નવસારી વિજલપોર નગરપાલિકા, ભરતી જાહેરાત
નવસારી વિજલપોર નગરપાલિકામાં અગ્નિશમન સેવાના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક ૨૦૧૮-૭૦-વ પાર્ટ, તા.૨૭/૦૯/૨૦૧૯ થી મંજુર થયેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.29-01-2022 સુધીમાં અરજી કરવાની રહેશે ઉમેદવારો માટેની શૈક્ષણિક લાયકાતના ધોરણો આ સાથે સામેલ છે. જે મુજબની યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે નગરપાલિકા કચેરીની મહેકમ શાખામાં સંપર્ક કરવાનો રહેશે.
જગ્યા નુ નામ
ક્લાર્ક
નાયબ હિસાબનીશ
શૈક્ષણિક લાયકાત:
નાયબ હિસાબનીશ
(I) માન્ય યુનિવર્સિટી/ સંસ્થામાંથી બેચલર ઓફ બિઝનેશ એડમીનીસ્ટ્રેશન અથવા બેચલર ઓફ કોમર્સ અથવા બેચલર ઓફ સાયન્સ (મેથેમેટીક્સ/સ્ટેટેટીક્સ) અથવા બેચલર ઓફ આર્સ (સ્ટેટેટીક્સ/ ઈકોનોમીક્સ/મેથેમેટીક્સ)ના સ્નાતક અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
(II) કોમ્યુટરના બેઝિક નોલેજ તથા સી.સી.સી. પરીક્ષા પાસનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઈએ
(III) કોમ્યુટર એક વિષય તરીકે હોય તેવી લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. અથવા
(IV) ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા કોમ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ અરજી કરવાના તબક્કે ઉમેદવાર આવું પ્રમાણપત્ર ધરાવતા ના હોય તો પણ અરજી કરી શકાશે પરંતુ નિમણુંક મેળવતા પહેલા ઉમેદવારે આવું પ્રમાણપત્ર અચુક રજુ કરવાનું રહેશે. અન્યથા આવા ઉમેદવાર નિમણુંક મેળવ્યા બાદ અજમાયશી સમયગાળા દરમ્યાન પાસ કરવાનું રહેશે.
(V) વયમર્યાદા ૩૬ વર્ષથી વધુ નહીં (નગરપાલિકાઓમાં ફરજ બજાવતા કર્મચારીને ઉમર નો બાધ લાગુ પડશે નહીં).
ક્લાર્ક
(I) માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
(II) કોમ્યુટરના બેઝિક નોલેજ તથા સી.સી.સી. પરીક્ષા પાસનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઈએ
(III) કોમ્યુટર એક વિષય તરીકે હોય તેવી લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. અથવા
(IV) ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા કોમ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ અરજી કરવાના તબક્કે ઉમેદવાર આવું પ્રમાણપત્ર ધરાવતા ના હોય તો પણ અરજી કરી શકાશે પરંતુ નિમણુંક મેળવતા પહેલા ઉમેદવારે આવું પ્રમાણપત્ર અચુક રજુ કરવાનું રહેશે. અન્યથા આવા ઉમેદવાર નિમણુંક મેળવ્યા બાદ અજમાયશી સમયગાળા દરમ્યાન પાસ કરવાનું રહેશે.
(V) વયમર્યાદા ૩૬ વર્ષથી વધુ નહીં (નગરપાલિકાઓમાં ફરજ બજાવતા કર્મચારીને ઉમર નો બાધ લાગુ પડશે નહીં).
જાહેરાત અંગેની સુચનાઓ
1. ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં ચીફ ઓફિસરશ્રી, નવસારી વિજલપોર નગરપાલિકા,તા.જી.નવસારી ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહશે.
2. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝ ફોટા નંગ-૦૧, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,શૈક્ષણિક લાયકાતથી સ્વપ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રી નું પ્રમાણપત્ર રજુ કરવાનું રહશે.
3. ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજી સાથે બિનઅનામત વર્ગના અરજદારે રૂ.૫૦૦/-નો ડિમાન્ડ ડ્રાફ્ટ, ચીફ ઓફિસરશ્રી,નવસારી વિજલપોર નગરપાલિકાના નામથી મોકલવાની રહેશે. અનુસૂચિત જાતિ, અનુસુચિત જન જાતિ તથા શૈક્ષણિક પછાતવર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે નહીં.
(4) અનામત જાતિના ઉમેદવારે તેની જાતિ અંગેનું (અનુ જાતિ, અનુ.જન જાતિ, સા.શૈ.પ.તથા આર્થિક રીતે નબળા વર્ગ(Ews/બિ.અ.વ) અંગેનું ગુજરાત સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ નમુના મુજબનું સરકારશ્રીના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. તેમજ સા.શૈ.પ.વર્ગના ઉમેધ્વારોએ રાજય સરકારની નોકરી માટે કઢાવેલ નોન-ક્રિીમીલેયર સર્ટિફીકેટ અરજી કરવાની છેલ્લી તારીખથી ત્રણ વર્ષ અગાઉ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજુ થયેથી કેટેગરીની અનામત જગ્યાનો લાભ મળશે.
5. અરજી કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
6. વય મર્યાદા સરકારશ્રીના નિતિ નિયમ મુજબની રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રી ના નિયમ મુજબ ઉમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે નિયત શૈક્ષણિક લાયકાત, જરૂરી વયમર્યાદા તથા નિયત અનુભવ ધરાવતા હોવા જોઈએ.
7. દરેક જગ્યા માટે ઉમેદવારે અલગ અરજી કરવાની રહેશે.
8. એક જ અરજીપત્રકમાં એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરેલ હશે તો અરજીપત્રક રદ ગણવામાં આવશે.
9. અરજીપત્રક નગરપાલિકાની મહેકમ શાખામાંથી રૂબસ્માં/નવસારી વિજલપોર નગરપાલિકાની વેબસાઈટ www.navsarivilalporemunicipality.in પર થી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.
10. અધૂરી ફી, સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં.
11. આ જાહેરાત તથા
સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ
કારણસર ફેરફાર કરવાની કે
સંપૂર્ણ અથવા અંશત: રદ
કરવાની આવશ્યકતા ઊભી થાય તો
તેમ કરવાની તથા પસંદગી
કરવી કે ન કરવી
તે અંગે નગરપાલિકાનો સંપૂર્ણ
અબાધિત હક્ક/અધિકાર રહેશે.નગરપાલિકા આ માટે કોઈ
કારણો આપવા માટે બંધાયેલ
રહેશે નહિ જગ્યાઓની સંખ્યા
અંદાજિત છે.જે ફેરફારને
પાત્ર રહેશે. -
12 અનામત વર્ગના ઉમેધ્વાર સામાન્ય
જગ્યા પર અરજી કરે
છે તો અનામતનો કોઈ
લાભ મળવાપાત્ર રહેશે નહિ.અને
સામાન્ય વર્ગના ઉમેદ્વાર તરીકેની
શરતો લાગુ પડશે.
13. માન્ય તમામ સંવર્ગના ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનો અભ્યાસક્રમનિયામકશ્રી,અગ્નિશમન સેવા દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે.જે અંગેની જાણ માન્ય ઉમેદવારોને અલગથી કરવામાં આવશે.
14. સરકારશ્રીના નીતિ અનુસાર વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓની પ્રથમ નિમણુંક 5(પાંચ) વર્ષના ફિકસ પગારથી કરવામાં આવશે.વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓનો કરારીય સમયગાળો પુર્ણ થયેથી તેઓના નગરપાલિકાના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર પગાર-ભથ્થા મળવાપાત્ર થશે.
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો