ભાવનગર ટ્રાફીક બ્રિગેડ ભરતી 2026
ભાવનગર ટ્રાફીક બ્રિગેડ ની જગ્યાઓ માટે ભરતી 2026
ભાવનગર જીલ્લાના ભાવનગર મહાનગર પાલીકા તથા મહુવા પાલીતાણા, વલ્લભીપુર,શિહોર, ગારીયાધાર નગરપાલિકા વિસ્તારમાં નીચેની વિગતે ટ્રાફીકના સંચાલન અને નિયમન કરવા પોલીસને મદદરૂપ થાય તે માટે શ્રી ભાવનગર ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટ, દ્વારા માનદ વેતનથી કરાર આધારીત ટ્રાફીક બ્રિગેડ સ્વયંસેવકે ની ભરતી કરવા તેમજ વેઇટીંગ લીસ્ટમાં રાખવા માટે ભાવનગર પાલીતાણા, મહાનગર પાલીકા તથા, મહુવા, વલ્લભીપુર,શિહોર ગારીયાધાર નગરપાલિકા વિસ્તારના લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ભાવનગર
ભાવનગર જીલ્લામાં ટ્રાફીક બ્રિગેડની ભરતી
શહેર / તાલુકા સ્થળ
ભાવનગર મહાનગર પાલીકા વિસ્તાર
વલ્લભીપુર / શિહોર નગર પાલીકા વિસ્તાર
મહુવા /ગારીયાધાર નગર પાલીકા વિસ્તાર
પાલીતાણા નગર પાલીકા વિસ્તાર
-: ઉમેદવારની પસંદગીની લાયકાત :-
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ (SSC) પાસ કે તેથી વધુ હોવા જોઇએ.
ઉંમર :- ૧૮ થી ૩૫ વર્ષ વચ્ચે (તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ)
દોડઃ- પુરુષ ઉમેદવારે ૧૦૦૦ મીટર દોડ ૦૭(સાત) મિનિટમાં તથા મહિલા ઉમેદવારે ૫૦૦ મીટર દોડ ૦૪(ચાર) મિનિટમાં પુર્ણ કરવાની રહેશે.
ઉંચાઈ :- પુરૂષ માટે ૧૬૨ સે.મી. તથા મહિલાની ઉંચાઈ ૧૫૫ સે.મી. હોવી જોઇએ.
વજન :- પુરૂષ માટે ૫૦ કિ.ગ્રા. અને મહિલા માટે ૪૦ કિ.ગ્રા. હોવું જોઇએ.
ટુ-વ્હિલર ડ્રાઈવીંગ લાયસન્સ હોવું જોઈએ.
ઉમેદવાર સારી શારીરિક ક્ષમતા ધરાવતા હોવા જોઈએ.
ઉમેદવારે સારી ચાલચલગતનું પ્રમાણપત્ર જે તે પોલીસ સ્ટેશન પાસેથી મેળવી અરજી સાથે જોડવાનું રહેશે.
અગાઉ ટ્રાફિક સેવક/હોમગાર્ડ/જી.આર.ડી./એસ.આર.ડી.માં ફરજ બજાવી ચુકેલ વ્યક્તિએ અરજી કરવી નહિ.
ઇન્ટરવ્યું :- ટ્રાફીક તથા સામાન્ય જ્ઞાનને લગત ઈન્ટરવ્યુ
નોંધ :- પસંદગી શારીરીક દોડમાં પાસ થયા બાદ જ ઇન્ટરવ્યુંના મેરીટના આધારે કરવામાં આવશે.
-: ભરતી સ્થળ:-
સ્થળ:- પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ભાવનગર
-: પસંદગી દરમ્યાન વિશેષ લાયકાતને અગ્રીમતા
(૧) NCC (૨) નિવૃત લશ્કરીદળ/અર્ધલશ્કરીદળના જવાન (૩) કોમ્પ્યુટરનું જ્ઞાન (૪) હેવી ડ્રાઇવીંગ લાયસન્સ ધારક (૫) પોલીસ પરિવારના સંતાન (૬) રાજ્ય કક્ષાએ રમત-ગમતમાં ભાગ લીધેલ હોય (૮) ઉચ્ચ શૈક્ષણીક લાયકાત.
