Type Here to Get Search Results !

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી Jamnagar Municipal Corporation bharti SPORTS COMPLEX for various posts 2025

 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભરતી 2025 

 

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભરતી 2025 વિવિધ જગ્યાઓ માટે:

જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જામનગર મહાનગરપાલિકા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: જામનગર મહાનગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા: 6 પોસ્ટ્સ

 

પોસ્ટ:   પોસ્ટ્સ

સ્વિમિંગ કોચ (પુરુષ) ૩

લાઇફ ગાર્ડ (મહિલા) ૧

ટેબલ ટેનિસ કોચ (પુરુષ) ૧

ટ્રેનર (મહિલા) ૧

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલ ખાતે નીચે મુજબની જગ્યાઓ કોન્ટ્રાકટ બેઇઝથી માસિક ફિક્સ પગાર ઉપર તદન હંગામી ધોરણે કોઈપણ જાતના હક્ક-હિસ્સા વગર ૬ (છ) માસ માટે ભરવા વોક-ઇન-ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે.

 

સ્વીમીંગ કોચ(મેલ) 3

ધોરણ ૧૨ પાસ અને સ્વીમીગના જાણકાર તથા બચાવ કામગીરીના જાણકાર અને સ્વીમીંગ ક્ષેત્રના સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ તેમજ સ્વીમીંગ કોચના અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.

લાઈફ ગાર્ડ(ફીમેલ) 1

ધોરણ ૧૨ પાસ અને સ્વીમીગના જાણકાર તથા બચાવ કામગીરીના જાણકાર અને સ્વીમીંગ ક્ષેત્રના સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ તેમજ લાઈફ ગાર્ડનો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.

ટેબલ ટેનીસ કોચ (મેલ) 1

ધોરણ ૧૨ પાસ અને જીલ્લા / રાજ્ય કક્ષા / રાષ્ટ્રીય કક્ષાની રમતમાં માગ લીધેલ હોય અથવા કોચીગની કામગીરી કરેલ હોય તેઓને પ્રથમ પસંદગી.

ટ્રેનર(ફીમેલ) 1

ધોરણ ૧૨ પાસ અને જીમ ના અનુભવી ને પ્રથમ પસંદગી

 

માસિક ફિક્સ પગાર રૂ।. દરરોજની એક કલાક લેખે એક માસના 3 (ત્રણ) હજાર

નોધ:-

 કલાકની રોજની કામગીરી હોય તો માસિક Rs.3000/-પગાર ગણવોનો રહેશે.

 

ઉપરોક્ત કોન્ટ્રાક્ટ-બેઇઝ જગ્યાઓ ભરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ તા.૧૯/૧૨/૨૦૨૫, શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે બીજો માળે માન.નાયબ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં જામનગર મહાનગરપાલિકા જ્યુબીલી ગાર્ડન-જામનગર ખાતે યોજવામાં આવેલ છે. જેમાં ઉપરોક્ત જગ્યા સામે દર્શાવેલ લાયકાત ધરાવનાર ઉમેદવારોએ ઈન્ટરવ્યું સમયે શૈક્ષણિક લાયકાત, ઉમર, અનુભવ અંગેના માન્ય સંસ્થાના સર્ટીફીકેટ તથા પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલના ૧(એક) સેટ તથા વેરીફીકેશન માટે ઓરીજીનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ ઉપરોક્ત જણાવેલ સ્થળ, સમય અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તેમજ ઈન્ટરવ્યુંમાં નોધણી સવારે ૧૦-૦૦ કલાક સુધીમાં કરાવી લેવાની રહેશે. ત્યારબાદ નોધણી કરવામાં આવશે નહિ અને ઈન્ટરવ્યું માટે ઉમેદવારને ધ્યાને લેવામાં આવશે નહિ. ઉપરોક્ત જગ્યાની પસંદગી અંગેનો આખરી નિર્ણય સક્ષમ ઓંથોરિટી, જા.મ.પા.નો રહેશે. આ ઉપરાંત ઉમેદવારોએ અરજી ફોર્મમાં દર્શાવેલ વિગતો / સૂચનાઓ વાંચી, સમજી લેવા ભલામણ કરવામાં આવે છે.

ઉમેદવારની ઉમર ૧૮ થી ૫૮ વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે.

 

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ:  19-12-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.