વડોદરા ભરતી 2025 : પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, વડોદરા ઝોન
પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, વડોદરા ઝોન, વડોદરા દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી અમૃત, અમૃત 2.0, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી સહેરી વિકાસ યોજના, ઈ-નગર, સસ્તું આવાસ મિશન, સ્વચ્છ ભારત મિશન, નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન જેવી યોજનાઓ માટે કરવામાં આવી રહી છે.
આ જગ્યાઓ 11 મહિના સુધીના કરાર આધારિત રહેશે તથા નિશ્ચિત માસિક વેતન આપવામાં આવશે.
ખાલી જગ્યાની વિગત
1. અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ
- કુલ જગ્યાઓ: 02
- શૈક્ષણિક લાયકાત:
- સિવિલ ઈન્જિનિયરિંગ/અર્બન પ્લાનિંગમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ, અથવા
- સિવિલ ઈન્જિનિયરિંગ/અર્બન પ્લાનિંગમાં ગ્રેજ્યુએટ સાથે ઓછામાં ઓછી 7 વર્ષનો અનુભવ
- અનુભવ જરૂરી:
- PG ઉમેદવાર માટે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ
- Graduate ઉમેદવાર માટે ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ
- અર્બન સર્વિસ ડિલિવરી (જળ પુરવઠો, ગટર, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ઘન કચરો વ્યવસ્થાપન, રહેણાંક, રોડ & બ્રિજ) ક્ષેત્રમાં અનુભવ જરૂરી
- ઉંમર મર્યાદા: 35 વર્ષ
- વેતન: ₹50,000/- (EPF સહિત)
2. ફાઇનાન્સ સ્પેશ્યાલિસ્ટ
- કુલ જગ્યાઓ: 01
- શૈક્ષણિક લાયકાત:
- એમબીએ (ફાઇનાન્સ)/ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ/M.Com (અકાઉન્ટિંગ/ફાઇનાન્સ)
- અનુભવ જરૂરી:
- ફાઇનાન્સ ક્ષેત્રમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ (સરકારી ક્ષેત્રમાં અનુભવને પ્રાથમિકતા)
- ઉંમર મર્યાદા: 35 વર્ષ
- વેતન: ₹50,000/- (EPF સહિત)
અરજી કરવાની રીત
રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ પોતાની અરજી જરૂરી પ્રમાણપત્રોની સત્યાપિત નકલ સાથે RPAD/Speed Post મારફતે મોકલવાની રહેશે.
· અરજી કરવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 10 દિવસની અંદર (સાર્વજનિક રજાઓ સહિત)( advertisement date13-9-2025)
- અરજી
મોકલવાનું સરનામું:
પ્રાદેશિક નગરપાલિકા કમિશનર કચેરી, વડોદરા ઝોન,
6મો માળ, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ નજીક, કારેલીબાગ, વડોદરા
નોંધ: વ્યક્તિગત રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં.
મહત્વની વિગતો
- ઓફિસ સમય: સવારે 10:30 થી સાંજે 6:10 સુધી
- સ્થળ: વડોદરા
Important Links
Notification: Click Here
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
