વોક-ઈન-ઈન્ટરવ્યુ
વડોદરા જિલ્લાના ૬ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૪ પુરુષ અને
૨ મહિલા એમ કુલ - ૬ યોગ ઈન્સ્ટ્રકટરની પાર્ટટાઈમ કોન્ટ્રાક્ટથી ૧૧
માસના કરાર આધારિત નિમણુંક કરવાની હોય પ્રત્યેક પુરુષ યોગ
ઈન્સ્ટ્રકટરને માસિક મહત્તમ રૂ. ૮000/- (૧ કલાકના યોગ સેશનના
રૂ.૨૫૦/- લેખે કુલ ૩૨ સેશન માટે) તથા મહિલા યોગ ઈન્સ્ટ્રકટરને
માસિક મહતમ રૂ.૫૦૦૦- (૧ કલાકના યોગ સેશનના રૂ.૨૫૦/- લેખે
કુલ ૨૦ સેશન માટે) ના મહેનતાણાથી નિમણુંક કરવાની હોઈ નીચે મુજબ
શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે તા. ૨૮
૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી ૨:૦૦ કલાક દરમ્યાન
વોક-ઈન-ઈન્ટરવ્યુ માટે હાજર થવાનું રહેશે.
યોગ નિષ્ણાંત માટેની શૈક્ષણીક લાયકાતઃ
સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
| ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટીફીકેટ/ડીપ્લોમા ડીગ્રી
અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઈપણ એક માન્ય લાયકાત ધરાવતા
હોવા જોઈએ. ઉંમર ૧૯ વર્ષ થી ૪૫ વર્ષની હોવી જોઈએ.
(તા.૨૮/૧૨/૨૦૨૧ ના રોજ)
અરજીનો નમુનોઃ- (૧) નામ (૨) સરનામું (૩) ઈમેઈલ એડ્રેસ/મો.નં.
(૪) જન્મ તારીખ (૫) શૈક્ષણીક લાયકાતની વિગત (૬) યોગ અંગેના
અનુભવની વિગત (૭) ઉમેદવારની અરજી સહી સાથે બિડાણના સર્ટીફીકેટ
(ખરાઈ કરેલ બે નકલમાં) (૧) એલ.સી. (૨) શૈક્ષણીક લાયકાતની
નકલો (૩) યોગ અંગેના અનુભવનું પ્રમાણપત્ર
નોંધઃ- નીચે મુજબના કુલ - ૪ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે
પુરુષ યોગ ઈન્સ્ટ્રકટરની જગ્યા ભરવાની થાય છે. આયુર્વેદ દવાખાનાઓની
યાદી (૧) ભીલાપુર તા.ડભોઈ (૨) વસવેલ તા.વાઘોડિયા (૩) તિથોર,
તા.પાદરા (૪) આમોદર, તા.વાઘોડિયા અને ૨ આયુષ હેલ્થ એન્ડ
વેલનેસ સેન્ટર ખાતે સ્ત્રી યોગ ઈન્સ્ટ્રકટરની જગ્યા ભરવાની થાય છે.
| આયુર્વેદ દવાખાનાઓની યાદી (૧) મોટા ફોફળિયા તા.શિનોર (૨)
મેવલી તા.સાવલી
વોક-ઈન-ઈન્ટરવ્યુ માટે હાજર રહેવાનું સ્થળ :
જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, આયુર્વેદ શાખા, રાજમહેલ રોડ,
જિલ્લા પંચાયત, વડોદરા.