કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2025
કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર લેબ. ટેકનિશિયન ની જગ્યાઓ માટે ભરતી 2025
કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા તાજેતરમાં લેબ. ટેકનિશિયનની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર લેબ. ટેકનિશિયનની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૩/૧૦/૨૦૨૫ થી તા.૨૦/૧૦/૨૦૨૫ સુધીમાં સાંજના ૦૬:૦૦ કલાક સુધી આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર
કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ
પોસ્ટ: લેબ. ટેકનિશિયન પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
H.S.C (૧૦+૨) અને મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા સમકક્ષમાં ડિપ્લોમા અથવા પ્રમાણિત અભ્યાસક્રમ.
૧. NTEP અથવા સ્પુટમ સ્મીયર માઇક્રોસ્કોપીમાં એક વર્ષનો અનુભવ
२. ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો (ઉદાહરણ તરીકે સ્નાતક) ને પ્રાધાન્ય આપવામાં આવશે
વય મર્યાદા
40 વર્ષ સુધી
પગાર પ્રતિ માસ (રૂ..) (ફિકસ)
३.20000/-ફિકસ
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
કયા ડોકયુમેન્ટર ઓનલાઇન અપલોડ કરવા/મંગાવવા
૧. ઉમર અંગે પ્રમાણપત્ર (Leaving Certificate/Adharcard / Pan Card /Birth Certificate / Election Card... etc) (અપલોડ કરવાની રહેશે.)
૨. એચ.એસ.સી. માર્કશીટ ( HSC Marksheet) (અપલોડ કરવાની રહેશે.)
૩. એચ.એસ.સી.ટ્રાયલ સર્ટી (HSC Attempt Certificate) (અપલોડ કરવાની રહેશે..)
૪. મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા સમકક્ષમાં ડિપ્લોમા અથવા પ્રમાણિત અભ્યાસક્રમ. (અપલોડ કરવાની રહેશે.)
૫. NTEP અથવા સ્પુટમ સ્મીયર માઇક્રોસ્કોપીમાં એક વર્ષનો અનુભવ (અપલોડ કરવાની રહેશે.)
૬. કોઇ પણ સ્નાતકનું છેલ્લા વર્ષ/છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ (જો સેમેસ્ટર હોય તો બંને સેમેસ્ટરની માર્કશીટ એક PDF કરી અપલોડ કરવાની રહેશે) (Any Graduate Last Year/Last Two Sem. Marksheet)
૫. સ્નાતક ડીગ્રી સર્ટીફીકેટ (Degree Certificate) (અપલોડ કરવાની રહેશે.)
૬. કોમ્પ્યુટર અંગેનું સર્ટીકીકેટ (CCC Certificate) (અપલોડ કરવાની રહેશે.)
7. (Experience Certificate)
(તમામ અનુભવના પ્રમાણપત્રોની એક PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે)
શરતો અને નિયમ:
૧. આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહી.
૨. નિમણુક પામેલ ઉમેદવારોની અન્ય જિલ્લા/કોર્પોરેશનમાં બદલી થઇ શકશે નહી.
૩.ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/ ટપાલ/ કુરીયર થી મળેલ કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
૪. જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.
૫. સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૬. રસ ધરાવતાં ઉમેદવારો એ તા. ૧૩/૧૦/૨૦૨૫ થી તા.૨૦/૧૦/૨૦૨૫ સાંજે ૦૬:૦૦ કલાક સુધી ઉપર જણાવેલ લીંકમાં અરજી કરવાની રહેશે.
૭. વય મર્યાદા માટે જાહેરાત માં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૨૦/૧૦/૨૦૨૫ સાંજે ૦૬:૦૦ કલાક સુધી ની સ્થિતી ને ધ્યાને લેવામાં આવશે.
૮. નિમણૂંક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 13-10-2025
છેલ્લી તારીખ: 20-10-2025
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.