GPSC પ્રવેશપત્ર ડાઉનલોડ ૩૪-જાહેરાતોની પ્રાથમિક કસોટી
આયોગ દ્વારા નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની કુલ-૩૪ જાહેરાતોની “સામાન્ય અભ્યાસ" ની સંયુક્ત પરીક્ષા માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા તથા કોમન ઉમેદવારોએ પ્રવેશપત્ર ડાઉનલોડ કરતા પહેલા આપવાની થતી બાંહેધરી માટેની અગત્યની સૂચનાઓ તા.૧૩/૦૭/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ ૩૪ જાહેરાતોની આ કોમન પરીક્ષા હવે તા.૦૧/૦૮/૨૦૨૬ (શનિવાર)ના રોજ બપોરે ૩:૦૦ થી ૪:૦૦ દરમિયાન યોજવાનું આયોગ દ્વારા નિયત કરવામાં આવેલ છે.
આ બાબતે ઉમેદવારોએ નીચે મુજબની સૂચના ધ્યાને લેવાની રહેશે.
૧. પરીક્ષા કેંદ્રોમાં કોઈ ફેરફાર ન હોવાના કારણે, અગાઉ તા.૨૬/૦૭/૨૦૨૬ના રોજની પરીક્ષા માટે ઇસ્યુ કરવામાં આવેલ પ્રવેશપત્ર તા. ૦૧/૦૮/૨૦૨૬ ની પરીક્ષા માટે માન્ય ગણાશે. જે ઉમેદવારોએ અગાઉ પ્રવેશપત્ર ડાઉનલોડ કરેલ છે. તેઓએ નવેસરથી ડાઉનલોડ કરવાના રહેશે નહીં. જે ઉમેદવારોએ અગાઉ પ્રવેશપત્ર ડાઉનલોડ કરેલ નથી તેઓ તા.૨૮/૦૭/૨૦૨૬ બપોરે ૧:૦૦ કલાકથી પરીક્ષાની તારીખ સુધી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે. તા.૦૧/૦૮/૨૦૨૬ની પરીક્ષા માટે અલગથી નવું પ્રવેશપત્ર આપવામાં આવશે નહીં.
૨. પરીક્ષાનો સમય બપોરે ૩:૦૦ થી ૪:૦૦ હોવાથી ઉમેદવારોએ બપોરે ૦૧:૦૦ થી ૦૨:૧૫ સુધીમાં પરીક્ષા કેન્દ્ર ખાતે Main Gate થી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
૩. નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની આયોગની કુલ-૩૪ જાહેરાતોની "સામાન્ય અભ્યાસ" ની સંયુક્ત પરીક્ષા માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા તથા કોમન ઉમેદવારોએ પ્રવેશપત્ર ડાઉનલોડ કરતા પહેલા આપવાની થતી બાંહેધરી માટેની અગાઉ તા.13-7-2026 ना રોજ પ્રસિદ્ધ કરાયેલ અગત્યની https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/INRCSD-26072026.pdf તમામ સૂચનાઓ યથાવત રહેશે. નોટીસ नी
ઉપર મુજબની તમામ સૂચનાઓની સંબંધિત તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
Important Links
Notification: Click Here
Official website: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
