ઈન્ડિયન બેંક ભરતી 2025
ઈન્ડિયન બેંક ફાયર સેફ્ટી ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી 2025
ઈન્ડિયન બેંક દ્વારા તાજેતરમાં ફાયર સેફ્ટી ઓફિસરની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઈન્ડિયન બેંક ફાયર સેફ્ટી ઓફિસરની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ઈન્ડિયન બેંક
કુલ ખાલી જગ્યા: 6 પોસ્ટ્સ
પોસ્ટ: ફાયર સેફ્ટી ઓફિસર પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
નેશનલ ફાયર સર્વિસીસ કોલેજ (NFSC), નાગપુરમાંથી B.E. (ફાયર) અથવા ફાયર ટેકનોલોજી/ફાયર એન્જિનિયરિંગ/સેફ્ટી એન્ડ ફાયર એન્જિનિયરિંગમાં B.Tech/B.E. ધરાવતા ઉમેદવારો, અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને નેશનલ ફાયર સર્વિસીસ કોલેજ, નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર કોર્સ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારો પાસે ફાયર ઓફિસર તરીકે 3 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
ફાયર સેફ્ટી ઓફિસર માટે વય મર્યાદા
1 નવેમ્બર, 2025 સુધીમાં ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 23 વર્ષ અને ઓછામાં ઓછી 40 વર્ષની હોવી જોઈએ.
અરજી ફી
SC/ST/PwBD ઉમેદવારોએ ₹175 ની અરજી ફી ચૂકવવાની રહેશે. અન્ય તમામ ઉમેદવારોએ ₹1000 ની અરજી ફી ચૂકવવાની રહેશે. આ ભરતી અંગે વધુ માહિતી માટે, ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા અરજી ફોર્મેટ ડાઉનલોડ કરવું પડશે અને તેમની બધી વિગતો હાથથી ભરવી પડશે. જરૂરી બધા દસ્તાવેજો સાથેની અરજી 21 નવેમ્બર 2025 સુધીમાં મળી જાય એ રીતે મોકલવાની રહેશે.અરજી કરવર પર ‘કોન્ટ્રાક્ટ બેસિસ પર ફાયર સેફ્ટી ઓફિસરની પોસ્ટ માટે અરજી – 2025’ નો ઉલ્લેખ કરવાનું ભૂલશો નહીં.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 21-11-2025
અરજી કરવાનું સરનામું
ચીફ જનરલ મેનેજર (CDO & CLO), ઇન્ડિયન બેંક, કોર્પોરેટ ઓફિસ, HRM વિભાગ, ભરતી વિભાગ, 254-260, અવ્વૈ ષણમુગમ સલાઈ, રોયાપેટ્ટા, ચેન્નાઈ, PIN-600014, તમિલનાડુ
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
