પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર લીગલ ઓફિસર વોક - ઇન - ઇન્ટરવ્યુ
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોન, ભાવનગર કચેરી હેઠળની નગરપાલિકાઓમાં નીચે મુજબની જગ્યાઓ પર કરાર આધારિત ૧૧ માસ માટે નિમણુંક આપવા માટે તા. ૦૮/૦૨/૨૦૨૨ ના રોજ ૦૩.૩૦ કલાકે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી ભાવનગર મહાત્મા ગાંધી સદન, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળીની કચેરી બિલ્ડીગ, મોતીબાગ, ટાઉન હોલ, ભાવનગર ખાતે વોક-ઇન-ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત ૨હેવાનું રહેશે. નીચે મુજબની ખાલી જગ્યા માટે કરાર આધારિત ૧૧ માસ માટેની ખાલી જગ્યા રૂ. ૪૦,000/- માસિક ફિકસ પગારથી નિમણુંક આપવા માટે જરૂરી અસલ પ્રમાણપત્ર તથા તેની ખરી નકલ સાથે સ્વખર્ચે હાજર ૨હેવું,
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
| જગ્યાનું નામ લીગલ ઓફિસર
પાત્રતા | લાયકાત
૧) વયમર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ .
૨) માન્ય યુનિવર્સીટીમાંથી એલ.એલ.બી, ડીગ્રી મેળવેલ હોવી જોઈએ,
૩) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકર અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ માં જણાવ્યા મુજબ કોમ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
૪) ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જો ઈએ.
૫) નામ. હાઇકોર્ટની સબોર્ડીનેટ કોર્ટ નામ. હાઈકોર્ટ કે કાયદા હેઠળ સ્થાપિત સ્થાનિક સંસ્થા, ગવર્નમેન્ટ અંડરટેકીંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીમાં એડવોકેટ કે એટર્ની તરીકેની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગેનું હાઇકોર્ટના ૨જીસ્ટ્રાર જનરલશ્રીનું, સબંધિત કોર્ટના પ્રિન્સીપાલ જ્યુડીશીયલ ઓફીસરશ્રીનું, પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રીનું કે સીટી સીવીલ કોર્ટના પ્રિન્સીપાલ જજ શ્રીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તેમજ બારકાઉન્સીલના સભ્ય હોવા જોઈએ.
૬) ગુજરાતી ભાષા બોલી, વાંચી અને લખી શકતા હોવા જોઈએ તથા ગુજરાતીમાંથી અંગ્રે જી માં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકવા સક્ષમ હોવા જોઇએ અને તે અંગેનું હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલશ્રીનું પ્રમાણપત્ર, સંબંધિત કોર્ટના પ્રિન્સિપાલ જજ શ્રીનું પ્રમાણપત્ર તેમજ કાયદા હેઠળ સ્થપાયેલ સ્થાનિક સંસ્થા ગવર્મેન્ટ અન્ડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીના કેસમાં હેડ ઓફિસરનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જો ઈએ.
૭) કોઇ ગુન્હાહિત કૃત્યમાં સંડોવાયેલા નહિ હોવા અંગેનું ડેકલેરેશન રજુ કરવાનું રહેશે.
૮) ઉમેદવાર ઓછામાં ઓછા ત્રણ વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવતા હોવા જોઈએ. (સર્વિસ, લેંબર, સીવીલના કેસોના અનુભવને પ્રાયોરીટી આપવામાં આવશે.)
૯) કરાર આધારીત નિયુક્ત પામનાર કર્મચારી સરકારમાં કાયદાકીય કામગીરીની ક્ષમતા ધરાવતા હોવા જોઈશે. સ્થળ :- પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ભાવનગર
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો