ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, કચ્છ વોક ઇન ઇન્ટરવ્યુ
ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, કચ્છ જીલ્લામાં દીનદયાળ ઔષધાલય શરૂ કરવા માટે મેડીકલ ઓફિસર(MBBS)/મેડીકલ ઓફિસર(આયુષ)ની માસિક ફીક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે ૧૧(અગિયાર) માસના કરારથી જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. જેથી સંબધિત લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓક-ઇન-ઇન્ટરવ્યુ અન્વયે હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
કુલ જગ્યા ૧૮
જગ્યાનું નામ
૧ | મેડીકલ ઓફીસર (એમ.બી.બી.એસ.)
ફિક્સ માસિક મહેનતાનું ૩૦,૦૦૦/
૨ | મેડીકલ ઓફીસર (આયુષ) (BAMS/BHMS)
ફિક્સ માસિક મહેનતાનું ૨૩,૦૦૦
લાયકાત: MBBS/BAMS/BHMS
વય મર્યાદા : ૬૫ વર્ષથી વધુ નહી
તારીખ :૧૭ /૧/૨૦૨૨ સમય : ૧૧:૦૦ કલાકે , ત્યારબાદ દર સોમવારે (જાહેર રજા સિવાય) ખાલી જગ્યાઓ ભરાય નહીં ત્યાં સુધી
સ્થળ : આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભુજ-કચ્છ
ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ દર્શાવેલ સરનામે MBBS/AYUSH ડીગ્રીના ઓરીજનલ પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો, ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને આ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. મળેલ નિયુક્તિ તદન હંગામી ધોરણે તથા કરાર આધારિત નીચેની શરતોએ હોવા થી અન્ય કોઇ હક હિત મળવાપાત્ર થશે નહીં. તથા કરારની મુદ્દત પુરી થયે આપોઆપ નિયુક્તિની મુદ્દત સમાપ્ત થશે. |
દીનદયાળ ક્લીનીકની સેવાઓ સાંજે ૫:૦૦ કલાક થી ૦૯:૦૦ કલાક સુધી આપવાની રહેશે. પસંદગી પામેલ તબીબ દ્વારા એક પેરા મેડીકલ સ્ટાફ પોતાની જરૂરીયાત મુજબ રાખી શકશે. જેનો સંપુર્ણ ખર્ચ જે તે તબીબે પોતે ભોગવવાનો રહેશે તથા જરૂરી તબીબી તપાસના સાધનોની વ્યવસ્થા તબીબે સ્વ ખર્ચે કરવાની રહેશે. આ અંગે કોઇપણ પ્રકારની નાણાકીય સહાય મળવાપાત્ર થશે નહી.
ભરતી અંગે આખરી નિર્ણયની સત્તા માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની અને કમિટીમાં નગર પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી રહેશે.
૧૧ (અગિયાર) માસ બાદ ઉમેદવાર આપો-આપ છુટ્ટા ગણાશે.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી કચ્છ-ભુજ
જાહેરાત જોવા માટે: ClickHere
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો