Type Here to Get Search Results !

SEB શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ TAT (માધ્યમિક) પરીક્ષા સૂચના (Secondary) EXAM 2023

SEB TAT (માધ્યમિક) પરીક્ષા 2023 શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ TAT (માધ્યમિક) સૂચના

 

SEB TAT (માધ્યમિક) પરીક્ષા 2023 – sebexam.org પર Teacher Aptitude Test (માધ્યમિક) સૂચના:-

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-SECONDARY)

શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : ED/MSM/e-file/5921/G, તા. ૨૯/૦૪/૨૦૨૩ થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે ‘શિક્ષક અભિરૂચિ કસોટી' (Teacher Aptitude Test - TAT) ના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવેલ છે.

આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા. ૦૧/૦૫/૨૦૨૩ ના જાહેરનામા ક્રમાંક : રાપબો /TAT-S/ ૨૦૨૩/૫૪૩૬-૫૪૭૬ થી શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) – (Teacher Aptitude Test - (Secondary) - ૨૦૨૩ નું વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવારો નીચેની વિગતે http://ojas.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીંગ મારફત ફી ભરી શકશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

TAT (Secondary) Organization

Secondary Education Board (SEB)

Posts Name

Teacher Aptitude Test (Secondary)  

Location

Gujarat

Last Date to Apply

20-05-2023

Mode of Apply

Online 

Category

SEB TAT (Secondary) 2023

 

ક્રમ

વિગત

તારીખ/સમયગાળો

ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો

૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩

નેટ બેકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો

૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩

પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ

૦૪/૦૬/૨૦૨૩

મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ

૧૮/૦૬/૨૦૨૩

 

કોણ અરજી કરી શકે

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

આ પરીક્ષાના વિષયો, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, કસોટીનું માળખું, અભ્યાસક્રમ વગેરે બાબતો જાહેરનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમજ સરકારશ્રી દ્વારા થયેલ વખતોવખતની ઠરાવોની જોગવાઈ પ્રમાણેની રહેશે. શિક્ષણ વિભાગના ઠરાવ અને જાહે૨નામુ તેમજ કસોટી સંબંધિત અન્ય બાબતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે. પરીક્ષા સબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.

તારીખ : ૦૨/૦૫/૨૦૨૩

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

Application Fees: 

Details

 Fees in INR

For SC, ST, SEBC, EWS, and PH category candidates

 Rs. 400/-

For Other Candidates

 Rs. 500/-

Exam Pattern: 

·         કસોટી/પરીક્ષાનું દ્વિસ્તરીય સ્વરૂપ:

‘શિક્ષક અભિરુચિ કસોટી’ પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.

·         અ) પ્રાથમિક પરીક્ષા :- આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે,

·         બ) મુખ્ય પરીક્ષા :- આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.

અ) પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ :

પ્રાથમિક પરીક્ષા ૨૦૦ ગુણની MCQ (Multiple Choice Question) આધારિત હશે. જેમાં ૧૦૦ ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એકસરખો રહેશે અને ૧૦૦ ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજીયાત રહેશે આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબદીઠ 0.૨૫ માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે.

·         આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧માં ૧૦૦પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨માં ૧૦૦ પ્રશ્નો રહેશે.

·         આ કસોટીમાં કુલ-૨૦૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનિટનો રહેશે.

·         આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની(Multiple Choice Question) OMR આધારીત રહેશે.

·         આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.

·         દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.

·         દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

·         આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ (માઈન્સ) નકારાત્મક મૂલ્યાંકન રહેશે.

વિભાગ-૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

·         (અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨૦પ્રશ્નો) (૨૦ગુણ)

·         બંધારણની મૂળભૂતફરજો (Fundamental duties-Article-51(4)), ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર(રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકુદ અને રમતો, માનવિભૂતિઓ (દેશ), સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી.

·         (બ) શિક્ષક અભિયોગ્યતા (૩૫પ્રશ્નો) (૩૫ગુણ)

·         (૧) શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

·         કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવર્ણીના સ્વરૂપો (ઔપચારીક, અનૌપચારીક, અધિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણની વિચારધાસ (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)

·         (૨) શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

·         વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ અધ્યયન, બુદ્ધિ, બચાવપ્રયુકિતઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસરૂમનોવલણ, અભિયોગ્યતા.

·         (૩) વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

·         વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લુમસહિત) અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન.

(ક) તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ગુણ)

·         (ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય)(૧૫ પ્રશ્નો)(૧૫ ગુણ) વ્યાકરણ(જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિન્હો,અનેકાર્થી, પર્યાયીશબ્દોવિગેરે), સંક્ષેપલેખન, સારગ્રહણ, ભૂલ શોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ,

·         (ઇ) અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ-૧૨સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ) સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલીંગ સુધારણા કરવી, શબ્દરચના, ચિત્ર આધારીત પ્રશ્નો વગેરે.

વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

·         (અ) વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)

·         -સંબંધિત વિષયના ધોરણ-૯ થી ૧૦ ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ

·         -પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે.

·         (બ) વિષયવસ્તુ આધારીત પદ્ધતિના પ્રશ્નો (૨૦પ્રશ્નો) (૨૦ગુણ)

પરીક્ષાનું માધ્યમ

·         આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એજ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે. ત્રણેય માધ્યમની કસોટીના પ્રશ્નપત્ર સરખા/અલગ રહેશે.

