મહેસાણા મહાનગરપાલિકા ભરતી 2025
મહેસાણા મહાનગરપાલિકા સિવિલ એન્જીનીયર અને એમ.આઈ.એસ. એક્સપર્ટ ની જગ્યાઓ માટે ભરતી 2025
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સિવિલ એન્જીનીયર અને એમ.આઈ.એસ. એક્સપર્ટની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મહેસાણા મહાનગરપાલિકા સિવિલ એન્જીનીયર અને એમ.આઈ.એસ. એક્સપર્ટની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
મહેસાણા મહાનગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નીચે જણાવેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી રાખવાના હોઈ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૩૦/૧૦/૨૦૨૫ સુધીમાં મહાનગરપાલિકામાં ફક્ત આર.પી.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ થી અરજીઓ પહોચાડવાની રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: મહેસાણા મહાનગરપાલિકા
કુલ ખાલી જગ્યા: 2 પોસ્ટ્સ
પોસ્ટ: સિવિલ એન્જીનીયર અને એમ.આઈ.એસ. એક્સપર્ટ પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
Civil Engineer
An Engineer With specialization in public health or civil engineering, Ability to assist ULBs to set standards and procedures for ensuring quality and monitoring compliance. Prior experience as Municipal Engineer is desirable
MIS Expert
Degree in Computer Science or Electronics or MCA/PGDCA or Mathematics/Statistics, Experience In Govt./semi Govt./autonomous organizations/private company. Exposure in handling MIS tools & project management, database management software, Ability to work in a team and train staff to use the system.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
માસિક ફિક્સ પગાર
Civil Engineer
Degree 35000
PG 40000
MIS Expert
Degree 35000
PG 40000
શરતો :
૧. ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી, બાયોડેટા, બે કલર પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફસ, શૈક્ષણિક લાયકાત, ઉમર અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સામેલ રાખવી તેમજ કવર ઉપર જગ્યાનું નામ દર્શાવવું.
૨. અરજદારે પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૩૦/૧૦/૨૦૨૫ સુધીમાં ફક્ત આર.પી.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ થી મહેસાણા મહાનગરપાલિકા કચેરી ખાતે મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ તથા જાહેરાત પ્રસિદ્ધ થયા પહેલાની આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
૩. અરજદારશ્રીની વયમર્યાદા સરકારશ્રીએ નક્કી કરેલ ધારાધોરણ મુજબની રહેશે.
૪. પસંદગી પામેલ ઉમેદવારે નગરપાલિકા સાથે ધોરણસરના કરાર કરવાના રહેશે.
૫. પસંદગી પામેલ ઉમેદવારને સરકારશ્રીના નાણા વિભાગના પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન મુજબના ફિક્સ પગાર સિવાય મહાનગરપાલિકાના અન્ય કોઈ લાભો મળવાપાત્ર થશે નહી. તેમજ ભવિષ્યમાં અન્ય કોઈ લાભો કે કાયમી નિમણુક માટે કોઈ પણ પ્રકારનો હક્ક દાવો કરી શકશે નહી.
૬. ઉપરોક્ત જગ્યામાં મહાનગરપાલિકાનો અનુભવ ધરાવતા હશે તેમને અગ્રતાક્રમ આપવામાં આવશે.
૭. ઉપરોક્ત જગ્યાઓ ફક્ત કામચલાઉ ધોરણે ૧૧ માસના કરારથી ભરવાની છે.
૮. આ સિવાય મહાનગરપાલિકા જે સૂચવે તે શરતો માન્ય ગણવાની રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 30-10-2025
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.