ઝોનલ મેનેજર અને પ્રોજેક્ટ મેનેજરની જગ્યાઓ માટે RCM ગાંધીનગર ભરતી 2026
Gandhinagar bharti 2026: ગાંધીનગર ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની તમામ માહિતી આ લેખમાં આપેલી છે.
gandhinagar zonal and project manager Recruitment 2026: ગાંધીનગરમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ગાંધીનગર ઝોન દ્વારા ઝોનલ મેનેજર આઈટી અને પ્રોજેક્ટ મેનેજરની કુલ બે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જગ્યા માટે લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
ગાંધીનગર ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની તમામ માહિતી આ લેખમાં આપેલી છે.
ગાંધીનગર ભરતી 2026 ની મહત્વની માહિતી
સંસ્થા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ગાંધીનગર ઝોન
પોસ્ટ ઝોનલ મેનેજર આઈટી-1, પ્રોજેક્ટ મેનેજર
જગ્યા 2
એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ 21 ફેબ્રુઆરી 2026
ઈન્ટરવ્યુ સ્થળ નીચે આપેલું છે
ગાંધીનગરમાં નોકરીઓ અંતર્ગત પોસ્ટની વિગતો
ગાંધીનગર ઝોન અંતર્ગત ઝોનલ મેનેજર આઈટી ની એક જગ્યા અને પ્રોજેક્ટ મેનેજર (GUDC)ની એક જગ્યા 11 માસના હંગામી ધોરણને ભરવાની છે. આ માટે તારીખ 21 ફેબ્રુઆરી 2026ના રોજ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
શૌક્ષણિક લાયકાત
- ઝોનલ મેનેજર-IT - BE/B.TECH-IT/M.E/M.TECH-IT/BCA/MCA/BSC.IT/MSC-IT/B.TECH COMPUTER SCIENCE AND ENGINEERING અને બે વર્ષનો અનુભવ
- પ્રોજેક્ટ મેનેજર - પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન (સિવિલ) એન્જીનીયર અને 5 વર્ષનો અનુભવ, બીઈ(સિવિલ) અને 7 વર્ષનો અનુભવ, ડિપ્લોમા (સિવિલ) અને 10 વર્ષનો અનુભવ
પગાર ધોરણ
આ ભરતી 11 માસના કરાર આધારીત હંગામી ધોરણે હોવાથી આ બંને પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ ₹50,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
ઉમેદવારો માટે ખાસ સુચનો
- વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર રહેનારા તમામ ઉમદેવારો સવારે 11 કલાક પહેલા ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
- વય મર્યાદા સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ રહેશે
- નિમણુક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો કોઈ હક્ક પ્રસ્થાપિત થતો નથી
- નિમણૂક અંગેનો આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે.
ભરતી જાહેરાત
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ
તારીખ- 21-2-2026, શનિવાર
સમય - સવારે 11 કલાકે
સ્થળ - પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ગાંધીનગર ઝોન, ત્રીજો માળ, બ્લોક નંબર 14, જુના સચિવાલય સેક્ટર 10 એ, ગાંધીનગર
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
