વડોદરા મહાનગરપાલિકા ભરતી 2026
વડોદરા મહાનગરપાલિકા પબ્લિક હેલ્થ વર્કર
અને ફિલ્ડ વર્કર ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026
વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં પબ્લિક હેલ્થ વરકર અને ફિલ્ડ વર્કરની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા પબ્લિક હેલ્થ વરકર અને ફિલ્ડ વર્કરની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: વડોદરા મહાનગરપાલિકા
કુલ ખાલી જગ્યા: 554 પોસ્ટ્સ
પોસ્ટ: પબ્લિક હેલ્થ વરકર અને ફિલ્ડ વર્કર પોસ્ટ્સ
|
પોસ્ટ |
જગ્યા |
|
પબ્લિક હેલ્થ વર્કર (PHW) |
106 |
|
ફિલ્ડ વર્કર પુરુષ (FW) |
448 |
કોણ અરજી કરી શકે
લાયકાત:
પબ્લિક હેલ્થ વર્કર માટે શૈક્ષણિક લાયકાત
- ધોરણ 12 પાસ થતા સરકાર માન્ય સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ
- કમ્પ્યુટરનો બેઝીક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ
- આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય
ફિલ્ડ વર્કર માટે શૈક્ષણિક લાયકાત
- ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ
- સાયકલ ચલાવતા આવડવું જોઈએ.
- આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારોને પ્રાધાન્ય
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદાવરો માટે જાહાતની તારીખે 59 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પગાર ધોરણ
વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની આ ભરતી તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારો ને પ્રતિમાસ ફિક્સ પગાર આપવામાં આવશે.
|
પોસ્ટ |
પગાર (ફિક્સ) |
|
પબ્લિક હેલ્થ વર્કર |
₹16,462 |
|
ફિલ્ડ વર્કર |
₹ 15,698 |
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન-૨૦૨૬,વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે U-PHC ખાતે ૧૧ માસના કરાર આધારીત તદન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી ક૨વા માટે માત્ર ઓનલાઇન અરજીઓ તા.૦૧/૦૧/૨૦૨૬ થી તા. ૧૦/૦૧/૨૦૨૬ સુધી મંગાવવામાં આવે છે.
ઉમેદવારે www.vmc.gov.in વેબસાઈટ પર તા. ૦૧/૦૧/૨૦૨૬ (૧૨.૦૦ કલાક) થી તા.૧૦/૦૧/૨૦૨૬ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગા૨ ધો૨ણ તેમજ અન્ય માહિતી/શરતો વડોદરા મહાનગ૨પાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પરથી તા.૦૧/૦૧/૨૦૨૬ (૧૨.00 કલાક) થી મેળવી શકાશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
- અરજી કરવા માટે ઉમેદવારોએ વડોદાર મહાનગરપાલિકાની વેબસાઈટ https://vmc.gov.in/ પર જવું
- અહીં ઓનલાઈન રિક્રૂટમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવું જ્યાં વિવિધ ભરતી અંગે માહિતી દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે તે પોસ્ટની સામે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવું
- અહીં અરજી ફોર્મ ખુલશે જેમાં માંગેલી માહિતી ધ્યાન પૂર્વક ભરવી
- ત્યારબાદ ફોર્મ સબમીટ કરવું અને સબમીટ કરેલા ફોર્મની પ્રીન્ટ ચોક્કસ કાઢવી.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 01-01-2026
છેલ્લી તારીખ: 10-01-2026
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
