અત્રેની કચેરીના તાબા હેઠળની નગરપાલિકા તથા અત્રેની કચેરી ખાતે ખાલી જગ્યાઓ
પર ૧૧ માસના કરારના ધોરણે ફિક્સ પગારથી સેવાઓ મેળવવાની માટે મહેસુલી સંવર્ગના
|ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલ લાયકાત ધરાવતા તથા જીલ્લા
પંચાયતના મહેકમમાંથી નિવૃત્ત થયેલા નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ/મિકેનીકલ) સૂચિત
કરારના સમયગાળા દરમિયાન ૬૨ વર્ષ સુધીની ઉંમરના ઈચછુક ઉમેદવારો તા. ૧૫-૧૨-
૨૦૨૧ ના રોજ સવારે ૧૧ કલાકે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, સાઉથ ઝોન, “સુડા
ભવન" ચોથો માળ, આગમે આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત કચેરી ખાતે
વોક-ઈન-ઈન્ટરવ્યુ માટે વય નિવૃત્તિ ફોર્મ-૨૨ તથા છેલ્લા દસ વર્ષના ખાનગી અહેવાલ સાથે
સ્વખર્ચે હાજર રહી શકે છે,
જગ્યાઓની વિગત :
૧. મદદનીશ ઈજનેર વર્ગ-૨(ચાર જગ્યાઓ)
(જે તે સંવર્ગમાંથી નિવૃત્ત થયેલ નિયત લાયકાત ધરાવતાં)
ઉક્ત જગ્યાઓ વધ-ઘટ ને પાત્ર છે. સરકારશ્રીના તા. ૦૭-૦૭-૨૦૧૬ના ઠરાવે તથા
પ્રવર્તમાન સરકારી સૂચનાઓ/શરતો ને આધિન માસિક એકત્રિત વેતનથી ઉક્ત જગ્યાઓ
કરારના ધોરણેથી સેવાઓની વિશેષ વિગતો અત્રેની કચેરીના નોટિસ બોર્ડ પર જોઈ શકાશે.
કમાંક : માહિતી-સુરત/૮૮૬/ર૦ર
સાઉથ ઝોન, સુરત