બોટાદ નગરપાલિક એપ્રેન્ટીસોની ભરતી
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકા, બોટાદમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી કરવાની હોઈ આ કામે તા.૨૮/૧૨/૨૦૨૧ થી તા.૧૦/૦૧/૨૦૨૨ સુધીમાં સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધીમાં બોટાદ નગરપાલિકા કચેરી ઓફીસ નં-૧૦, એસ્ટાબ્લીશમેન્ટ શાખામાંથી રૂબરૂમાં અરજી પત્રક મેળવી તા.૨૫/૦૧/૨૦૨૨ સુધીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, બોટાદ નગરપાલિકા, બોટાદના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહીત લખી મોકલી આપવાના રહેશે.
ટ્રેડનું નામ
લાયકાત - I.T.I પાસ
૧| કોમ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
૨ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર
૩ સર્વેયર
૪ વાયરમેન
વય મર્યાદા-૧૮ થી ૩૫ વર્ષ સુધી રહેશે.
સરકારશ્રીના નિયમોનુંસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
એપ્રેન્ટીશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણવામાં આવશે. તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહિ.
વર્ષ-૨૦૧૯ અને ત્યારપછી આઈ.ટી.આઈ.પાસ કરેલ ઉમેદવારો એ અરજી કરવાની રહેશે. તે સિવાયની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજી પત્રક સાથે રજુ કરવાના રહેશે.
બોટાદ નગરપાલિકા
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા
પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.