ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર પંચાયત સેવા વર્ગ-૩- સીધી ભરતી અંગેની જાહેરાત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ના નીચે મુજબના સંવર્ગની નીચે પત્રકમાં દશાવેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.૧૮-૦૨-૨૦૨૨ થી તા.૦૮-૦૩-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે https://ojas.guj.irit.gov.inવેબ સાઇટ પર સબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. સંબધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત,ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિક તથા મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ/માહિતીસુચનાઅશરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે.
૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી "મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે.)ધ્વારા પંચાયત સેવાની જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) (વર્ગ-૩)સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૧૮-૦૨-૨૦૨૨ (બપોરના ૧૩-૦૦ કલાક)થી તા. ૧૮-૦૩-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦- + સર્વિસ ચાર્જ sBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૧૦-૦૩-૨૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી રહેશે તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૧૦-૦૩-૨૦૨૨ રહેશે. પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા ૦૮-૦૩-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો સૂચનાઓ માં દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને signature (15 kb) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં Scan કરી કોમ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોધ લેવી.
સંવર્ગનું નામ | જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) (વર્ગ-૩)
કુલ કક્ષાવાર જગ્યાઓ ૧૧૮૧
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર 355 અધિક મદદનીશ ઇજનેરા (સિવીલ) (વર્ગ-૩) ભરતી
શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો:
A candidate shall have passed Higher Secondary School Certificate Examination from Secondary and / or Higher Secondary Education Board or possess an equivalent qualification recognized by the Government
: Provided that in the case of the post of Accounts Clerk, the candidate shall have passed the Higher Secondary School Certificate Examination with Mathematics or Accountancy as one of the subjects ;
Rule-3
(c) A candidate shall possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules 1967; and Rule-3
(d) A candidate shall possess adequate knowledge of Gujarati or Hindi or both.
ઉંમર મર્યાદા 36 વર્ષથી વધુ નહીં.
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
વડોદરા મહાનગરપાલિકા જુનિયર કલાર્ક અન્ય પોસ્ટ જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત
પગાર ધોરણ રૂ. રૂા ૧૯૯૫૦/-દર મહિને
નોધઃ-
(૧) ઉપરોકત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સુચનાને આધિન મંડળ જરૂર જણાયે વધ-ઘટ કે ફેરફાર કરી શકશે.
(૨) ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઇ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહિ
(3) ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પુરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ(Confirm) કરી લેવા જણાવવામાં આવે છે તેમજ ઓનલાઈન અરજી ભરીને કન્ફર્મેશન નંબર (Cornfirmation Number) મેળવી લેવા જણાવવામાં આવે છે.
તારીખ:-૧૮-૦૨-૨૦૨૨
short જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Apply: અહી ક્લિક કરો
વધુ વિગતો માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો