Type Here to Get Search Results !

ઓનલાઈન પધ્ધતિ દ્વારા જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની જિલ્લા આંતરિક બદલી અંગેની Regarding intra-district transfer of primary teacher/educational assistant

ઓનલાઈન પધ્ધતિ દ્વારા જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની જિલ્લા આંતરિક બદલી અંગેની


 

 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી બ્લોક નં.૧૨, પહેલો માળ, ડો.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર.

જાહેરાત વર્ષ: ૨૦૨૫-૨૬

જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક (ધો. થી ) અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ (ધો. થી વિષયવાર) તમામ માધ્યમના શિક્ષક/વિદ્યાસહાયકોની જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં શિક્ષણ વિભાગના બદલી ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ (ભાગ-) તા.૧૧/૦૫/૨૦૨૩ અને ત્યારબાદના વખતોવખતના સુધારા ઠરાવની જોગવાઈઓ ધ્યાને લઈને જિલ્લામાં આંતરિક બદલી કરાવવા ઈચ્છતા શિક્ષક/વિદ્યાસહાયક પાસેથી નિયત નમુનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તમામ જિલ્લા શિક્ષણ સમિતિઓ અને મહાનગરપાલિકા/નગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકના શિક્ષક/વિદ્યાસહાયક બદલી અંગેની ઓન-લાઈન અરજી તા. ૧૭/૧૨/૨૦૨૫ ના ૧૨.૦૦ કલાક થી તા. ૧૯/૧૨/૨૦૨૫ ના ૨૩.૫૯ કલાક દરમ્યાન www.dpegujarat.in ઉપર મુકવામાં આવેલ સુચના મુજબ કરવાની રહેશે.

. જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક (વિષયવાર) શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, આંતરિક બદલી અંગેની અરજી ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી www.dpegujarat.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગાઓ માટે સામાન્ય તબક્કા માટે નિયત સમય પત્રક મુજબ અરજી કરવાની રહેશે. તે અંગે અલગથી જાહેરાત આપવામાં આવશે નહી.

. વેબસાઈટ ઉપર આપેલી સુચનાઓ અનુસરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી વેબસાઈટ જોવાની રહેશે.

. શિક્ષણ વિભાગના તા. ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ:- G(13) માં કરવામાં આવેલ જોગવાઈ મુજબ જિલ્લા આંતરિક બદલી અંગેનો હુકમ કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહી જે ધ્યાને લેશો.

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.