કેશોદ નગરપાલિકા-કેશોદ, જીલ્લો જૂનાગઢ ભરતી અંગેની જાહેરાત
કેશોદ નગરપાલિકામાં મંજુર થયેલ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ | ભરવા બાબતે નિયામકશ્રી, નગરપાલિકાઓની કચેરી, ગાંધીનગરના | પરિપત્ર ક્રમાંક: નપાનિ/મહેકમ-૧/સફાઇ કામદાર ભરતી/ | ફા.નં.૧૪૪૨/૨૦૧૭, તા.૨૩/૧૦/૨૦૧૭ ની નિયત શરતો મુજબ ૫૦ ટકા જગ્યાઓ પૈકી ખાલી પડેલ જગ્યા ભરવાની મળેલ પૂર્વ મંજુરી અનુસાર નીચે દર્શાવ્યા મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ:
સફાઇ કામદાર
જરૂરી લાયકાત
લખી તથા વાંચી શકે તેવા તેમજ શારિરીક રીતે સશકત હોવા જોઈએ |
ઉપરોકત સફાઇ કામદારની જગ્યા પર પસંદ થયેલ ઉમેદવારની નિમણૂંક સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના પત્ર ક્રમાંક: ઇએસટી/૧૦૨૦૦૫/૬૨૭૮/આર. તા.૦૮/૦૫/૨૦૦૬ ના પત્ર મુજબ પાંચ વર્ષના સમયગાળા માટે ફિકસી પગારથી અજમાયશી તરીકે કરવામાં આવશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ચીફ ઓફિસરશ્રી, કેશોદ નગરપાલિકા, સરદાર ભવન, સ્વામી વિવેકાનંદ માર્ગ, ચારચોક, કેશોદ જી.જુનાગઢને નિયત નમુનામાં જરૂરી તમામ ડોકયુમેન્ટ સાથે તા.૦૬/૦૧/૨૦૨૨ સુધીમાં રજી.પોસ્ટથી પહોંચતી કરવાની રહેશે.
નોંધ:
(૧) સા.શૈ.પ. વર્ગની બે જગ્યા ભરવાની હોવાથી સદર કેટેગરીના | ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે. અન્ય કેટેગરીની અરજીઓ | ધ્યાને લેવામાં આવશે નહી. ઉપરોકત જગ્યા માટે વયમર્યાદા ૧૮ થી ૩૩ વર્ષની રહેશે. સા.શૈ.૫, તેમજ મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પ-વર્ષની ક્ટ રહેશે.
(૨) કેશોદ નગરપાલિકાના મંજુર થયેલ રોસ્ટર મુજબની કેટેગરી માટે | જગ્યાઓ ભરવાની થશે.
(૩) કેશોદ નગરપાલિકામાં પાંચ વર્ષનો રોજમદાર તરીકેનો અનુભવ ધરાવનારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.
(૪) કેશોદ નગરપાલિકામાં કામ કરતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છુટછાટ આપવામાં આવશે.
(૫) સફાઇ કામદારોની નિમણુંક બાબતે પસંદગી સમિતિનો નિર્ણયો આખરી રહેશે.
(૬) અરજી પત્રનો નમુનો તેમજ જરૂરી ડોકયુમેન્ટની યાદી કેશોદ | નગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ પર તા.૨૧/૧૨/૨૦૨૧ થી જોઈ , શકાશે.
જાહેરાત જોવા માટે : Click Here
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.