વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત
વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત 2022
અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર એ તાજેતરમાં વનરક્ષક વર્ગ-૩ ની ખાલી જગ્યાઓ 2022 માટે સંવર્ગની પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વનરક્ષક વર્ગ-૩ પોસ્ટ્સ 2022 માટે ભરતી માટે અરજી કરી હોય તેવા ઉમેદવારો નોંધ લેવી.
પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત
વિગતો
સંસ્થાનું નામ: ગુજરાત વન વિભાગ
જગ્યાઓનું નામ: ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક)
કુલ પોસ્ટની સંખ્યા: 334 પોસ્ટ્સ
જાહેરાત ક્રમાંક: FOREST/201819/1 "વનરક્ષક''વર્ગ-૩ સંવર્ગની તા. ૨૭-૦૩-૨૦૨૨ ના બપોરના ૧૨.૦૦ થી ૧૪.૦૦ કલાક દરમિયાન લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. સંબંધિત ઉમેદવારોએ પોતાનું ઓનલાઇન પ્રવેશપત્ર – હાજરીપત્રક (કોલ લેટર તથા ઉમેદવારો માટેની સુચનાઓ) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તા. ૧૭-૦૩-૨૦૨૨ ના રોજ બપોરના ૧૪.૦૦ કલાકથી તા. ૨૭-૦૩-૨૦૨૨ના રોજ બપોરના ૧૨.૦૦ કલાક સુધી અચુક ડાઉનલોડ કરી લેવા. વધુમાં આ ભરતી લગત વિગતો / સુચનાઓ અંગેની જાહેરાત અખબાર પત્રોમાં આપવામાં આવશે નહી. જેથી વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in અને ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉમેદવારોએ જોતા રહેવા વિનંતી છે.
સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબ સાઇટ પર જવું.
હવે “Call Letter" પર click કરવું. ત્યારબાદ Select job પર click કરી જાહેરાત નંબર : FOREST/201819/1 "વનરક્ષક''વર્ગ-૩ Select કરીન "Confirmation Number" તથા "Birth date" ટાઇપ કરીન ok પર click કરવાથી અલગ Window માં આપના Call Letter (પ્રવેશપત્ર * હાજરીપત્રક)ની પ્રિન્ટ મેળવી લેવાની ૨હેશે. જયારે ઉમેદવારો માટેની સૂચનાઓની પ્રીન્ટ ડાઉનલોડ કરવી ફરજીયાત છે.
નોંધ :
(૧) ojas વેબસાઇટ પરથી Call Letter (પ્રવેશપત્ર - હાજરીપત્રક)ની પ્રિન્ટ કરતાં પહેલાં કોમ્યુટર સાથે) જોડેલ પ્રિન્ટરમાં A4 સાઇઝનું setup ગોઠવવું જરૂરી છે.
(૨) ઉમેદવારે જે તે સમયે ઓન લાઇન અરજી confirm કર્યા બાદ મળેલ confirmation Number અને અરજીમાં દર્શાવેલ Birth Date જ પ્રવેશપત્ર મેળવવા માટે વેબસાઈટમાં ટાઈપ કરવાની રહેશે. તો જ પ્રવેશપત્ર-હાજરીપત્રક ડાઉનલોડ થશે. જેની જવાબદારી ઉમેદવારની છે.
(3) લેખિત પરીક્ષા સમયે, કોલ લેટર- હાજરીપત્રકની પ્રિન્ટ રજૂ કરવી ફરજીયાત છે.
પસંદગી પ્રક્રિયાઃ
આ પરીક્ષા ક્રમાનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે.
• પ્રથમ તબકકો હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેવાનાર લેખિત પરીક્ષા રહેશે.
• બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે.
બંન્ને તબક્કામાં સફળ થયેલ ઉમેદવારોએ વોકીંગ ટેસ્ટ પસાર કરવાનો રહેશે.
(૧) વનરક્ષક ભરતી - લેખિત પરીક્ષા માટે માપદંડ
ભરતી માટે લેખિત પરીક્ષાએ અનિવાર્ય છે. લેખીત પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના હેતુલક્ષી પ્રશ્નપત્રમાં MCQ (Multipule choice Question) અને ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પધ્ધતિમાં લેવામાં આવશે. જેમાં દરેક પ્રશ્નના ૨ ગુણ લેખે કુલ ગુણ ૨૦૦ રહેશે. સમય ૨ કલાક રહેશે. દરેક ખોટા જવાબ માટે મેળવેણ ગુણમાંથી ૦.ર૫ ગુણ કમી કરવામાં આવશે. (નેગેટીવ માર્કીગ લાગુ પડશે.) OMR શીટમાં સફેદ શાહી (white ink) નો ઉપયોગ નિષેધ છે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (white ink)નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ માર્કસ આપવામાં આવશે.
લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. પરીક્ષાનો અભ્યાસક્રમ વનરક્ષક વર્ગ-૩ લેખીત પરીક્ષા અને સીધી ભરતી નિયમો-૨૦૧૬ના પરિશિષ્ટ-૧ અનુસાર રહેશે. વિવિધ વિષયને નીચે મુજબ વેઇટેજ આપવામાં આવશે.
વિષય ટકા વારી
સામાન્ય જ્ઞાન | ૨૫ %
સામાન્ય ગણિત ૧૨.૫ %
સામાન્ય ગુજરાતી ૧૨.૫ %
કુદરતી પરીબળો જેવા કે પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ સૃષ્ટી, જળ, જમીન, ઔષધિય વનસ્પતિ, કાષ્ટ તથા કાષ્ટ આધારીત ઉધોગો, ભૂભૌગોલિક પરીબળો ૫૦ %
વનરક્ષક વર્ગ-૩ લેખીત પરીક્ષા અને સીધી ભરતી નિયમો-૨૦૧૬ના જણાવ્યાનુસાર પરીક્ષા ખંડમાં વિવિધ ઇલેકટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તથા ઉક્ત અધિનિયમના અધિનિયમ-૧૭માં જણાવેલ કારણોસર નિયમ ભંગ કરનાર ઉમેદવાર સામે આ નિયમમાં જણાવેલ અનુસારની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હેતુલક્ષી પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ કુલ ગુણના ૪૦ ટકા ગુણ રહેશે. ૪૦ ટકા કે તેથી વધુ માર્કથી ઉત્તિર્ણ થયેલ ઉમેદવાર બીજા તબક્કાની શારીરિક ક્ષમતા કસોટી (ફીજીકલ ટેસ્ટ) માટે લાયક ગણાશે. પ્રથમ તબક્કાની લેખીત પરીક્ષામાં ઉતિર્ણ થનાર ઉમેદવારો પૈકી મેરીટના આધારે આશરે ૮ ગણા કે તેથી વધુ ઉમેદવારોને જરૂરીયાત અનુસાર બીજા તબક્કાની શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે.
તા. ૧૬/૦૩/૨૦૨૨
સ્થળ: ગાંધીનગર
ગુજરાત રાજ્ય, ગાંધીનગર
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ લિંક: અહીં ક્લિક કરો
૧૭-૦૩-૨૦૨૨ ના રોજ
બપોરના ૧૪.૦૦ કલાકથી
તા. ૨૭-૦૩-૨૦૨૨ના
રોજ બપોરના ૧૨.૦૦
સત્તાવાર વેબસાઇટ: https://forests.gujarat.gov.in, https://ojas.gujarat.gov.in/
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો