ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર
પંચાયત સેવા વર્ગ-૩- સીધી ભરતી અંગેની જાહેરાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ના નીચે મુજબના સંવર્ગની નીચે પત્રકમાં દર્શાવેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.૨૮-૦૧-૨૦૨૨ થી તા.૧૫-૦૨-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર સબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. સંબધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત,ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિક તથા મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો
તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ/માહિતીસુચનાશરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in
અને https://ojas.gujarat.gov.inઉપર મુકવામાં આવેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
નોધઃ-(૧) ઉપરોકત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સુચનાને આધિન મંડળ જરૂર જણાયે વધ-ઘટ કે ફેરફાર કરી શકશે.
(ર) ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઇ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્કાઅધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહિ
(૩) ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહી જોતા વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પુરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ(Confirm) કરી લેવા જણાવવામાં આવે છે તેમજ ઓનલાઈન અરજી ભરીને કન્ફર્મેશન નંબર (confirmation Number) મેળવી લેવા જણાવવામાં આવે છે.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Apply: અહી ક્લિક કરો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB)ની બીજી ભારતી ઓ જોવા માટે અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો