ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, છોટાઉદેપુર જગ્યા ભરવાની જાહેર નિવિદા
સમાજ સુરક્ષા પ્રભાગ, (ગુજરાત સરકાર) ગાંધીનગર હસ્તકની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, છોટાઉદેપુરમાં સંકલિત બાળ સુરક્ષા યોજના (I.C.P.S) હેઠળ માટે ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ભરવા માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરનાં પુરાવા તથા કોમ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા ઉમેદવારો પાસેથી જરૂરી પ્રમાણપત્રો સાથે લેખીત અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ હાઉસ ફાધર (ગૃહપિતા)-૦૧
માસિક (માનદ વેતન) | ૧૩,૦૦૦/-
શૈક્ષણિક લાયકાત તથા અનુભવ
Proccess a Bachelor's degree of recognized University
ઉંમર ૨૫ થી ૪૦ વર્ષ
કોમ્યુટર જ્ઞાન પાયાનું જ્ઞાન ધરાવતા . હોવા બાબતનું પ્રમાણપત્ર
નોંધ :
૧. ઉક્ત જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૧૦ (દસ)માં પોતાની લેખીત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર વિગેરેની પ્રમાણિત નકલો સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, બ્લોક નં.બી-૪, ૨જો માળ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર-૩૯૧૧૬૫ ને મળે તે રીતે ફરજીયાત રજી. પોસ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી જ મોકલવાની રહેશે.
૨. અધુરી વિગતોવાળી તથા નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
3. ઇન્ટરવ્યુ/પસંદગી માટે જરૂરી નિયત પ્રકારની લાયકાત ધરાવતા ઉમેદવારોને જ કોલ લેટર મોકલવામાં આવશે. નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી ફાઇલ કરવામાં આવશે.
4. ઉક્ત કરાર આધારીત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ, છોટાઉદેપુરને આધીન રહેશે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
છોટાઉદેપુર.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો