બોરસદ નગરપાલિકા, બોરસદ ભરતી અંગેની જાહેરાત
બોરસદ નગરપાલિકા, બોરસદ બોરસદ નગરપાલિકામાં નીચે મુજબની જગ્યાઓ સરકારશ્રીના પ્રર્વતમાન ધારા ધોરણ અને સરકારશ્રીની મંજુરી મુજબની શરતોને આધીન ૫ (પાંચ) વર્ષ સુધી ફિક્સ પગારથી ભરતીથી ભરવા માટે જરૂરી લાયકાત તથા અનુભવ તથા શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારોની નિમણુંક કરવાની થતી હોઇ નીચે જણાવેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ – સફાઇ કામદાર
કુલ સંખ્યા ૯
શરતો :
1. શૈક્ષણીક લાયકાત : લખી વાંચી શકે તેવા
2. પ્રથમ પાંચ વર્ષ માટે સરકારશ્રીના નિયમ મુજબ માસિક ફિક્સ વેતન ચુકવવામાં આવશે. ત્યાર બાદ સંતોષકારક સેવા જણાયે થી સરકારશ્રીના પ્રર્વતમાન નિયમ અનુસાર નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. આ જગ્યાઓનું વેતન સરકારશ્રીના પ્રર્વતમાન નિયમ અનુસાર આ નગરપાલિકામાં અમલી પગારપંચ મુજબના માસિક ફિક્સ પગાર પ્રમાણે ચૂકવવામાં આવશે.
3. ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી તા. ૦૧/૦૧/૨૦૨ ૨ થી ૦૧/૦૨/ ૨૦૨૨ સુધીમાં મળી રહે તે મુજબ ચીફ ઓફિસરશ્રી, બોરસદ નગરપાલિકા તા.જી. આણંદ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ થી અગર સ્પીડ પોસ્ટથી અથવા કુરીઅર મારફતે મોકલી આપવાની રહેશે. તથા અરજી ફોર્મ નગરપાલિકાના મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમિયાન મેળવી શકાશે. અને તેમજ તેજ અરજી અત્રેની કચેરીએ જમા કરાવવાની રહેશે તેમજ ઉમેદવાર કઇ કેટેગરીમાં અરજી કરી શકે છે તે અરજીમાં સ્પષ્ટત દર્શાવવાનું રહેશે.
4. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નં. ૧ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર શૈક્ષણીક લાયકાતની સ્વ-પ્રમાણિત નકલ તથા અરજીમાં માંગવામાં આવેલ પુરાવાઓ રજુ કરવાના રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને ખોટા આધાર પુરાવા સામેલ રાખનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે અને તેવા ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
5. ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ,ગાંધીનગરના પત્ર ક્રમાંક: સીઆરઆર/૧૧/૨૦૨૧ ૪૫૦૯૦૦/ગ.પ., તા. ૧૪/૧૦૨૦૨૧ મુજબ સામાન્ય અરજદારની વય મર્યાદા ૧૮ વર્ષ થી ૩૪ વર્ષ સુધી રહેશે. જેમાં એસ.ટી.એસ.સી.ઓ.બી.સી. તથા સ્ત્રી ઉમેદવારો વિગેરેને સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે તથા જાહેરાત પ્રસિધ્ધની તારીખથી વયમર્યાદા ગણવાની રહેશે. પરંતુ તમામ પ્રકારની છૂટછાટની ગણતરી કરતા ઉમર ૪૫ વર્ષથી વધારે હોવી જોઇએ નહીં.
6. નિયામકશ્રી નગરપાલિકાની કચેરી, ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક : નપાનિ યુ.૧/વશી/૪૦૩૫ /૨૦૦૪ તા. ૦૩/૦૮/૨૦૦૪ મુજબ સરકારશ્રીએ નક્કી કરેલ શરતો અન્વયે તેમજ અમરેલી નગરપાલિકાના સ્પે. સી.એ.નંપ૭૪૬/૧૯૯૯ માં ચુકાદાને આધીન નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને જો યોગ્ય લાયકાત ધરાવતા હશે તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે અને તેઓને વયમર્યાદા લાગુ પડશે નહીં પરંતુ તેમણે પણ જન્મ તારીખનું પ્રમાણપત્ર અરજી સાથે ફરજીયાત જોડવાનું રહેશે.
7. અરજી ચકાસણી પછી યોગ્યતા ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે અલગથી જાણ કરવામાં આવશે.
8. અરજી સાથે ઉમેદવારે રૂા. ૩૦૦/- ફી પેટે ડીમાન્ડ ડ્રાફ્ટ કે પોસ્ટલ ઓર્ડર ચીફ ઓફિસર, બોરસદ નગરપાલિકાના નામથી આપવાનો રહેશે. નિયત ફી સિવાયની અરજી ધ્યાને લેવાની રહેશે નહીં. અનામત વર્ગના ઉમેદવારો પાસેથી કોઇ ફી લેવાની રહેશે નહીં. પરંતુ અરજી સાથે પછાત વર્ગ કે અનુ.જાતિ કે જન.જાતિનું સક્ષમ ઓથોરીટીનું સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.
9. આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિ આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ નથી.
10. આ જગ્યાઓ પ્રર્વતમાન રોસ્ટર રજીસ્ટરને ધ્યાને લઇને ભરવામાં આવશે.
11. અધુરી વિગત દર્શાવતી કે સમયમર્યાદા બહાર મળેલ અરજીઓ તેમજ આ જાહેર નિવિદાની પ્રસિધ્ધિ પહેલા બોરસદ નગરપાલિકામાં આપેલ અરજીઓ રદ ગણીને તેને ધ્યાને લેવામાં આવશે નહીં. ઈચ્છુક ઉમેદવારોએ નવેસરથી અને મુદતમાં અરજી કરવાની રહેશે.
12. અરજીઓ મંજુર કે નામંજૂર કરવાની સત્તા બોરસદ નગરપાલિકાની રહેશે. જેની તમામ હિત સંબંધ ધરાવનારાઓએ નોંધ લેવી.
બોરસદ નગરપાલિકા
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો