GSET 2021ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે
ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) એ તાજેતરમાં પ્રોવિઝનલ આન્સર કી (23-01-2022) પ્રકાશિત કરી છે. આ માટેની વિગતો નીચે આપેલ છે.
26 ડિસેમ્બર 2021ના રોજ યોજાએલ GSET 2021ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે
Summary:
પરીક્ષાનું નામ: ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET)
પરીક્ષા તારીખ: ડિસેમ્બર 2021 (જાન્યુઆરી 2022)
જો કોઈ ઉમેદવારને આ આન્સર - કી અંગે કોઈપણ અસંતોષ હોય તો તેઓ નિયત સમય મર્યાદામાં આન્સર - કી સામે વાંધો રજૂ કરી શકશે. ઉમેદવાર આન્સર - કી માટેનો પોતાનો અભિપ્રાય લેખિત સ્વરૂપે યોગ્ય પ્રમાણભૂત પુસ્તકો / સાહિત્ય તથા પ્રશ્ન દીઠ રૂ. ૧૦૦૦/- (પ્રતિ પ્રશ્ન)ના "Member Secretary, GSET" ના નામના વડોદરા દેય ડિમાન્ડ ડ્રાફ્ટ સહિત, મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ (GSET), ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, B - બ્લોક, ”ચમેલી બાગ”, યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ પાસે, પ્રા. સી. સી. મેહતા રોડ રોડ , પ્રતાપગંજ, વડોદરા - ૩૯૦ ૦૦૨ ને આન્સર - કી સામે વાંધા અરજી કરવાની નિયત સમય મર્યાદા તા. ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ થી ૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી મોકલાવી શકશે. વાંધા અરજીના એન્વેલોપ પર "Grievance Regarding Answer Key(s) of GSET Examination" મથાળું મારવું. ઉમેદવારોએ મોકલેલા અભિપ્રાયોને નિષ્ણાતોની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. આન્સર - કી સામેના તમામ વાંધાઓના સ્વીકાર અંગે GSET એજન્સીનો નિર્ણય અંતિમ રહેશે અને તે મુજબ તૈયાર કરેલ અંતિમ આન્સર - કી ના આધારે GSET પરીક્ષાનું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે. તથા GSET પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આન્સર - કી સામેનો કોઇપણ વાંધો કોઈપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો: અહીં ક્લિક કરો
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો