરથી અને મુદતમાં અરજી કરવાની રહેશે.

() જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિ માટે કોઇ કારણો આપવા બંધાયેલ હશે નહીં. સફાઇ કામદારોની નિમણૂંક બાબતે પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.

(૧૦) જગ્યાઓ પ્રવર્તમાન રોસ્ટર રજીસ્ટરને ધ્યાને લઇને ભરવામાં આવશે.

 (૧૧) એક ઉમેદવાર એક જગ્યા માટે અરજી કરી શકશે તથા ઉમેદવારે કઇ કેટેગરીની જગ્યા માટે અરજી કરેલ છે તે અરજી ફોર્મમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

 (૧૨) અરજી ફોર્મ જાહેર નિવિદામાં આપ્યા મુજબ અરજી કરવાની રહેશે.

હાલોલ નગરપાલિકા

જાહેરાત જોવા માટે અને અરજી ફોર્મ નો નમુનો:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની  ભરતી જાહેરાત

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.