Type Here to Get Search Results !

પો.સ.ઇ. શારીરીક કસોટી પરિણામ અને લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગેPSI Result and LRD notification physical test

  પો.સ.ઇ. શારીરીક કસોટી પરિણામ અને લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે

 


 પો.સ.ઇ. સંવર્ગમાં શારીરીક કસોટી

તા.૧૫/૦૧/૨૦૨૨

તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર પો.સ.ઇ. સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં પો.સ.ઇ. સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે અહીં કલીક કરો....

જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે (કોવીડ-૧૯ ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં)

શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ પ્રિલિમીનરી પરિક્ષા લેવાની થાય છે. આ પ્રિલિમીનરી પરિક્ષા ફેબ્રુઆરી માસના ૧૫ તારીખ પછીના કોઇપણ રવિવારે લેવાનું આયોજન કરવામાં આવી રહેલ છે. ચોકકસ તારીખ નકકી થયેથી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જે અંગે લાગતા-વળગતાઓએ નોંધ લેવી.

 

 લોકરક્ષક કેડર શારીરીક કસોટી

 

:: તા.૧૫/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૫/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....

 વધુ જાણકારી માટે  : LRD Website | PSI Website

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.