Gujarat Gyan Sahayak Bharti 2026 for Primary Teacher Posts
Gujarat Gyan Sahayak Bharti 2026 for Primary Teacher Posts
સમગ્ર શિક્ષા Samagra Shiksha
"જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (પ્રાથમિક)" ગુજરાતી માધ્યમની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે.
જગ્યાનું નામ
જ્ઞાન સહાયક (પ્રાથમિક) ગુજરાતી માધ્યમ
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની ગુજરાતી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ, કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજયની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ (આશ્રમશાળાઓ) શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (પ્રાથમિક)" ગુજરાતી માધ્યમની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી ઓ મંગાવવામાં આવે છે.
ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.
શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક લાયકાત:-
ગુજરાતી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ અને વિવિધ આશ્રમશાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૧ થી ઉચ્ચ પ્રાથમિક શાળાઓ (ધોરણ ૬ થી ૮) માટે વિવિધ વિષયોની ગુજરાતી માધ્યમમાં TET ૨ અને નિમ્ન પ્રાથમિક શાળાઓ (ધોરણ ૧ થી ૫) માટે ગુજરાતી માધ્યમની TET ૧ પરીક્ષા લેવામાં આવેલ છે. તે પૈકી જે ઉમેદવારે જે તે વિષયની ગુજરાતી માધ્યમની TET ૨ પરીક્ષા પાસ કરેલ હોય તે વિષય માટે ગુજરાતી માધ્યમની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ (ધોરણ ૬ થી ૮) માટે ઉમેદવારી નોંધાવી શકશે. તેમજ જે ઉમેદવારે ગુજરાતી માધ્યમમાં TET ૧ પરીક્ષા પાસ કરેલ હોય તે જ માધ્યમ માટે ગુજરાતી માધ્યમની નિમ્ન પ્રાથમિક
શાળાઓમાં (ધોરણ ૧ થી ૫) ઉમેદવારી નોંધાવી શકશે. આ ઉપરાંત જે તે વિષય માટે તેઓએ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઇશે.
ઉમેદવાર ગુજરાતી માધ્યમની સરકારી પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણુંક માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
જિલ્લા પસંદગી અને સ્થળ ફાળવણી :-
ઉમેદવાર અરજી કરતા સમયે જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઇચ્છે છે તે મુજબ જિલ્લા પસંદગી કરવાની રહેશે. જેમાં ઉમેદવારને કોઇપણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે.
ઉમેદવારોએ જે વિષયમાં TET ૨ /TET ૧ (લાગુ પડતું હોય તે) પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષયની જગ્યાઓ માટે જિલ્લો પસંદ કરવાનો રહેશે.
ઉમેદવારોએ કરેલ જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર મેરીટ યાદી/પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
>
જિલ્લાવાર ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮) અને નિમ્ન પ્રાથમિક (ધોરણ ૧ થી ૫) અલગ- અલગ મેરીટ યાદી/પ્રતીક્ષા યાદી તૈયાર કરી જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ કરવામાં આવશે. જેના આધારે જિલ્લામાં વિષયવાર ખાલી જગ્યાઓ પર જરૂર મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને સ્થળ પસંદગી કરવાની રહેશે.
>
જિલ્લાવાર ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮) અને નિમ્ન પ્રાથમિક (ધોરણ ૧ થી ૫) અલગ- અલગ મેરીટ યાદી/પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. મેરીટ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવાર માટે સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગેની સુચના જિલ્લા કક્ષાએથી આપવામાં આવશે. નિયત કરેલ સમયગાળામાં ઉમેદવારોએ સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન ફરજીયાત કરાવવાનું રહેશે.
>
જો કોઈ જિલ્લામાં TET ૨ પાસ ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮) માં ખાલી જગ્યાઓની સામે મેરીટ યાદીમાં પૂરતાં પ્રમાણમાં ઉમેદવારો ઉપલબ્ધ ના હોય અને TET ૧ પાસ હોય તેવાં નિમ્ન પ્રાથમિકમાં (ધોરણ ૧ થી ૫) ની મેરીટ યાદી યાદીમાં ઉમેદવારો ઉપલબ્ધ હોય તો TET ૧ પાસ હોય તેવાં નિમ્ન પ્રાથમિકમાં (ધોરણ ૧ થી ૫) ના ઉમેદવારોને ઉચ્ચ પ્રાથમિકમાં (ધોરણ ૬ થી ૮) ની શાળા પસંદગી કરાવી શકાય.
> જો કોઈ જિલ્લામાં TET ૧ પાસ નિમ્ન પ્રાથમિક (ધોરણ ૧ થી ૫) માં ખાલી જગ્યાઓની સામે મેરીટ યાદીમાં પૂરતાં ઉમેદવારો ઉપલબ્ધ ના હોય અને TET ૨ પાસ ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮) માં મેરીટ માં ઉમેદવારો ઉપલબ્ધ હોય તો TET ૨ પાસ હોય તેવાં ઉચ્ચ પ્રાથમિકમાં (ધોરણ ૬ થી ૮) ના ઉમેદવારોને નિમ્ન પ્રાથમિક (ધોરણ ૧ થી ૫) માં શાળા પસંદગી કરાવી શકાય.
> ઉમેદવારોએ અરજી સાથે દર્શાવેલ લાયકાત મુજબના ડોક્યુમેન્ટસ સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે દર્શાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરીફીકેશન ન કરાવનાર ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરીટ યાદીમાંથી તેવા ઉમેદવારનું નામ કમી કરવામાં આવશે.
> જિલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન સેન્ટરની યાદી વેબસાઈટ પર મુકવામાં આવશે.
ઉચ્ચક માનદ વેતન (માસિક):-
> સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (કરાર આધારિત) માસિક ફીકસ રૂા.૨૧,૦૦૦/- ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર થશે.
વયમર્યાદા:-
> ઉમેદવારની મહત્તમ વયમર્યાદા (અરજીની તારીખે) ૪૮ વર્ષ રહેશે.
ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
જ્ઞાન સહાયક (પ્રાથમિક) ગુજરાતી માધ્યમ ભરતી-૨૦૨૬
ઓનલાઇન અરજી શરૂ
તા.૧૫/૧૦/૨૦૨૬ (૧૪:૦૦ કલાક થી શરૂ)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
તા.૨૨/૧૦/૨૦૨૬ (૨૩:૫૯ કલાક સુધી)
મેરીટ લીસ્ટ જાહેર
તા.૨૪/૧૦/૨૦૨૬ (૧૪:૦૦ કલાકે)
Samagra Shiksha Gujarat initiative, official notifications have been released inviting online applications for Gyan Sahayak (Primary) positions in Gujarati medium schools. This contract-based recruitment drive is intended for government primary schools, Ashramshalas under the Tribal Development Department, and residential schools managed by the Social Justice and Empowerment Department.
Highlights: Gyan Sahayak Primary Recruitment 2026
Recruiting Organization | Samagra Shiksha Gujarat (Gujarat Council of School Education) |
Post Name | Gyan Sahayak (Primary) – Gujarati Medium |
Appointment Type | Contractual (For 11 Months) |
Job Location | Gujarat |
Application Mode | Online Only |
Official Portal |
📊 Vacancy Details & Honorarium Structure
Post Name | Medium | Monthly Fixed Honorarium (મહેનતાણું) |
Gyan Sahayak (Primary) | Gujarati Medium | ₹21,000/- per month |
🎯 Eligibility Criteria: Qualifications & Age Limits
Candidates must ensure they fulfill all prescribed educational and age standards before filling out the online application form.
🎓 Educational Qualifications
- Candidates must possess the requisite educational and professional training qualifications (PTC / D.El.Ed / B.Ed) as mandated by the State Education Department for primary teachers.
- All qualifications must be acquired from recognized institutions as per NCTE and state norms.
🎂 Age Limit
- Maximum Age Limit: 42 years (calculated as of the last date of online application).
📝 Selection Process & Merit List
The selection process for Gyan Sahayak positions follows a transparent, merit-based online mechanism:
- Applications submitted online will be evaluated against academic qualifications and weightage criteria.
- An automated district-wise and school-wise merit list will be published on the official portal.
- Shortlisted candidates must report for document verification and school selection with all original documents.
💻 How to Apply Online for Gyan Sahayak Bharti
1. Visit the official portal at pregyansahayak.ssgujarat.org.
2. Read all instructions and guidelines carefully before initiating the application process.
3. Fill out the online application form with accurate personal, educational, and contact details.
4. Review all entries thoroughly and submit the form online. (Note: Applications sent via post, courier, or hand delivery will be summarily rejected.)
5. Save and print a copy of your submitted application form for future document verification.
📅 Important Dates: Application & Reporting Schedule
Online Application Start Date | October 15, 2026 (14:00 Hours / 2:00 PM) |
Online Application Closing Date | October 22, 2026 (23:59 Hours / Midnight) |
Merit List Declaration Date | October 24, 2026 (14:00 Hours / 2:00 PM) |
Document Verification & School Selection Reporting | October 26, 2026 (Monday) |
Notification:



How to fill Application Form - User Manual
Apply: Click Here
Official website: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
%20%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%202026%20Gujarat%20Gyan%20Sahayak%20Bharti%202026%20for%20Primary%20Teacher%20Posts.png)