લુણાવાડા નગરપાલિકા, જી. મહીસાગર ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી
ફાયરની ભરતી અંગેની જાહેરાત લુણાવાડા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : અગન-૨૦૧૮-૭૦-વ પાર્ટ તા. ૨૭/૦૯/૨૦૧૯ થી મંજુર થયેલ ફાયર વિભાગની નવિન કુલ-૨૧ જગ્યા તથા રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક : સફસ/ફન-૧૪૯/૭૧૩/૨૦૨૧, તા. ૩૦/૦૩/૨૦૨૧ તથા કમિશ્નરશ્રી, મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના હુકમ ક્રમાંક : કમિ.મ્યુનિ.એડી/મહેકમ-૧ ફાયરભરતી/વશી.૭૦૦/૨૦૨૧ તા. ૦૬/૦૪/૨૦૨૧ થી (નિયમોમાં સુધારા વધારા સાથે) તથા મે.પ્રાદેશિક કમિશ્નરશ્રીની કચેરી, નગરપાલિકાઓ, વડોદરાના પત્ર ક્રમાંકઃ પ્રા.ક/વશી/૩૬૦/૨૦૨૧ તા. ૧૨/૦૮/૨૦૨૧ થી મંજુર થયેલ છે. જે બાબતે ડીવીઝનલ ફાયર ઓફિસર-૦૧ જગ્યા તથા ફાયરમેન કમ ડ્રાયવર (મહિલા અનામત)૦૨ જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત, શારીરિક ક્ષમતા, અનુભવ તથા નિયમિત વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકા સિવિક સેન્ટર નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમ્યાન મેળવી શકાશે તથા ઈ-નગર પોર્ટલ (https://enagar.gujarat.gov.in) પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D. સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી તા. ૨૬/૦૧/૨૦૨૨ સુધીમાં કચેરીના સમય દરમ્યાન નગરપાલિકા કચેરીને મળે તે રીતે મોકલવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ ગ્રાહ્ય રહેશે નહિ.
લુણાવાડા નગરપાલિકા
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો