Type Here to Get Search Results !

ગુજરાત હાઇકોર્ટની ભરતીGujaratHighCourt bharti 2024 COURT ATTENDANT posts

 ગુજરાત હાઇકોર્ટની ભરતી 2024 કોર્ટ એટેન્ડન્ટની જગ્યાઓ


 

ગુજરાત હાઈકોર્ટ કોર્ટ એટેન્ડન્ટની ભરતી 2024:-

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં કોર્ટ એટેન્ડન્ટ ની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત હાઇકોર્ટ કોર્ટ એટેન્ડન્ટ ની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત હાઇકોર્ટ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 208 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 15-06-2024 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 15-06-2024 છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

ADVERTISEMENT NO. [No.HCG/NTA/01/2024/[I]5

સંસ્થાનું નામ: ગુજરાત હાઇકોર્ટ

 

કુલ ખાલી જગ્યા: 208 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

કોર્ટ એટેન્ડન્ટ / ઓફિસ એટેન્ડન્ટ / હોમ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ પટાવાળા (વર્ગ-4)

 


કોણ અરજી કરી શકે

 

લાયકાત:

ઉમેદવારે સરકાર માન્ય શાળા/બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) ની પરીક્ષા

પાસ કરેલ હોવી જોઇએ.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

 

ઉંમર મર્યાદા:

પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર, ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ મુજબ, 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુની ઉંમરના ન હોવા જોઈએ.

 

 

 (કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

પગાર ધોરણ

રૂા.૧૪,૮૦૦-૪૭,૧૦૦/-

FEES:

 


પસંદગી પ્રક્રિયા:

૫. સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખુ :

હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાઃ

(૧) હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ ૧૦૦ પ્રશ્નો તથા કુલ ૧૦૦ ગુણની રહેશે.

(૨) હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.

(3) દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ ૦.૩૩ નકારાત્મક ગુણ રહેશે.

(૪) પરીક્ષાનો સમયગાળો ૧ કલાક અને ૩૦ મિનિટ (કુલ ૯૦ મિનિટ) નો રહેશે..

(૫) હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.

ગુજરાતી ભાષા

સામાન્ય જ્ઞાન

ગણિત

રમતગમત

રોજબરોજની ઘટનાઓ

(૬) પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૫૦ ગુણ અને 'અનુ.જાતિ', 'અનુ.જનજાતિ', 'સા.શૈ.પ.વર્ગ', ડિફ્રન્ટલી એબલ્ડ (DA), માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૪૫ ગુણ મેળવવાના રહેશે. ત્યારબાદ, મેરીટના આધારે પસંદગીયાદી તૈયાર કરવામાં આવશે.

(૭) હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જીલ્લા કક્ષાએ લેવી તે ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે.

(૮) હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે અને સમયે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માટે હાજર રહેવા, જે તે ઉમેદવારે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે.

(૯) હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા 'ઓ.એમ.આર. (OMR)' દ્વારા અથવા હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલ અન્ય કોઇપણ માધ્યમથી લેવામાં આવશે. કોઈપણ સંજોગોમાં હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાની જવાબવહી/ઉત્તરવહીના રીચેકીંગ/રીએસેસમેન્ટ/ફરીથી મૂલ્યાંકન અંગેની કોઇપણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

(૧૦) જો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવારો ઉત્તિર્ણ થશે તો, હાઇકોર્ટ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરીટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા એટલે કે 'પ્રમાણપત્ર ચકાસણી/ડોક્યુમેન્ટ વેરીફીકેશન' માટે યોગ્ય/લાયક ગણવામાં આવશે.

૬. પસંદગી યાદી :

(૧) પસંદગી યાદી, ઉમેદવારે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

(૨) જે તે સંબંધિત સંવર્ગમાં પ્રકાશિત થયેલ જગ્યા માટે મેરીટના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

(૩) પસંદગી યાદી પ્રકાશિત થયાથી ૦૧ (એક) વર્ષ અથવા તો કોઈ નવી યાદી પ્રકાશિત કરવામાં આવે તે સમય, આ બન્નેમાંથી જે વહેલા હશે/થશે ત્યાં સુધી જ અમલમાં રહેશે.

(૪) જો ઉમેદવાર આપવામાં આવેલ નિમણૂંક, નિયત શરતોને આધીન, નિયત સમયમર્યાદામાં, નિયમોનુસાર સ્વીકારવામાં નિષ્ફળ જશે, તો ઉમેદવાર નિમણૂંકનો હક ગુમાવશે અને ભવિષ્યમાં આવા ઉમેદવારને પસંદગી યાદીને આધારે નિમણૂંક આપવા અંગેની વિચારણા કરવામાં આવશે નહીં અને હાઇકોર્ટ દ્વારા પસંદગી યાદી મુજબ કક્ષા/કેટેગરી અને મેરિટ પ્રમાણે અન્ય ઉમેદવારોને નિમણૂંક આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

(૫) ઉમેદવાર પરીક્ષામાં સફળ થવા અથવા પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માત્રથી જ નિમણૂંક મેળવવા હકદાર બનશે નહીં જેની ખાસ નોંધ લેવી.

(૬) પસંદગી યાદી ઉપર જણાવેલ હાઇકોર્ટ વેબસાઇટ ઉપર મૂકવામાં / જાહેર કરવામાં આવશે.

 

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત

ગુજરાત હાઈકોર્ટે જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણએ અંદાજીત અગત્યની તારીખો સહિત વધુ માહિતી માટે ઈન્ફોર્મેશન બુલેટીન જોવાનું રહેશે. આ ઉપરાંત ઓનલાઈન અરજી ઉપરાંત ભરતી પ્રક્રિયાને સંબંધિત તમામ પ્રકારની માહિતી જેવી કે ઉમેદવાર માટેની સૂચનાઓ, કોલલેટર ડાઉનલોડ કરવા સંબંધિત સૂચના, નોટીસ, પરીક્ષા કાર્યક્રમ, પરિણામ, પસંદગી યાદી વગેરે માટે ઉમેદવારે હાઈકોર્ટ ખાતે ફોન ન કરતાં, hc-ojas.gujarat.gov.in અને gujarathighcourt.nic.in વેબસાઈટ સમયાંતરે જોતા રહેવું.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારોએ અરજી કરવા માટે આપેલા સ્ટેપ અનુસરવા

·         HC-Ojas પોર્ટલ પર આપેલ લિંકમાં APPLY NOW પર ક્લિક કરી, ઓનલાઈન ફોર્મ ભરવું

·         ફોર્મ ભરતા પહેલા જાહેરાતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો

·         ઓલાઈન અરજી કરતા પહેલા આ પોર્ટ પર ઉમેદવારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું. ઉમેદવારે રજીસ્ટ્રેશન કરવા માટે પોતાની પ્રાથમિક માહિતી, કાર્યરત મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દર્શાવવાના રહેશે. મોબાઈલ નંબર -ઈમેલ એડ્રેસને ઓ.ટી.પી. મારફતે ચકાસણી કરવામાં આવશે.

·         સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારના ઈમેલ ઉપર એક રજીસ્ટ્રેશન-એપ્લિકેશન નંબર મોકલવામાં આવશે.

·         રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારે ઈમેલમાં મેળવેલ રજીસ્ટ્રેશન-એપ્લિકેશન નંબર તથા રજીસ્ટ્રેશન વખતે બનાવેલ પાસવર્ડની મદદથી પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે.

·         ઉમેદવારે કરેલા ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ માન્ય ગણાશે કે જ્યારે ઉમેદવારે જરૂરી ફી સફળતા પૂર્વ ભરી હશે.(વધુ માહિતી માટે એચસી-ઓજસ પોર્ટલ પર હાઉ ટુ એપ્લાય પર ક્લીક કરવું)

·         દર્શાવવામાં આવેલી રીત પ્રમાણે ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. અન્ય માધ્યમથી કરેલી કોઈપણ અરજી તથા અધૂરી અરજીઓને ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

·         ઉમેદવારોએ કોપણ સંજોગોમાં એકથી વધારે ઓનલાઈન અરજી કરવી નહીં

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 22-05-2024

છેલ્લી તારીખ: 15-06-2024

Last date of successful transaction of fee through Credit/Debit Card/Net Banking/UPI

15-06-2024

Correction in Particulars of Application Form on the website only *

17.06.2024 to 19.06.2024 (upto 11:50 p.m.)

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
INFORMATION BULLETIN:  Click Here

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી SDAU ભરતી202412j

 ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) ભરતી202412j

Bank of Baroda Recruitment 20243J

 બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)Water Wingભરતી20241ju

વલસાડ જિલ્લા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક ભરતી 20247J

સુગર ફેક્ટરી ભરતી20247j 

 કામધેનુ યુનિવર્સિટી, હિંમતનગર ભરતી202411j

સમગ્ર શિક્ષા ભરતી20244j

ગુજરાત હાઈકોર્ટ કોર્ટ મેનેજરની ભરતી 202415j

ગુજરાત હાઇકોર્ટની ભરતી કમ્પ્યુટર ઓપરેટર (IT)202415J

 ગુજરાત હાઇકોર્ટ ભરતીઇંગલિશ સ્ટેનોગ્રાફર202415j

ગુજરાત હાઇકોર્ટની ભરતી 2024 ડેપ્યુટી સેક્શન ઓફિસર15j 

 બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF ભરતી202417j

 UPSC NDA II 2/20244J

UPSC CDS Examination 2 20244J 

ભારતીય વાયુસેના ભરતી20245j

  ઇન્ડિયન નેવી અગ્નિવીર 10 PASSભરતી20245j

 ઇન્ડિયન નેવી અગ્નિવીર12 PASS SSR  ભરતી20245j

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.