Type Here to Get Search Results !

સુરતની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી -વોક - ઈન - ઈન્ટરવ્યુ Surat Legal Officer Recruitment Walk-in-Interview 2022

 

 

સુરતની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી -વોક - ઈન - ઈન્ટરવ્યુ

 

સુરતની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી લીગલ ઓફિસર ભરતી

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, સાઉથ ઝોન, સુરતની કચેરી હેઠળ તાજેતરમાં લીગલ ઓફિસર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરતની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી -વોક - ઈન - ઈન્ટરવ્યુ 2022 માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, સાઉથ ઝોન, સુરતની કચેરી હેઠળ નીચે મુજબની જગ્યા ઉપર કરાર આધારિત ૧૧ માસ માટે લીગલ ઓફિસરની નિમણુંક આપવા માટે તા.૧૪/૦૨/૨૦૨૨ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ચોથા માળે, સુડાભવન, આગમ આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત ખાતે વોક-ઈન-ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. નીચે મુજબની કરાર આધારિત ૧૧ માસ માટેની ખાલી જગ્યા માટે રૂ.૪૦,૦૦૦/-ના માસિક પગારથી નિમણુંક આપવા માટે જરૂરી અસલ પ્રમાણપત્ર તથા તેની ખરી નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવું.

 જગ્યાનું નામ લીગલ ઓફિસર

પાત્રતા,/ લાયકાત

) તા.૧૪/૦૨/૨૦૧૨ના રોજ વયમર્યાદા ૪૫ વર્ષથી વધુ હોવી જોઈએ.

) માન્ય યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.

) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ૧૯૬૭માં જણાવ્યા મુજબ કોમ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

) ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

 ) નામ. હાઈકોર્ટની સબોર્ડીનેટ કોર્ટ, નામ. હાઈકોર્ટ કે કાયદા હેઠળ સ્થાપિત સ્થાનિક સંસ્થા, ગવર્નમેન્ટ અંડરટેકીંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીમાં એડવોકેટ કે એટર્ની તરીકેની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગેનું હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલશ્રીનું, સંબંધિત કોર્ટના પ્રિન્સીપાલ જ્યુડીશીયલ ઓફીસરશ્રીનું, પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજશ્રીનું કે સીટી સીવીલ કોર્ટના પ્રિન્સીપાલ જજશ્રીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તેમજ બાર કાઉન્સીલના સભ્ય હોવા જોઈએ.

) ગુજરાતી ભાષા બોલી, વાંચી અને લખી શક્તા હોવા જોઈએ તથા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકવા સક્ષમ હોવા જોઈએ અને તે અંગેનું હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલશ્રીનું પ્રમાણપત્ર, સંબંધિત કોર્ટના પ્રિન્સિપાલ જજશ્રીનું પ્રમાણપત્ર તેમજ કાયદા હેઠળ સ્થપાયેલ સ્થાનિક સંસ્થા ગવર્મેન્ટ અન્ડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીના કેસમાં હેડ ઓફિસરનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.

 ) કોઈ ગુન્હાહિત કૃત્યમાં સંડોવાયેલા નહિ હોવા અંગેનું ડેકલેરેશન પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

) ઉમેદવાર ઓછામાં ઓછા ત્રણ વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવતા હોવો જોઈએ. (સરકારશ્રીમાં સર્વિસ, લેબર, સીવીલના કેસોના અનુભવને પ્રાયોરીટી આપવામાં આવશે.)

) કરાર આધારીત નિયુક્ત પામનાર કર્મચારી સરકારશ્રીમાં કાયદાકીય કામગીરીની ક્ષમતા અનુભવ ધરાવતા હોવા જોઈશે. |

સ્થળ:- સુરત

તા.૦૧/૦૨/૨૦૨૨

નગરપાલિકાઓની કચેરી, સાઉથ ઝોન, સુરત

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો



નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.