બ) મુખ્ય કસોટી (Mains Exam)નું સ્વરૂપ:

·         પ્રાથમિક કસોટીમાં Cut off કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે.
પ્રશ્નપત્ર-૧:ભાષા ક્ષમતા (કોષ્ટક-૧ મુજબ)

·         અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) ૧૦૦ ગુણ અથવા

·         બ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ અથવા

·         ક) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧૦૦ ગુણ 

પ્રશ્નપત્ર-ર: વિષયવસ્તુ (Content) અને પદ્ધતિશાસ્ત્ર (Pedagogy)- ૧૦૦ગુણ (કોષ્ટક-૨ મુજબ)

(જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)

·         આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર-૧ માં ગુજરાતી/હિન્દી/ અંગ્રેજી સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર-૨ માં વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા ૨૦૦ ગુણની રહેશે.

·         આ પરીક્ષામાં વિષયવસ્તુનો અભ્યાસક્રમ ધોરણ-૯ થી ૧૦ નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે.

પ્રશ્નપત્ર-૧ માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૫૦ મિનીટનો રહેશે.

પ્રશ્નપત્ર-૨ માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે.

પ્રશ્નપત્ર-૧ ગુજરાતી/હિન્દી સજ્જતા (કોષ્ટક-૧) (૧૦૦ ગુણ)

અભ્યાસક્રમ અથવા પ્રશ્નસ્વરૂપ

૧. નિબંધ : આશરે ૨૫૦ થી ૩૦૦ શબ્દોમાં (વર્ણનાત્મક વિશ્વેષાત્મક, ચિંતનાત્મક /સાંપ્રત સમય પર આધારિત)

૨. સંક્ષેપીકરણ આપેલ ગદ્યમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ

3. પત્ર લેખન : (આશરે ૧૦૦ શબ્દોમાં) (અભિનંદન/શુભેચ્છા/વિનંતી/ફરિયાદવગેરે)

૪. ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર)

પ. વ્યાકરણ (સૂચવ્યા મુજબ જવાબ લખો)

·         1. રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ

·         2. કહેવતોનો અર્થ

·         ૩. સમાસનો વિગ્રહ અને ઓળખ

·         4. છંદ ઓળખાવો

·         5. અલંકાર ઓળખાવો

·         6. શબ્દસમૂહ માટે એક શબ્દ

·         7. જોડણી શુદ્ધિ

·         8. લેખનશુદ્ધિ, ભાષાશુદ્ધિ

·         9. સંધિ – જોડો કે છોડો

·         10. વાક્ય રચનાના અંગો વાક્યના પ્રકાર વાક્ય પરિવર્તન

અથવા

પ્રશ્નપત્ર-૧ અંગ્રેજી સજજતા (કોષ્ટક-૧) (૧૦૦ ગુણ)

અભ્યાસકમ અથવા પ્રશ્ન સ્વરૂપ 

1.   Report Writing (in about 200 words) A report on an official function/event/ field trip survey etc.

2.   Writing on Visual Information (in about 150 words) A report on a graph/image/ flow chart/ table of comparison/simple/ statistical data etc.

3.   Formal Speech (in about 150 words) A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/ conference, a formal ceremony of importance etc.

4.   Application/Letter Writing (in about 150words)

5.   Grammar

1.   Tenses

2.   Voice

3.   Transformation of sentences

4.   Narration (Direct-Indirect)

5.   Use of articles and determiners

6.   Use of Propositions

7.   Use of idiomatic expressions

8.   Administrative Glossary

9.   Synonyms/Antonyms

10.    Use of Phrasal Verbs

11.    Affixes

12.    The word that causes confusion like homonyms/homophones

13.    One-word substitution

14.                Cohesive devices/connectives/ Linkers 

 

પ્રશ્નપત્ર-૨ : વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ રાતા (કોષ્ટક-૨) (૧૦૦ ગુણ)

(જે વિષય માટે અરજી કરી હોય તે વિષયનું પ્રશ્નપત્ર રહેશે) 

કૃમ 

અભ્યાસક્રમ અથવા પ્રશ્ન સ્વરૂપ 

ગુણભાર

૧ 

મુદ્દાસર જવાબ આપો (૨૦૦ થી ૨૫૦ શબ્દોમાં પાંચમાંથી કોઇપણ ત્રણ (દરેકના ૦૮ ગુણ) 

૨૪ 

૨ 

 માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૫૦ થી ૨૦૦ શબ્દોમાં) છ માંથી કોઇપણ ચાર (દરેકના 0૬ ગુણ)

૨૪ 

૩ 

માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) સાતમાંથી કોઇપણ પાંચ (દરેકના 4 ગુણ)

૨૦ 

૪ 

એક કે બે વાક્યમાં જવાબ આપો. 
દસ  ફરજીયાત  (દરેકના ૦૨ ગુણ)

૨૦ 

૫ 

હેતુલક્ષી પ્રશ્નો (દરેકના ૧ ગુણ)
ખાલી જગ્યા પૂરો/ જોડકાં જોડો/ સાચા-ખોટા/ વગેરે (૧૨ ગુણ)

૧૨ 

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 02-05-2023
છેલ્લી તારીખ:
20-05-2023

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

Official websiteઅહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ભરતી19M

પંચામૃત ડેરી ભરતી7m

ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી22m

GPSSB તલાટી કોલ લેટર Talati Call Letter 20237M

રોજગાર સમાચાર ગુજરાત 26-April-2023 ડાઉનલોડ

BARC ભરતી2023 4374 વિવિધ પોસ્ટ22M

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) Scientific Assistant જગ્યાઓ માટે ભરતી 20235m

UPSC ભરતીIES/ISS 20239m

UPSC કોમ્બીનેડ મેડિકલ સર્વિસીસ (CMS) ભરતી 20239m

 ભાવનગર મહાનગરપાલિકા ભરતી5m

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ભરતી202312m

 રોજગાર સમાચાર ગુજરાત 19-April-2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 12-April-2023 ડાઉનલોડ

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.