રાજકોટ લીગલ ઓફિસર વોક ઇન ઇન્ટરવ્યુ
પ્રાદેશિક કમિશ્નરશ્રી, નગરપાલીકાઓની કચેરી, રાજકોટ ઝોન વોક ઇન ઇન્ટરવ્યુ પ્રાદેશિક કમિશ્નરશ્રી, નગરપાલિકાઓ, રાજકોટ ઝૉનની કચેરી માટે મંજૂર થયેલ લીગલ ઓફિસરશ્રીની ખાલી જગ્યા પર માસીક એકત્રિત વેતનથી તદન હંગામી ધોરણે (૧૧) અગીયાર માસના કરારનાં ધોરણે ભરવાની થાય છે. આ જગ્યાઓ પર નિમણુંક મેળવવાની જાહેરાત અને શરતો આ કચેરીના નોટીસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ છે. લાયકાતી ઉમેદવારો ઉત્સુક હોય તેઓએ તારીખ ૧૫/૦૨/૨૦૨૨ સવારે ૧૧ થી ૪ કલાકે વોક-ઈન-ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ લીગલ ઓફિસર
પાત્રતા/લાયકાત
૧) વયમર્યાદા ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. પગાર ધોરણ- માસિક રૂ.૪૦,૦૦૦/- ફિકસ
૨) માન્ય યુનિવર્સીટીમાંથી એલ.એલ.બી.ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. વિશેષ શૈક્ષણિક લાયકાત ધ્યાને લેવામાં આવશે. અને ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય ) નિયમો -૧૯૬૭ માં જણાવ્યા મુજબ કોમ્યુટર કૌશલ્ય પરિક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
૪) ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
૫) નામ.હાઈકોર્ટની સબઓર્ડિનેટ કોર્ટ, નામ. હાઈકોર્ટ કે કાયદા હેઠળ સ્થાપિત સ્થાનિક સંસ્થા,ગવર્મેન્ટ અંડરટેકિંગબોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીમાં એડવોકેટ કે એર્ટની તરીકે કામગીરી નો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગે નું હાઈકોર્ટ ના રજીસ્ટ્રાર જનરલશ્રીનું સંબંધિત કોર્ટના પ્રિન્સીપાલ જ્યુડીશીયલ ઓફીસરશ્રીન પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રીનું કે સીટી સિવિલ કોર્ટના પ્રિન્સીપાલ જજશ્રીનું,અથવા જે તે બોર્ડ/કોર્પોરેશન કચેરીના વડાનું પ્રામાણપત્ર ધરાવતા હોવા જોઈએ તેમજ બારકાઉન્સીલના સભ્ય હોવા જોઈએ. ૬) ગુજરાતી ભાષા બોલી ,વાચી અને લખી શકતા હોવા જોઈએ તથા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકવા સક્ષમ હોવા જોઈએ.
૭) કોઈ ગુન્હાહિત કૃત્યમાં સંડોવાયેલ નહિ હોવા અંગે નું ડેકલેરેશન રજુ કરવાનું રેહશે
૮) ઉમેદવાર ઓછામાં ઓછા ત્રણ વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવતા હોવા જોઈએ (સર્વિસ,લેંબર સિવિલના કેસોના અનુભવને પ્રાયોરીટી અપાવમાં આવશે).
૯) કરાર આધારિત નિયુકત પામનાર કર્મચારી સરકારમાં કાયદાકીય કામગીરી ક્ષમતા ધરાવતા હોવા જોઈશે. આ જગ્યાઓ પર ઈચ્છુક લાયકાતી ઉમેદવારશ્રીએ નિયત સમય મર્યાદામાં સંપૂર્ણ વિગતોની સ્વ પ્રમાણીત નકલ સાથે પ્રાદેશિક કમિશ્નરશ્રી, નગરપાલિકાઓની કચેરી, જિલ્લા સેવા સદન-૩, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ, રાજકોટ૩૬૦૦૦૧ની કચેરી ખાતે સ્વ ખર્ચે રૂબરૂ હાજર રહેવાનું રહેવું.
પ્રાદેશિક કમિશ્નર, રાજકોટ નગરપાલીકાઓ, રાજકોટ ઝોન,
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો