કલેકટર કચેરી, અમરેલી કાયદા અધિકારીની ભરતી જાહેરાત
કરાર આધારીત કાયદા અધિકારીની જગ્યા બાબત. કલેકટર કચેરી, અમરેલી ખાતે ૧૧(અગીયાર)માસની મુદત માટે કરાર આધારીત કાયદા અધિકારીશ્રીની ૧(એક) જગ્યા માટે નિમણૂક કરવાની છે. આ અંગેની અરજીઓ નીચેની લાયકાત/અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૨૦/૦૧/૨૦૨૨ સુધીમાં કલેકટર કચેરી, અમરેલી ખાતે ફકત આર.પી.એડી.થી મંગાવવામાં આવે છે. અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેણાંકનું સ્થળ (કાયમી/હંગામી), શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવા.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
(૧)અરજદારશ્રીની ઉમર-૪૦ (ચાલીસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
(૨)શૈક્ષણિક લાયકાતઃ- (૧) કાયદાની (સ્પેશ્યલ) ની ડીગ્રી અથવા કેન્દ્ર અથવા રાજય સરકારના કાયદા દ્વારા સ્થપાયેલ માન્ય યુનિવર્સીટી દ્વારા એચ.એસ.સી. બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાની કાયદાની ડીગ્રી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન એકટ૧૯૫૬ ની કલમ-૩ દ્વારા સ્થપાયેલ યુનિવર્સીટી દ્વારા મેળવેલ કાયદાની ડીગ્રી (ર)ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો - ૧૯૬૭માં જણાવ્યા મુજબ કોમ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન (૩)ગુજરાતી અને/અથવા હિન્દી ભાષાનું પુરતુ જ્ઞાન
(૩)અનુભવઃ- (૧)હાઇકોર્ટ, હાઈકોર્ટનાં તાબા હેઠળની કોર્ટમાં પ્રેકટીસ કરતા એડવોકેટ, એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજયની સંસ્થા અથવા સરકાર કે તેની હસ્તકનાં બોર્ડ/નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકિય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ. ઉક્ત અનુભવ અંગેનાં પ્રમાણપત્ર ઉમેદવારે જ હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરેલ હોય, તો રજીસ્ટ્રારશ્રી હાઈકોર્ટ અથવા જો ઉમેદવાર હાઈકોર્ટની તાબા હેઠળની કોર્ટમાં પ્રેકટીસ કરતો હોય તો પ્રિન્સિપાલ જયુડીશ્યલ ઓફીસર અથવા સંબંધિત જિલ્લાનાં પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી કે સીટી સિવિલ કોર્ટનાં પ્રિન્સિપાલ જજશ્રી અથવા કંપની કાયદા /કંપની સરકાર હસ્તકનાં નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનાં કચેરીનાં વડા દ્વારા પ્રમાણિત કરેલ હોવા જોઈએ. (૨)ઉમેદવારશ્રી ગુજરાતીમાં બોલી, વાંચી અને લખી શકે તે અંગેનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સરળતાથી ભાષાંતર કરી શકે તે મુજબનું જ્ઞાન હોવું જોઈએ. આ જ્ઞાન હોવા અંગેનું ઉપર મુજબનાં અધિકારીશ્રીઓ દ્વારા ઈશ્ય કરેલ પ્રમાણપત્ર બિડવાનું રહેશે.
(૪)મળવાપાત્ર માસિક એકત્રીત રકમ:- (૧)માસિક રૂ/- ૪૦,૦૦૦/-(અંકે રૂપીયા ચાલીસ હજાર પુરા.)ફીક્સ. - આ સિવાયની અન્ય બોલીઓ, શરતો, બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો આ કચેરીનાં નોટીસ બોર્ડ અથવા મહેકમ શાખામાં કચેરી સમય દરમિયાન રૂબરૂ જોઈ શકાશે.
નોંધ:-(૧)સંબંધિત ઉમેદવારોને જયારે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે અસલ ડોકયુમેન્ટ સાથે લાવવાનાં રહેશે અને સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. (૨)આ બાબતે જરૂર જણાયે લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. (૩)અધુરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહિ.
જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલી
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો