GSSSB કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત
કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માટેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક:૧૮૫/૨૦૧૯૨૦ ,સચિવાલયના વિભાગોના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતાના વડા હસ્તકની સીનીયર કલાર્ક વર્ગ-૩ સંવર્ગની જગાઓ પર સીધી ભરતી માટે તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ લેવાયેલ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોનું પરીણામ તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (ભાગ-૨) માટે લાયક ઠરેલ તમામ ઉમેદવારોની કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (કોમ્યુટર કાર્યક્ષમતા કસોટી) તા.૨૪/૦૨/૨૦૨૨ થી તા.૨૭/૦૨/૨૦૧૨ દરમિયાન યોજવામાં આવનાર હતી. જે હવે તા.૦૩/૦૩/૨૦૨૨ થી તા.૦૫/૦3/૨૦૨૨ દરમિયાન યોજવામાં આવશે. જેના કોલલેટર તા.૨૩/૦૨/૨૦૨૨ થી ડાઉનલોડ થઇ શકશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ૧૮૫/૨૦૧૯-૨૦ સિનીયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ યોજાયેલ. પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (ક્વોલીફાય) ઠરેલ ઉમેદવારોની યાદી તા.૩૧/૧૨/૨૦૨૧ અને વધારાના લાયક ઠરેલ ઉમેદવારોની યાદી તા.રર/૦ર/ર૦રરના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ યોજવા માટેની જાહેરાત તા.૧૭/૦૨/૨૦૧૨ના રોજ મંડળની વેબસાઇટ પ્રસિધ્ધ કરવામાં આવેલ. ઉકત સંવર્ગની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ (ભાગ-૨)નું ન્યુ વિદ્યાભવન, પોલીસ અકાદમી, કરાઈ, તા.જી.ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. ઉમેદવારોએ કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ ભાગ-૨ માટેના કોલ-લેટર અને સુચનાઓ તા.૨૩/૦૨/૨૦૨૨ બપોરના ૧૪:૦૦ કલાકથી તા.૦૩/૦૩/૨૦૨૨ સવારના ૦૯:૩૦ કલાક સુધીમાં નિયત તારીખ-સમયગાળા દરમિયાન "https://ojas.gujarat.gov.in" વેબસાઇટ પરથી અચૂક (ON LINE) ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી. અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.
પ્રવેશપત્ર "ON LINE" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્યુટરમાં
(૧) "https://ojas.gujarat.gov.in" વેબસાઇટ પર જવું.
(૨) બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના ઉમેદવારોએ " Call Letter " પર "Click" કરવું.
(૩) ત્યાર બાદ "Secondary/ Main Exam Call Latter" પર "Click" કરીને Select job જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોકસમાં "Confirmation Number" તથા "Birth Date" ટાઇપ કરીને OK પર Click કરવાથી અલગ Window માં આપનો call letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે call Latter તથા તે સાથેની સુચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે. ) ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ-લેટર તથા સુચનાઓની વિગતો કે જે કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક વાંચી જવી. ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના નાયબ સચિવશ્રી (બિન તાંત્રિક પરીક્ષા)નો કચેરી સમય દરમિયાન ફોન નંબર:- ૦૭૯- ૨૩૨૫૩૬૨૫/૫૩૬૨૧ પર સંપર્ક કરી શકાશે.
(૧) દરેક પરીક્ષાર્થીઓએ મોં પર માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. તેમજ સોશીયલ ડીસ્ટસ્ટીંગ જાળવવાનું રહેશે. (૨) તમામ પરીક્ષાર્થીઓ તેમજ મંડળના કર્મચારીઅધિકારીશ્રીઓને હાથ ઉપર સેનેટાઇઝ સ્પે લગાડીને પ્રવેશ આપવામાં આવશે.
(૩) તમામ પરીક્ષાર્થીઓ પીવાના પાણીની બોટલ જાતે જ સાથે લાવવી હિતાવહ છે. તેમ છતાં મંડળ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા (ડીસ્પોઝેબલ ગ્લાસ સાથે) કરવામાં આવશે.
(૪) પરીક્ષા સ્થળ તેમજ કેમ્પસમાં પરીક્ષાર્થી સીવાય તેઓના સગા/સંબંધીઓને પ્રવેશવા દેવામાં આવશે નહી. (૫) કોવીડ-૧૯ અંતર્ગત કેન્દ્રારાજ્ય સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત : અહી ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા: અહી ક્લિક કરો
ટેસ્ટની તારીખમાં ફેરફાર અંગે અગત્યની જાહેરાત: અહી ક્લિક કરો
વધુ વિગતો માટે : અહી ક્લિકકરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો