ઓડ નગરપાલિકામાં આણંદ ભરતી ૧૬ સફાઈ કામદાર 2022
ભરતી અંગેની જાહેરાત ઓડ નગરપાલિકા ઓડ | ઓડ નગરપાલિકામાં નીચે મુજબની જગ્યાઓ સરકારશ્રીનાં પ્રવર્તમાન ધારાધૌરણ અને સરકારશ્રીની મંજુરી મુજબની શરતોને આધીન ૫ (પાંચ) વર્ષ સુધી ફીક્સ પગારથી સીધી ભરતીથી ભરવા માટે જરૂરી લાયકાત તથા અનુભવ તથા શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારોની નિમણૂંક કરવાની થતી હોઇ નીચે જણાવેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ સફાઈ કામદાર
કુલ જગ્યાઓ ૧૬
શરતો:
(૧) શૈક્ષણિક લાયકાત :- લખી વાંચી શકે તેવા.
(2) પ્રથમ પાંચ વર્ષ માટે સરકારશ્રીના નિયમ મુજબ માસિક ફિક્સ વેતન ચુકવવામાં આવશે. ત્યાર બાદ સંતોષકારક સેવા જણાયેથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર નિયમીત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. આ જગ્યાઓનું વેતન સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર આ નગરપાલિકામાં અમલી પગારપંચ મુજબ માસિક ફિક્સ પગાર પ્રમાણે ચુકવવામાં આવશે.
(3) ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં મળી રહે તે મુજબ ચીફ ઓફિસરશ્રી, ઓડ નગરપાલિકા, ઓડ તા.જી. આણંદ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટથી અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. તથા અરજી ફોર્મ ઓડ નગરપાલિકાના મહેકમ શાખામાંથી જાહેર રજાના દિવસ સિવાય ઓફિસ સમય દરમિયાન મેળવી શકાશે. અને તેજ અરજી અત્રેની કચેરીએ જમા કરાવવાની રહેશે. તેમજ ઉમેદવારે કઈ કેટેગરીમાં અરજી કરી છે તે અરજીમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
(4) અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નં.૧ | શાળા છોડ્યાનું પ્રમાણપત્ર | જન્મનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત ની સ્વપ્રમાણિત નકલ તથા અરજીમાં માગવામાં આવેલ પુરાવાઓ રજુ કરવાના રહેશે. અનામત વર્ગ ના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. અને ખોટા આધારપુરાવા સામેલ રાખનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. અને તેવા ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
(5) સામાન્ય અરજદારની વર્ય મર્યાદા ૧૮ થી ૩૪ વર્ષ સુધી રહેશે. જેમાં એસ.સી. એસ.ટી. | ઓ.બી.સી. તથા સ્ત્રી ઉમેદવારો વિગેરેને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર છૂટાછાટ મળવાપાત્ર રહેશે. તથા જાહેરાત પ્રસિધ્ધની તારીખથી વયમર્યાદા ગણવાની રહેશે. પરંતુ તમામ પ્રકારની છુટછાટ ની ગણતરી કરતા ઉમર ૪૫ વર્ષથી વધારે હોવી જોઇએ નહીં.
(૬) નિયામકશ્રીની નગરપાલિકાની કચેરી, ગાંધીનગરના પરીપત્ર મુજબ સરકારશ્રીએ નક્કી કરેલ શરતો અન્વયે તેમજ અમરેલી નગરપાલિકાના માં ચુકાદાને આધીન નગરપાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓને જો યોગ્ય લાયકાત ધરાવતા હશે તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. અને તેઓને વયમર્યાદા લાગુ પડશે નહી. પરંતુ તેમણે પણ જન્મ તારીખનું પ્રમાણપત્ર અરજી સાથે ફરજીયાત જોડવાનું રહેશે. I
(૭) અરજી ચકાસણી પછી યોગ્યતા ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે અલગથી જાણ કરવામાં આવશે.
(૮) અરજી સાથે ઉમેદવારે રૂ. ૩૦૦/- ફી પેટે ડીમાન્ડ ડ્રાફટ કે પોસ્ટલ ઓર્ડર ચીફ ઓફિસર, ઓડ નગરપાલિકાના નામથી આપવાનો રહેશે. નિયત ફી સિવાયની અરજી ધ્યાને લેવાની રહેશે નહી. અનામત વર્ગના ઉમેદવારો પાસેથી કોઈ ફી લેવાની રહેશે નહી. પરંતુ અરજી સાથે પછાતવર્ગ કે અનુ.જાતિ કે જન.જાતિનું સક્ષમ ઓથોરીટીનું સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.
(૯) આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે ઓડ નગરપાલિકાની પસંદગી સમિતિ આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં.
(૧૦) આ જગ્યાઓ પ્રવર્તમાન રોસ્ટર રજીસ્ટરને ધ્યાને લઈને ભરવામાં આવશે.
(૧૧) અધુરી વિગત દર્શાવતી કે સમયમર્યાદા બહાર મળેલ અરજીઓ તેમજ આ જાહેર નિવિદાની પ્રસિદ્ધિ પહેલા ઓડ નગરપાલિકામાં આવેલ અરજીઓ રદ ગણીને તેને ધ્યાને લેવામાં આવશે નહીં. ઇચ્છુક ઉમેદવારોએ નવેસરથી અને મુદતમાં અરજી કરવાની રહેશે.
(૧૨) અરજીઓ મંજુર કે નામંજુર કરવાની સત્તા ઓડ નગરપાલિકાની રહેશે. જેની તમામ હિત સંબંધ ધરાવનારાઓએ નોંધ લેવી.
તારીખ: ૦૩/૦૨/૨૦૨૨
ઓડ નગરપાલિકા
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસની અંદર.
[જાહેરાત. પ્રકાશન તારીખ: 03/02/2022]
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની ભરતી જાહેરાત
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો