Type Here to Get Search Results !

પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા ભરતી PM POSHAN YOJANA SABARKANTHA bharti 2025 | Apply for Project Coordinator & Taluka MDM Supervisor Posts

 પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા ભરતી 2025

 

પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025

પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા દ્વારા તાજેતરમાં પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

પી.એમ.પોષણ યોજના, બ્લોક-સી, સી-૧૦૬, ૧ લો માળ, ક્લેક્ટર કચેરી સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં પી.એમ.પોષણ યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની

જાહેરાત (વર્ષ-૨૦૨૫-૨૬)

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે,

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા

 

કુલ ખાલી જગ્યા: 8 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

પ્રોજેકટ કો-ઓર્ડિનેટર 01 પોસ્ટ્સ

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર 07પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

(૧) પ્રોજેકટ કો-ઓર્ડીનેટર:-

શૈક્ષણિક લાયકાતઃ

(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦ % ગુણાંકન સાથેની સ્નાતકની પદવી.

(૨) સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી.ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે.

(૩) માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડીગ્રીવાળાને અગ્રીમતા આપવી.

અનુભવ ::-

(૧) ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ ફરજીયાત.

(૨) ડી.ટી.પી. (ડસ્કટોપ પબ્લિકેશન)ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.

(૩) આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા આપવી.

(૪) પી.એમ.પોષણ યોજના(મ.ભો.યો) નો અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

વયમર્યાદા :-

(૧) અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી કે ૫૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

(૨) તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર : (નાયબ મામલતદાર,મ.ભો.યો. અને કેળવણી નિરીક્ષકની ખાલી જગ્યા.)

શૈક્ષણિક લાયકાતઃ

(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ ઈન હોમ સાયન્સ/ફુડ એન્ડ ન્યુટ્રીશીયન/સાયન્સની ડીગ્રી.

(૨) ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે.

અનુભવ ::-

(૧) ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.

(૨) પી.એમ.પોષણ યોજના(મ.ભો.યો) ના અનુભવવાળાને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

વયમર્યાદા :-

(૧) અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી કે ૫૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

Salary

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર

માસિક મહેનતાણું રૂા.૧૮,૦૦૦ ફિકસ

તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર

માસિક મહેનતાણું રૂા.૨૫,૦૦૦ ફિક્સ

 

પી.એમ,પોષણ યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજનાની કચેરીમાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/ સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, એમ.ડી.એમ. શાખા કલેકટર કચેરી, પોલોગ્રાઉન્ડ હિંમતનગર, સાબરકાંઠા ખાતે તા. ૦૩/૧૧/૨૦૨૫ના રોજ ૧૮:૧૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી. અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત,વય મર્યાદા, અનુભવ,નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણાં અંગેની સૂચનાઓ /માર્ગદર્શિકા જે www.sabarkantha.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જીલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ /પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના ધ્વારા લેખિત/ઈ-મેઈલ ઘ્વારા જણાવવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 03-11-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

અરજી અંગેનું ફોર્મ:  અહી ક્લિક કરો
 

Official Website: www.sabarkantha.gujarat.gov.in

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.