સ્પેશિયલ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ
રાજ્ય
પરીક્ષા બોર્ડ દ્વારા નિયત
લાયકાત ધરાવતા ઉમેદવારો માટે
તા:૩૧/૦૭/૨૦૨૫ના
જાહેરનામાં ક્રમાંક:રાપબો/Sp.TET-I /૨૦૨૫/ ૮૯૪૦-૯૦૬૪
અને જાહેરનામાં ક્રમાંક:રાપબો/Sp.TET-II/૨૦૨૫/૯૦૬૫-૯૧૮૯
થી અનુક્રમે (સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા
કસોટી-I (Sp.TET-I)-૨૦૨૫ અને (સ્પેશ્યલ
એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા
કસોટી-II (Sp.TET-II)-૨૦૨૫નું આયોજન કરવા માટે
જાહેરનામાં બહાર પાડવામાં આવેલ
છે. આ જાહેરનામાં અન્વયે
જે ઉમેદવારોએ ઓનલાઈન આવેદનપત્રો તેમજ
ફી ભરેલ હતી તેમની
પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેર,
રાજકોટ. વડોદરા અને સુરત
જિલ્લા ખાતે નીચે મુજબની
તારીખ અને સમયના રોજ
નિર્ધારીત કરેલ છે.
શૈક્ષણિક
લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની
ચકાસણી ભરતી પસંદગી સમિતિ
દ્વારા કરવામાં આવશે અને આ
અંગે ભરતી પસંદગી સમિતિનો
નિર્ણય જ અંતિમ રહેશે.
પરીક્ષા
સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા
માટે
http://www.sebexam.orgવેબસાઈટ
જોતા રહેવાનું રહશે.
શાળાઓમાં શિક્ષકની નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જે ઉમેદવારો ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેઓને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર ટેટ-1 અને ટેટ-2 બંને પરીક્ષાનું આયોજન એક જ દિવસે કરવામાં આવ્યું છે. જાહેરાત અનુસાર આ પરીક્ષા તારીખ 12 ઓક્ટોબર 2025ના રોજ યોજાશે.
મળતી માહિતી મુજબ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. સ્પે. ટેટ-1ની પરીક્ષા 12 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. જ્યારે સ્પે. ટેટ-2ની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી યાજાશે. પરીક્ષા સ્થળની વાત કરીએ તો, પરીક્ષાનું આયોજન ચાર શહેરોમાં કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિ દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
નોંધનીય છે કે, ગત મહિને ટેટ-1 અને ટેટ-2 માટે શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરનામા અનુસાર ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2025 હતી. જ્યારે નેટ બેન્કિંગ દ્વારા ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવી હતી. પરીક્ષા વિશે વધુ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોએ આ વિશે વધુ માહિતી મેળવવા માટે sebexam.org ની મુલાકાત લેવી.
Important Links
Notification: Click Here
Official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check
once and confirm the above detail with the official website and
Notification/Advertisement.