Type Here to Get Search Results !

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એસ.એસ.સી.GSEB (ધોરણ-10) અને એચ.એસ.સી. (ધોરણ-12) TIME TABLE 2022

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એસ.એસ.સી. (ધોરણ-૧૦) અને એચ.એસ.સી. (ધોરણ-૧૨) TIME TABLE 2022

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એસ.એસ.સી. (ધોરણ-૧૦) અને એચ.એસ.સી. (ધોરણ-૧૨) પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તાજેતરમાં 10મી અને 12મી પરીક્ષા 2022 માટેનું સમયપત્રક પ્રકાશિત કર્યું છે. 2022માં 10મી અને 12મી પરીક્ષા માટે અરજી કરનારા પાત્ર વિદ્યાર્થીઓ નોંધ લે છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 10મી, 12મી પરીક્ષા 2022 માટેની મહત્વની તારીખો નીચે આપેલા કોષ્ટકમાંથી જોઈ શકે છે. વિગતો નીચે આપેલ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી. (ધોરણ-૧૦) અને એચ.એસ.સી. (ધોરણ-૧૨)ના નિયમિત, રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ-૧૦ સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ સંસ્કૃત મધ્યમાની પરીક્ષા તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમ્યાન લેવામાં આવશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ સાથે સામેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે.

 

બોર્ડનું નામ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)


 

| પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ :

1. SSC ધોરણ-10 ના તમામ પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. જયારે વોકેશનલ કોર્સના વિષયકોડ 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80 વિષયના પ્રશ્નપત્રો 30 (ત્રીસ) ગુણના રહેશે.

2. પ્રશ્નપત્રનો સમય 10,00 AM થી 10,15AM કલાકે વાંચવા માટે તથા 10:15 થી 13:15 કલાક ઉત્તરો લખવા માટે રહેશે. વિષય ક્રમાંક : 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80 માં 11:15સુધી લખવા દેવામાં આવશે.

3. પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈપણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.

4. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના સમયના અડધો કલાક અગાઉ હાજર થવાનું રહેશે.

 




 (1) પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરી લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, અને સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.

(2) પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રોમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.

(3) પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.

 (4) પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઈલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઈલેકટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદુ વેક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.

(5) પરીક્ષાના કાર્યક્રમમાં જે વિષય વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક સમયે (એક સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષય વિષયોનો કાર્યક્રમમાં સમાવેશ થયેલ હોય તો બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના વિષયો આવેદનપત્રોમાં દર્શાવેલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

(6) સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક (147) વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાઓને તા. 26-03-2022 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.

(7) વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષાઓ સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરિક્ષાર્થી ઓને પુરતા સમય અગાઉ કાર્યક્રમની જાણ કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 26-03-2022 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે. | (8) સિંધી ભાષાના પ્રશ્નપત્ર (005) વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી, દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે. |

 (9) તમામ પ્રવાહોના કપ્યુટર પરિચય વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 26-03-2022 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.

(10) ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (146) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 12-45 નો રહેશે. (11) ** ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કયૂટર પરિચય (331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR જવાબવહીથી લેવામાં આવશે. જેનો સમય 3-00 થી 5-15નો રહેશે,

(12) *** ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્રો હેલ્થ કેર (401), રીટેઈલ (403), બ્યુટી એન્ડ વેલનેસ (405), ટ્રાવેલ એન્ડ ટુરિઝમ (407) વિષયની પરીક્ષાનો સભ્ય 10-30 થી 11-45 નો રહેશે


 

TIME TABLE જોવા માટે:  અહીં ક્લિક કરો


Official websiteClick Here

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

12 pass ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.