GTU CCC Exam Registration 2026: Notification Out for Course on Computer Concepts
Gujarat Technological University (GTU) CCC Exam Registration 2026: Notification Out for Course on Computer Concepts
GTU CCC (Course on Computer Concepts) એ એક મહત્વપૂર્ણ કોમ્પ્યુટર કોર્સ છે, જે ખાસ કરીને સરકારી નોકરી, પ્રમોશન અને ડિજિટલ સ્કિલ માટે જરૂરી બને છે. આ કોર્સમાં બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવે છે જેમ કે MS Office, Internet, Email, અને Digital Services. આજના સમયમાં ડિજિટલ યુગમાં આ કોર્સ દરેક માટે ઉપયોગી છે.
1. ઉમેદવાર પોતે ઓનલાઈન અરજી ફોર્મ ભરે એ અપેક્ષિત છે જેથી સાચી માહિતી દાખલ કરી શકાય.
2 ઓનલાઈન રજીસ્ટ્રેશન વેબસાઈટ https://ccc.gtu.ac.in/ ઉપર તા. ૦૪/૦૪/૨૦૨૬ સવારે ૧૧:૦૦ વાગ્યાથી તા. ૩૦/૦૪/૨૦૨૬ સાંજે ૦૬:૦૦ સુધી થઇ શકશે. આ દરમિયાન ઉમેદવારોએ પોતાનું નામ (સર્વિસબુક પ્રમાણે), મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, PAN (Permanent Account Number) અને ઉચ્ચ પગારધોરણ/બઢતી/લાંબાગાળાની નિમણૂંકની બહાલીની નિયત તારીખ લખવાની રહેશે. ઉપરોક્ત માહિતી પાછળથી બદલાશે નહિ. આ માહિતી દાખલ કરવાથી એક એપ્લીકેશન નંબર ઉમેદવારે દાખલ કરેલ ઈમેલ આઈડી પર ઇમેલમાં આવશે. ત્યારપછીના તમામ કાર્ય માટે આ એપ્લીકેશન નંબરનો ઉપયોગ કરવાનો રહેશે.
3. તા. ૦૪/૦૪/૨૦૨૬ સવારે ૧૧:૦૦ વાગ્યાથી ઉમેદવારે https://ccc.gtu.ac.in/ ઉપર પોતાનો એપ્લકેશન નંબર નાખીને માગેલી માહિતી ભરવાની રહેશે. એપ્લીકેશન ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય પછી સેવ કરીને તેની એક પ્રિન્ટ કોપી કાઢવાની રહેશે.
4.એક વખત એપ્લીકેશન ફોર્મ સેવ કર્યા પછી કોઈ જ માહિતી બદલી શકાશે નહિ.
5 પ્રિન્ટેડ એપ્લીકેશન ફોર્મમાં ઉમેદવારે યોગ્ય જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે. ઊપરાંત ખાતાના વડાની સહી તથા સિક્કો કરાવાના રહેશે.આ સહી તથા સિક્કા વગરના ફોર્મ અધુરા ગણાશે અને સ્વીકારવામાં આવશે નહિ.
6 પરીક્ષા ફી રૂ.૧૦૦ (માત્ર થીયરી પરીક્ષા માટે), રૂ.૧૦૦ (માત્ર પ્રેક્ટીકલ પરીક્ષા માટે), રૂ.૨૦૦ (થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષા માટે) છે જે ઉમેદવારે ઓનલાઈન ભરવાની રહેશે.
7 પ્રિન્ટેડ એપ્લકેિશન ફોર્મમાં જો ફોટો સ્પષ્ટ દેખાતો ના હોય તો ઉમેદવારે પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવી, ક્રોસ સહી કરવાની રહેશે.
8 એપ્લીકેશન ફોર્મ તથા કચેરી તરફથી મળેલ ઓળખપત્રમાં નામ સરખું હોવું જરૂરી છે. જો નામમાં તફાવત હશે તો ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
9 GTU-ચાંદખેડામાં નીચેનાં ડોક્યુમેન્ટ્સ વ્યક્તિગત આવીને અથવા સ્પીડપોસ્ટથી દર્શાવેલ સરનામાં પર (જાહેર રજાના દિવસો સિવાય) સુધીમાં પહોચાડવાના રહેશે.
a. ઓરીજીનલ એપ્લકેશન ફોર્મ ઉમેદવારની સહી તથા ખાતાના વડાની સહી અને સિક્કા સાથે.
b. પાનકાર્ડની એક નકલ
સરનામું:
કુલસચિવશ્રી,
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
જીટીયુ કેમ્પસ,વિસત ત્રણ રસ્તા ની પાસે,
વિસત-ગાંધીનગર હાઇવે, ચાંદખેડા,
અમદાવાદ - ૩૮૨૪૨૪, ગુજરાત
( Envelope ની ઉપરની બાજુમાં CCC EXAM APPLICATION FORM લખવાનું રહેશે.)
10 દરેક ઉમેદવારે પરીક્ષા દરમિયાન અસલ પાનકાર્ડ ફરજીયાત લાવવાનું રહેશે.
11 રજીસ્ટ્રેશન દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો ઉમેદવારે સ્વયં ccc@gtu.edu.in ઉપર ઈમેલ કરવો.
Link Description | Link |
Official Notification | |
Apply Online | |
Official Website |
Important Dates for 2026 Session | |
Online Registration Starts | 04/04/2026 (11:00 AM) |
Online Registration Ends | 30/04/2026 (06:00 PM) |
Hard Copy Submission Deadline | As per university working days (excluding public holidays) |
