રોજગાર ભારતી મેળો (નોકરી મેળો / એપ્રેન્ટિસ ફેર) ગાંધીનગર રોજગાર કાચરી
ગાંધીનગર જીલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો અને શ્રમિક નાગરિક જોગ
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના જરૂરિયાત વાળા નાગરિકોને યોજનાનો લાભ આપવા માટે ‘‘ગુડ ગવર્નન્સ ડે” ઉજવણીના ભાગ રૂપે “ “સુશાસન પખવાડિયું અંતર્ગત ગાંધીનગર જીલ્લાના રોજગારવાંછું યુવાઓને રોજગારી, એપ્રેન્ટીસ ભરતી તથા અન્ય તમામ શ્રમિક નાગરિકોને ઈ-શ્રમ કાર્ડ મળી શકે તે હેતુ તા. ૩૦/૧૨/ ૨ ૧ ના રોજ ઓડીટોરીયમ હોલ, સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, સેકટર-૧૨, ગાંધીનગર ખાતે સવારે ૯ કલાકે જીલ્લા કક્ષાના મેગા જોબફેર/એપ્રેન્ટીસ ફેર યોજાનાર છે. જેમાં ૧૦ થી વધુ ગાંધીનગર જીલ્લાની ખ્યાતનામ કંપનીઓ ભાગ લેશે, તથા આ સાથે ઈ-શ્રમિક નોંધણી કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જીલ્લાકક્ષાના મેગા જોબફેરમાં રોજગારવાંછું ઉમેદવારો કે જેઓ ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમાં કે ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની માત્ર નકલ કે બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે, તથા અસંગઠિત શ્રમિકો જેવા કે બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, આશા વર્કર બહેનો, ફેરિયાઓ, ઘરેલું કામદાર, રિક્ષા ડ્રાઇવર વગેરે કે જેમની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષની હોય તેવા શ્રમિક નાગરિકોએ કાર્યક્રમના દિવસે પોતાનું આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ સાથે હાજર રહેવાનું રહેશે. જેની ઈ-શ્રમિક કાર્ડ માટે સ્થળ પર નોંધણી કરવામાં આવશે. વધુ માહિતી માટે રોજગારવાંછું ઉમેદવારોએ જીલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર અને શ્રમિક નાગરિકોએ સરકારી શ્રમ કચેરી, ગાંધીનગરનો સંપર્ક કરવાનો રહેશે.
જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર
Important Links
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.