ગ્રાન્ટ ઇન એઇડ કાયાવરોહણ ખાતે ભરતી જાહેરાત
શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલીત, ગ્રાન્ટ ઇન એઇડ .તા.સંસ્થા, કાયાવરોહણ ખાતે, રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક: રોતાનિ/ જીઆઇએ/ ધ-૨/ જગ્યા મંજુરી ૨૦૨ ૧/૪૭૫૬ , રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર, તા : ૨૯/૧૦/૨૦૨૧ થી અત્રેની સંસ્થાને મંજુર કરવામાં આવેલ નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
સુચનાઓઃ-
(૧) લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની શૈક્ષણિક ટેકનીકલ લાયકાત, અનુભવ અને જાતિના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિતની અરજી “ “આચાર્યશ્રી, ઔધોગિક તાલીમ સંસ્થા જીઆઇએ કાયાવરોહણ, મુ.પો. કાયાવરોહણ, તા.ડભોઇ. જી.વડોદરા, પીન-૩૯૧૨૨૦.”ને ૨જી.પો.એડી.થી જ મોકલી આપવાની રહેશે.
(૨) અરજીપત્રકો સ્વીકારવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિધ્ધ થયેથી કામના 07 (સાત) દિવસ સુધી સ્વિકારવામાં આવશે. ત્યારબાદ આવેલ અરજીઓ માન્ય ગણાવામાં આવશે નહી. (
૩) સદરહુ જગ્યાઓ શ્રમ અને રોજગાર વિભાગના તા. ૨૧/૯/૧૯૮૯ના ઠરાવક્રમાંક જીઆઇએ ૧૦૮૯/૧૦૪/ ૨(૨) થી નિયત થયેલ પસંદગી સમિતી દ્વારા ભરવામાં આવશે.
(૪) આ જગ્યાઓ પર નિમાનાર કર્મચારીઓને “ગ્રાન્ટ ઇન એઇડ કોડ ૧૯૮૪” ના ધોરણો નિયમો બંધનકર્તા રહેશે. (૫) ગ્રાન્ટ ઇન એઇડ કોડપ્રવર્તમાન જોગવાઇઓ ધ્યાને લઇ વડી કચેરીના તા. ૨૮/૦૩/૧૯૮૫ના પરીપત્ર ક્રમાંક : જીઆઇએ /૦૬ /ઘ/૧૬૭૦ મુજબ સીધી ભરતીના ફાળે આવતી જગ્યા સરકારશ્રીના નાણાં વિભાગના તા. ૧૬/૦૨/૨૦૦૬ ઠરાવ અને તેમાં થયેલ વખતો-વખતનાં સુધારાઓ ધ્યાને લઇ ફીક્સ પગારથી ભરવાની રહેશે. (૬) ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજદાર ઇચ્છે તો જગ્યાના નામ દીઠ અલગ-અલગ અરજી કરવાની રહેશે. અરજી ના કવર ઉપર જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે.
ગ્રાન્ટ ઇન એઇડ ઔધોગિક તાલીમ સંસ્થા, કાયાવરોહણ
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો