Type Here to Get Search Results !

કલેકટર કચેરી, ખેડા-નડીઆદ ભરતી Collector Office, Kheda-Nadiad Recruitment 2026

 કલેકટર કચેરી, ખેડા-નડીઆદ ભરતી 2026 

 

કલેકટર કચેરી, ખેડા-નડીઆદ કાયદા સલાહકાર ની જગ્યા માટે ભરતી 2026

કલેકટર કચેરી, ખેડા-નડીઆદ દ્વારા તાજેતરમાં કાયદા સલાહકારની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો કલેકટર કચેરી, ખેડા-નડીઆદ કાયદા સલાહકારની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: કલેકટર કચેરી, ખેડા-નડીઆદ

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

પોસ્ટ:  કાયદા સલાહકાર પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

કલેક્ટર કચેરી, ખેડા-નડીઆદ ખાતે ૧૧(અગિયાર) માસના કરાર આધારિત કાયદા સલાહકારની ૧(એક) જગ્યા માટે નિમણૂંક કરવાની છે. આ અંગેની અરજીઓ નીચેની લાયકાત/અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૧૫/૦૭/૨૦૨૬નારોજ ૧૫,૦૦ કલાક સુધીમાં કલેકટર કચેરી, ખેડા-નડીઆદ ખાતે મંગાવવામાં આવે છે. અરજીમાં ઉમેદવારનું નામ,જન્મતારીખ, રહેણાંકનું સ્થળ(કાયમી/હંગામી), મોબાઈલ નંબર, શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવાના રહેશે.

(૧) વયમર્યાદા: અરજદારની ઉંમર જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખના રોજ ૫૦(પચાસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

(૨) શૈક્ષણિકલાયકાત:

(૧)ડીગ્રી ઈન લો(સ્પેશ્યલ) અથવા એચ.એચ.સી પછી પાંચ વર્ષનો લો કોર્ષ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલ હોવો જોઈએ.

(૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો-૧૯૬૭માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

(૩) ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

(૩)અનુભવ :

(૧)નામ. હાઈકોર્ટની તાબા હેઠળની કોર્ટ, નામ. હાઈકોર્ટમાં એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ અથવા સરકારી બોર્ડ અથવા નિગમ અથવા કાયદા ધ્વારા સ્થાપિત લીમીટેડ કંપનીમાં કાયદાકીય બાબતોની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. (સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ના ઠરાવના પરિશિષ્ટ-૩માં જણાવેલ વિગતે અનુભવનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.)

(૨) ઉમેદવાર ગુજરાતી બોલવા, વાંચવા તથા લખવા તથા ગુજરાતીમાંથી અંગ્રેજી તથા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવા સક્ષમ હોવા જોઈએ. (સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ના ઠરાવના પરિશિષ્ટ-૩માં જણાવેલ વિગતે અનુભવનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.)

(૩) ઉમેદવારે અરજીપત્રક સાથે આનુષંગિક પુરાવા, તમામ માર્કશીટની પ્રમાણિત નકલ અને અનુભવનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

(૪) આ અંગેના અરજીપત્રકનો નમૂનો, લાયકાત, અનુભવ, બોલીઓ, શરતો, ફરજો તથા જવાબદારી વિગેરેની સંપૂર્ણ વિગતો અત્રેની કચેરીની મહેકમ શાખામાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં મેળવી શકાશે.

(૪)ડેકલેરેશન: કોઈ ગુન્હાહીત કૃત્યમાં સંડોવાયેલા નહી હોવા અંગેનું ડેકલેરેશન રજુ કરવાનું રહેશે. વધુમાં, જાહેરાતમાં આપેલ મુદત સુધીમાં રજુ થયેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરી અધૂરી વિગતો વાળી અરજીઓ તેમજ જરૂરી લાયકાત વગરની અરજીઓ તથા આધાર-પુરાવા વગરની અરજીઓ દફતરે કરવામાં આવશે. આ અંગે કોઈ વાંધા કે તકરાર ઉપસ્થિત થાય તો તેનો આખરી નિર્ણય અત્રેનો રહેશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 15-07-2026

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.