મહેસાણા જિલ્લા ભરતી 2025 – વોક-ઇન-ઇન્ટરવ્યુ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી
કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ - મહેસાણા માટે ૧૧ માસનાં કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ભરવા માટે તા: ૦૪-૧૦-૨૦૨૫ ના રોજ માટે ઇન્ટરવ્યુ યોજાનાર છે. જેમાં રજીસ્ટ્રેશન સમય સવારે ૦૯.૦૦ કલાકે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, બ્લોક નં -૨ ત્રીજો માળ, બહુમાળી ભવન - મહેસાણા ખાતે સંબંધિત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી તમામ શૈક્ષણીક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા, બે પાસપોર્ટ સાઇઝના ફોટા પોતાની લેખીત અરજી સાથે સ્વ ખર્ચે ઉપસ્થિતરહેવા જણાવવામાં આવેછે.
📅 ઇન્ટરવ્યુની તારીખ: 04-10-2025
⏰ સમય: સવારે 11:00 વાગ્યે
📍 સ્થળ: જિલ્લા સમાજ
સુરક્ષા કચેરી,
બીજા
માળે,
બાકુભાઈ બિલ્ડિંગ, મહેસાણા
લાયક ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુ માટે હાજર થવા વિનંતી કરવામાં આવે છે.
📌 ખાલી જગ્યાઓની વિગતો
ક્રમ |
પદનું નામ |
શૈક્ષણિક લાયકાત |
ઉંમર |
અનુભવ |
માસિક વેતન |
1 |
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી (District Child Protection Officer) – 1 |
પોસ્ટ ગ્રેજ્યુએટ (સોશિયલ વર્ક/સોસિયોલોજી/ચાઈલ્ડ ડેવલપમેન્ટ/હ્યુમન રાઈટ્સ/પબ્લિક એડમિનિસ્ટ્રેશન) |
25 થી 40 વર્ષ |
ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ (Govt./NGO) + કમ્પ્યુટર જ્ઞાન |
₹44,023/- |
2 |
આર્ટ & ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર – 1 |
3 વર્ષનો મ્યુઝિક વિશારદ કોર્સ/ATD/BA in Music |
21 થી 40 વર્ષ |
ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ |
₹12,318/- |
3 |
હાઉસ કીપર – 1 |
10મા ધોરણ પાસ |
21 થી 40 વર્ષ |
- |
₹11,761/- |
4 |
રસોઈયા (Cook) – 2 |
10મા ધોરણ પાસ |
21 થી 40 વર્ષ |
- |
₹12,062/- |
5 |
હેલ્પર કમ નાઇટ વોચમેન – 2 |
10મા ધોરણ પાસ |
21 થી 40 વર્ષ |
- |
₹11,761/- |
6 |
એજ્યુકેટર (Educator) – સરકારી ચિલ્ડ્રન હોમ, બાલાશ્રમ, નડતર – 1 |
PTC/ B.Ed. |
21 થી 40 વર્ષ |
ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ |
₹12,318/- |
📂 મહત્વપૂર્ણ સૂચનાઓ
1) ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે ઉમેદવારે સમય ૧૧:૦૦ કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, સમયબાદ આવેલ ઉમેદવારની ઉમેદવારી માન્ય ગણાશે નહી.
21 ઉંમર જાહેરાતની તારીખે માગ્યા મુજબ હોવી જોઇશે.
૩) કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજનાની માર્ગદર્શિકા અનુસાર ઉંમર, શૈક્ષણીક લાયકાત, પગાર ધોરણ અને અનુભવ માન્ય ગણાશે જે તમામ ફેરફાર બંધનકર્તા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો અબાધિત અધિકાર જિલ્લા ભરતી સમીતી મહેસાણા નો રહેશે.
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.