કેશોદ નગરપાલિકા ભરતી 2026
કેશોદ નગરપાલિકા મ્યુનિસિપલ ઈજનેર ની જગ્યા માટે ભરતી 2026
કેશોદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં મ્યુનિસિપલ ઈજનેરની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો કેશોદ નગરપાલિકા મ્યુનિસિપલ ઈજનેરની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: કેશોદ નગરપાલિકા-કેશોદ, જીલ્લો: જૂનાગઢ
કુલ ખાલી જગ્યા: પોસ્ટ્સ
પોસ્ટ: મ્યુનિસિપલ ઈજનેર પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
બી.ઇ. (સિવીલ)
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
પગાર ધોરણ
35000ફિક્સ માસિક)
ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક અન્વયે કેશોદ નગરપાલિકા (વર્ગ-'અ') માં કામ ચલાઉ ધોરણે મ્યુનિ.ઈજનેરની જગ્યા માટે ૧૧ માસના કરાર આધારીત નીચે મુજબની વિગતે નિમણુંક કરવાની થાય છે. આ જગ્યા પર નિમણુંક મેળવવા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિવસ-૧૦ સુધીમાં કચેરી સમય દરમ્યાન અરજી તથા જરૂરી શૈક્ષણીક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વપ્રમાણીત નકલો માત્ર આર.પી.એડી./સ્પીડ પોસ્ટ દ્રારા કેશોદ નગરપાલિકા, કેશોદ-૩૬૨૨૨૦ (જિ.જુનાગઢ) ખાતે મોક્લી આપવાની રહેશે. ત્યારબાદ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટેના સમય અને સ્થળની જાણ અલગથી કરવામાં આવશે.
અનુભવી ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે.
લેખિત અરજી તથા જરૂરી શૈક્ષણીક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય
આધાર પુરાવાની સ્વપ્રમાણીત નકલો સામેલ ન હોવાના સંજોગોમાં તથા રૂબરૂ કે કુરીયર મારફત આવેલ અરજી અમાન્ય રહેશે,
સદરહુ જગ્યા ૧૧ માસ અથવા સરકારશ્રીમાંથી નિયમિત ઉમેદવાર ઉપલબ્ધ થાય તે બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી નિમણુકને પાત્ર રહેશે.
સદરહુ નિમણુક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે. નિમણુક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.
નિમણુક અંગેનો આખરી નિર્ણય પંસદગી સમિતિનો રહેશે.
સરકારશ્રી દ્વારા કરવામાં આવતા વખતોવખતના સુધારાઓ/સૂચનાઓ/પરિપત્રો/ઠરાવો અનુસારની જોગવાઈઓને આધીન રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
નોંધ -(૧) કવર પર “મ્યુનિ.ઈજનેરની પોસ્ટ માટે" એમ દર્શાવવું તથા નામ, સરનામું, મોબાઈલ નંબરનો સ્પષ્ટ અને ફરજીયાત ઉલ્લેખ કરવાનો રહેશે.
(ર) તા.૩૦/૧૨/૨૦૨૫ ના રોજ સંદેશ દૈનિકમાં પ્રસિધ્ધ થયેલ મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર (ડિપ્લોમા ઇન સિવીલ) જાહેરાત રદ ગણવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 03-01-2026)
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
