ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) પ્રોસેસ ફી અંગેની જાહેરાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર પ્રોસેસ ફી અંગેની જાહેરાત મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક – ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) સંવર્ગની કુલ ૩૪૩૭ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટેની છેલ્લી તારીખ ૧૭-૦૨-૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ હતી. જે અન્વયે જે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ કરેલ હોય પરંતુ કોઇ પણ કારણસર નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસ મારફતે જમા કરાવી શકેલ ન હોય તો આવા ઉમેદવારો મંડળની કચેરીએ રૂબરૂમાં રોકડેથી તા.૨૨-૦૨-૨૦૨૨ થી તા.૨૪-૦૨-૨૦૨૨ (કામકાજના દિવસો અને કચેરી સમય દરમ્યાન) દરમ્યાન પ્રોસેસ ફી રૂા.૫૦૦/ભરી શકશે, જેની સંબધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ/માહિતીસુચનાશરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in
અને https://ojas.gujarat.gov.inઉપર મુકવામાં આવેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
અન્ય અગત્યની શરતો :
૧ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, કોમપ્યુટરની જાણકારી, ઉંમર, જેન્ડર, જાતિ (કેટેગરી Ews,SC,ST, SEBC), માજી સૈનિક, સ્પોર્ટસ, શારીરિક અશકતતા, અને અન્ય બાબતોના ઉમેદવાર પાસેના અસલ પ્રમાણપત્રોને આધારે ઓનલાઇન અરજીમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોના સમર્થનમાં પ્રમાણપત્રો અને પુરાવાઓ મંડળ માંગે ત્યારે ઉમેદવારે અસલમાં (ઝેરોક્ષ નકલો સહીત) રજુ કરવાના રહેશે. એવા પુરાવા રજુ નહીં કરી શકનાર અથવા તેમાં વિસંગતતા જણાયેથી ઉમેદવારનું અરજીપત્રક જે - તે તબકકેથી "રદ" કરવાપાત્ર થશે અને તેવા ઉમેદવારની ઉમેદવારીપસંદગી/નિમણુંક “રદ” કરવામાં આવશે.
૨ કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ કે ચુક બાબતે સુધારો કરવાની રજુઆત/વિનંતી ગ્રાહય રાખવામાં આવશે નહિ.
.૩ ફીકસ પગારથી લાયક ઉમેદવારને ૫ (પાંચ) વર્ષનાં અજમાયશી ધોરણે આ સંવર્ગની જગ્યા ઉપર નિમણૂંક સત્તાધિકારી દ્વારા કરાર આધારીત નિમણૂંક આપ્યથી આ જગ્યાના ભરતી નિયમો, ખાતાકીય પરીક્ષા નિયમો, કોમ્યુટર કૌશલ્ય પરીક્ષા નિયમો-૨૦૦૬ તથા પૂર્વ સેવા તાલીમ અને તાલીમાન્ત પરીક્ષાનાં નિયમો મુજબ નિયત પરીક્ષાઓ આ નિયત કરારના સમયગાળા દરમ્યાન સરકારશ્રીના તે અંગેના પ્રવર્તમાન નિયમાનુસાર પાસ કરવાની રહેશે.
૪ ઉમેદવાર પોતે આ સંવર્ગની પ્રોવીઝનલ મેરીટ યાદી/પસંદગી યાદી/ભલામણયાદીમાં સમાવિષ્ટ થવા માત્રથી સંબંધિત જગ્યા ઉપર નિમણૂંક મેળવવાનો દાવો કરવાને હકકદાર થશે નહિ. નિમણૂંક કરનાર સત્તાધિકારીને પોતાને એવી ખાતરી થાય કે, જાહેર સેવા માટે તે ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો -૧૯૯૮ અને જે તે સંવર્ગની ભરતી અંગેના પ્રવર્તમાન નિયમોથી ઠરાવેલ નિયમાનુસાર ઉમેદવાર યોગ્ય જણાતા નથી, તો જે તે તબક્કે આવા ઉમેદવારને તેમની નિમણુંક 'રદ' કરીને પડતા મૂકી શકાશે. નિમણૂંક બાબતે નિમણુંક સત્તાધિકારીનો નિર્ણય આખરી ગણાશે.
૫ આ ભરતી પ્રક્રિયા આ સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો અને પરીક્ષા નિયમોને તેમજ આ બાબતના સરકારશ્રીના કાયદા અને નિયમોની જોગવાઇને સંપૂર્ણપણે આધિન રહેશે.
૬ આ જાહેરાત કોઈ પણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો, તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હકક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી.તેમજ તેવા સંજોગોમાં ભરેલ અરજી રદ થયેલી ગણાશે અને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે નહી
૭ આખરી પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂંક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધિન નિમણૂંક મેળવવાને પાત્ર ઠરશે.
૮ નીચે દર્શાવ્યા મુજબની અરજીઓ રદ કરવામાં આવશે.(આ યાદી માત્ર ઉદાહરણ સ્વરૂપે છે. જે સંપૂર્ણ નથી)
(૧) ઓનલાઇન મુસદા મુજબ અરજી કરેલ ન હોય,
(ર) અરજીમાં દર્શાવેલ વિગતો અધૂરી કે અસંગત હોય,
(૩) અરજીમાં ઉમેદવારે સહી કે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરેલ ન હોય,
(૪) અરજી ફેકસ થી, ઇ-મેલ થી અથવા પોસ્ટથી મોકલાવેલ હોય,
(૫) સામાન્ય વર્ગ(જનરલ કેટેગરીના ઉમેદવારે પૂરેપૂરી ફી ન ભરેલ હોય,
(૬) અનુસૂચિત જાતિઅનુસુચિત જન જાતિ સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ/આર્થિક રીતે નબળા વર્ગ/શારીરિક અશકતતા (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવાર તેમજ માજી સૈનિક તેઓની કેટેગરી અંગેનુ નિયત પ્રમાણપત્ર ધરાવતા ન હોય,
(૭) સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ સમયગાળાનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ના હોવા અંગેનું રાજય સરકારની સેવાઓ માટેનું (નોન-ક્રિમિલીયર) પ્રમાણપત્ર
પરિશિષ્ટ-(૪) (ગુજરાતીમાં રાજય સરકાર માટેનું નિયત પ્રમાણપત્ર ધરાવતા ન હોય,
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ વિગતો માટે: અહી ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 pass ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો