Type Here to Get Search Results !

RTE ગુજરાત પ્રવેશ Gujarat Admission 2026-27 ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે ઓનલાઈન અરજી કરો

 RTE ગુજરાત પ્રવેશ 2026-27 ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે ઓનલાઈન અરજી કરો

 

એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ:૨૦૨૬-૨૭ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે

ધોરણ- માં પ્રવેશની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ () હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ- માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ જૂન-૨૦૨૬નાં રોજ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે બાળકો યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

અગ્રતાક્રમ

1 અનાથ બાળક

2 સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક

3 બાલગૃહના બાળકો

4 બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો

5 મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪ () માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો (શિક્ષણ વિભાગના તા.૨૮/૦૫/૨૦૨૫ના જાહેરનામાં અન્વયે કેટેગરીના બાળકોને મહત્તમ ચાર વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.)

6 (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો

7 ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો

8 જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય તેવી દિકરી

9 થી ૨૦ આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુંટુબના બાળકો

10 અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરી ના બાળકો

11 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / આર્થિક રીતે નબળા વર્ગો (EWS) / વિચરતી અને વિમુકત જાતિના બાળકો. સદર કેટેગરીમાં વિચરતી અને વિમુકત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે.

12 રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો

13 સામાન્ય કેટેગરી (બિનઅનામત વર્ગ)ના બાળકો

નોંધ

અગ્રતાક્રમ (), (૧૦), (૧૧), (૧૨) અને (૧૩) માં આવતા બાળકો માટે શિક્ષણ વિભાગના તા.૧૩/૦૩/૨૦૨૫ના પત્ર મુજબ ગ્રામ્ય તથા શહેરી એમ બંને વિસ્તાર માટે વાર્ષિક રૂ. .૦૦ લાખની આવકમર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા. આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.

 

પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૦૪/૦૪/૨૦૨૬, શનિવારથી તા.૧૭/૦૪/૨૦૨૬, શુક્રવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા.કયાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો. તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ

પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

 

Gujarat RTE Admission 2026: ગુજરાતના બાળકોને ખાનગી શાળાઓમાં મોંઘી ફી ભર્યા વગર ભણાવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) યોજના હેઠળ શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા અને સામાજિક રીતે પછાત વર્ગના બાળકોને ધોરણ 1 થી નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવાનો છે. જો તમે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આ તકનો લાભ લેવા માંગતા હોવ, તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.

RTE હેઠળ મફત શિક્ષણ અને ઓનલાઇન અરજીની વિગતો - ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ મેળવવા માટેનું ઓનલાઇન પોર્ટલ આજથી, એટલે કે 4 એપ્રિલ 2026 થી ખુલી ગયું છે. વાલીઓ 17 એપ્રિલ 2026 ના રોજ બપોરે 12 વાગ્યા સુધી સત્તાવાર વેબસાઇટ rte.orpgujarat.com પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. આ યોજનાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગત વર્ષે 86,274 બેઠકો સામે 2.38 લાખથી વધુ અરજીઓ આવી હતી. તેથી, વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર સચોટ વિગતો સાથે ફોર્મ ભરી દે, જેથી બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ મળી શકે.

મફત શિક્ષણ સાથે આર્થિક સહાય પણ મળશે - આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે સરકાર માત્ર શાળાની ફી જ માફ નથી કરતી, પરંતુ બાળકના અન્ય શૈક્ષણિક ખર્ચાઓ જેવા કે પુસ્તકો, યુનિફોર્મ, બૂટ અને પરિવહન માટે દર વર્ષે 3,000 રૂપિયાની આર્થિક સહાય સીધી વાલીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ આર્થિક મદદથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર શિક્ષણનો આર્થિક બોજ હળવો થાય છે અને બાળક કોઈ પણ અવરોધ વિના ભણી શકે છે.

પ્રવેશ માટેની લાયકાતની વાત કરીએ તો, પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ તે અનિવાર્ય છે. વય મર્યાદા મુજબ, 1 જૂન 2026 ના રોજ બાળકની ઉંમર ઓછામાં ઓછી 6 વર્ષ પૂર્ણ હોવી જોઈએ. અરજી દરમિયાન વાલીઓએ બાળકના જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો (જેમ કે આધાર કાર્ડ કે રેશન કાર્ડ), જ્ઞાતિનું પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.

કેવી રીતે કરશો અરજી? - અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ rte.orpgujarat.com પર જઈને 'New Application' પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં બાળક અને પરિવારની તમામ વિગતો સાવધાનીપૂર્વક ભર્યા બાદ, રહેઠાણની આસપાસની શાળાઓની યાદીમાંથી તમારી પસંદગીની શાળાઓને અગ્રતા (Priority) ક્રમ મુજબ પસંદ કરવાની રહેશે. દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટ આઉટ લેવી જરૂરી છે. ફોર્મમાં કોઈ પણ ભૂલ પ્રવેશ રદ થવાનું કારણ બની શકે છે, તેથી માહિતી બે વાર ચકાસી લેવી હિતાવહ છે.

ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડે તો શું કરવું? - અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સારથી હેલ્પલાઈન ચલાવવામાં આવી રહી છે. જે માટે 9909922648 પર સંપર્ક કરી દરેક વાલી આરટીઈ હેઠળ પ્રવેશ માટેની વિગતો મેળવી શકે છે. અમદાવાદ શહેરમાં RTE હેલ્પલાઇન માટે ચાર કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવા અને સબમિટ કરવા તે તમામ વિગતો હેલ્પલાઇનમાં જણાવવામાં આવી રહી છે.

 જરૂરી દસ્તાવેજો
બાળકનું જન્મ પ્રમાણપત્ર
બાળક અને માતા-પિતાનો આધાર કાર્ડ
આવક પ્રમાણપત્ર (લાગુ પડે તો)
જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
રહેઠાણનો પુરાવો
ડોક્યુમેન્ટ લિસ્ટ જોવા માટે અહી ક્લિક કરો

 

માતા-પિતા / સંરક્ષકો માટે સૂચનાઓ

 પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ   SELF DECLARATION ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

FORM DOWNLAOD

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.