સૂચનાઓ
(૧) ઉમેદવારોએ તા.૧૯/૦૧/૨૦૨૬ થીતા.૨૫/૦૧/૨૦૨૬ સુધીમાં ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ C/O ટ્રાફિક શાખા,ક્લેક્ટરની સામે ભાવનગર ખાતેથી કચેરી સમય દરમ્યાન અસલ ફોર્મ જાતે મેળવી તા.૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમ્યાન જ ફોર્મ ભરી રજુ કરવાનું રહેશે. અસલ ફોર્મજ માન્ય ગણાશે ઝેરોક્ષ વાળુ ફોર્મ માન્ય ગાણશે નહી તે રદ કરવામાં આવશે. (૨) ઉમેદવારો સ્થાનિક મહાનગર પાલીકા/નગરપાલિકાનાજ વતની હોવા જોઇએ અથવા ૮ કિ.મી વિસ્તરાની ત્રિજયામાં ઉમેદવારોએ રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, લાઇટબીલ, વેરાબીલ પૈકી કોઇ પણ બે (૩) આધાર પુરાવા તરીકે અસલ તથા તેની નકલ-૦૨ ફરજીયાત સાથે લાવવાની રહેશે. (૩) શૈક્ષણિક પુરાવા તરીકે SSC કે તેનાથી ઉચ્ચ અભ્યાસ પાસ કર્યા સુધીની તમામ માર્કશીટ અસલ તથા તેની નકલ - ૦૧ સાથે લાવવાની રહેશે. (૪) જન્મ તારીખના પુરાવા તરીકે સ્કુલ લીવીંગ સર્ટી અસલ તથા તેની નકલ -૦૧ સાથે લાવવાની રહેશે. (૫) વિશેષ લાયકાતના અને અનુભવના પ્રમાણપત્રો અસલમાં તથા તેની નકલ-૦૧ સાથે રાખવી. (5) પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટા-૦૨ સાથે લાવવાના રહેશે. (૭) ઉમેદવારોએ માન્ય ડો.શ્રીનું ફીટફોર નું મેડીકલ સર્ટીફીકેટ તેમજ ઉમેદવારે સારી ચાલચલગતનું પ્રમાણપત્ર જે તે પોલીસ સ્ટેશન પાસેથી મેળવી અરજી સાથે જોડવાનું રહેશે. ઉમેદવારે ભરતી પ્રક્રિયામાં પોતાના ખર્ચે તથા પોતાની જવાબદારીએ આવવાનું રહેશે શારીરિક કસોટી દરમ્યાન કોઇ પણ પ્રકારની તકલીફ થયે ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ કે પોલીસ વિભાગ જવાબદાર રહેશે નહીં.
ભરતી પ્રક્રિયા માટે હાજર રહેનાર માનદ સેવકને કોઇ પણ જાતનું માનદ વેતન ચુકવવામાં આવશે નહીં.
માનદ સેવા અંગેની નિમણુંક તદ્દન હંગામી અને ખાનગી ધોરણે છે જેથી ઉમેદવારે માનદ સેવક તરીકે નિમણુંક મેળવ્યા બાદ કોઇ પણ કારણોસર નોકરીમાંથી છુટા કરવામાં આવે તો કોઇ પણ પ્રકારનો નોકરીનો હક દાવો કરી શકશે નહી.
માનદ સેવકોને ફરજ બજાવવા પેટે પ્રતિ દિન રૂપિયા ૩૦૦/- ચૂકવવામાં આવશે તે સિવાય કોઇ પણ પ્રકારનું વેતન ચૂકવવામાં આવશે નહી સરકારશ્રી ના નિયમોનું સાર દૈનીક વતનમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવેશ તે તે મુજબ માનદ વૈતન ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ ભાવનગર દ્વારા વેતન ચુકવણી કરવામાં આવશે. શારીરિક કસોટી અને ઇન્ટરવ્યુ એક જ દિવસમાં પુર્ણ કરવામાં આવનાર હોય ઉમેદવારે સંપૂર્ણ તૈયારીમાં આવવાનું રહેશે.
ભરતી પ્રક્રિયાના દિવસે સવારે ક.૦૬/૦૦ થી ક.૦૮/૩૦ સુધીમાં ભરતીના સ્થળે પ્રવેશ મેળવવાનો રહેશે.
ઉમેદવારે નિમણૂંક પામ્યા બાદ મહે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરનાઓના વખતો વખતના આદેશ પરિપત્રો બંધન કરતા રહેશે
ઉમેદવારો તરફથી મળેલ ફોર્મની ચકાસણી કરી ભરતી તારીખ અંગે ઉમેદવારોને અલગથી જાણ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 31-01-2026
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
