ભાયાવદર નગરપાલિકા ભરતી 2022
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભાયાવદર નગરપાલિકા કક્ષાએ PIU(પ્રોજેક્ટ ઈમ્પ્લીટ) મેલ ઉભો કરવા 11 માસના કરારથી 1 (એક) જગ્યા અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યૌજના અંતર્ગત ભાયાવદર નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ હેઠળ નીચે મુજબની ૪(ચાર) જગ્યાઓ એમ કુલ જગ્યા-૫, ભરવાની થાય છે. |
જગ્યાનું નામ સંખ્યા
(1) MIS/IT EXPERT- 1
લાયકાત/અનુભવ MCA/COMPUTER ENG(B.E/B.TECH) B.E.IT/ MScIT અને એક વર્ષનો અનુભવ
માસિક વેતન રૂ. ૧૫,000/-ની મર્યાદામાં |
(૨) બેક ઓફિસ એપ્રેન્ટીસ-2
લાયકાત ગ્રેજ્યુએટ
માસિક વેતન એપ્રેન્ટીસ યોજના મુજબ સ્ટાઈપેન્ડ
(3) વાયરમેન - 1
લાયકાત સરકાર માન્ય કોર્ષ
માસિક વેતન એપ્રેન્ટીસ યોજના મુજબ સ્ટાઈપેન્ડ
4) સર્વેયર - 1
લાયકાત આઇ.ટી.આઇ. સર્વેયર
માસિક વેતન એપ્રેન્ટીસ યોજના મુજબ સ્ટાઈપેન્ડ
શરતો
(૧) ઉપરોક્ત જગ્યા માટે નિયત મીનીમમ લાયકાતો ધરાવતાં ઉમેદવારોની જ અરજી ધ્યાને લેવામાં આવશે. ક્રમ નંબર 3 વાયરમેન ની જગ્યા માટે આઇ.ટી.આઇ, વાયરમેન/ઇલેક્ટ્રિશિયન નો કોર્ષ તથા ક્રમ નંબર -૪ માટે ITI. સર્વેયરનો કોર્ષ કરેલ હોવા અંગેનું NCVT / GCVT સર્ટીફીકેટ ધરાવનાર ઉમેદવાર જ અરજી કરી શકશે. બોનાફાઈડ સર્ટી ધ્યાને લેવામાં નહીં આવે. (2) ઉમૈદવારે અગાઉ કોઇપણ જગ્યાએ આ યોજના હેઠળ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઇએ. (3) એપ્રેન્ટીસ ને એપ્રેન્ટીસ એક્ટ, 1961 હેઠળ વધુમાં વધુ ૧૨ માસ માટે, તદન હંગામી અને કામ ચ લાઉ ધોરણે એપ્રેન્ટીસ તરીકે નિમણુંક આપવામાં આવશે. (4) નિમણુંક પામેલ એપ્રેન્ટીસને નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ ચુકવવા માં આવશે. તે સિવાયના કોઇ પણ પ્રકારના પગાર, વેતન, ભથ્થા વગેરે ચુકવવામાં નહી આવે (૫) ઉમેદવારોએ અરજી રૂબરૂ અથવા રજી.એડી. પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી ચીફ ઓફિસરશ્રી, ભાયાવદર નગરપાલિકાને ઉદેશીને બંધ કવરમાં તા.૨૮/01/૨૦૨૨ સુધી નગરપાલિકાને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદત બાદ જ થયેલ અરજી અમાન્ય રહેશે. (૬) કવર ઉપર જે જગ્યા માટેની અરજી હોય તેવું સ્પષ્ટ દર્શાવવું. (૭) ઉમેદવારની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી અને ૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહિ, અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ આપવામાં આવશે. ઉક્ત જગ્યા માટે ઉમેદવારોની પસંદગી અંગેનો હક ભાયાવદર નગરપાલિકાને અબાધિત રહેશે.
નગરપાલિકા ભાયાવદર
જાહેરાત જોવા માટે: Click Here
છેલ્લી તારીખ: જાહેરાતના 10 દિવસની અંદર. પ્રકાશન તારીખ (જાહેરાત પ્રકાશિત તારીખ 19-01-2022)
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો