Type Here to Get Search Results !

SEB Teacher Eligibility Test-I (TET-I)-2025 Notification 2025

Teacher Eligibility Test-I (TET-I)-2025 Notification 2025

 

SEB TET 1 exam પરીક્ષા ઓનલાઈન અરજી apply on line form

"શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૫ જાહેરનામું"

"Teacher Eligibility Test-I (TET-I)-2025 Notification"

શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક, તા:૨૭-૦૪-૨૦૧૧ તથા તા:૧૪-૦૭-૨૦૧૧ અને તા:૦૩-૦૫-૨૦૧૨ અને તા:૧૮-૦૫-૨૦૧૨ના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની નિમણૂંક માટેના ધારા-ધોરણો નિયત થયેલ છે.

શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : પીઆરઇ- ૧૧૧૧-૭૧૧- ક, તા:૨૭-૪-૨૦૧૧ થી પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી-I" યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.

પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-I-૨૦૨૫ (Teacher Eligibility Test-1-2025) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

Teacher Eligibility Test-1 વિશે વિગતો

 

જાહેરાત નંબર

જાહેરનામાં ક્રમાંક:રાપબો /TET-I /૨૦૨૫/1 2028-12140

 

સંસ્થાનું નામ:

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર

 

Exam Name :

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૫

Teacher Eligibility Test-I (TET-I)-2025

 

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) નો કાર્યક્રમ:

તારીખ/સમયગાળો

1 જાહેરનામું બહાર પાડવાની તારીખ

તારીખ/સમયગાળો

૧૪/૧૦/૨૦૨૫

2 વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ

તારીખ/સમયગાળો

૧૫/૧૦/૨૦૨૫

3 ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો

તારીખ/સમયગાળો

૨૯/૧૦/૨૦૨૫ થી ૧૨/૧૧/૨૦૨૫

4 નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો

તારીખ/સમયગાળો

૨૯/૧૦/૨૦૨૫ થી ૧૪/૧૧/૨૦૨૫

5 પરીક્ષાનો સંભવિત માસ/તારીખ

૧૪ ડિસેમ્બર ૨૦૨૫

 

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૫ ભરતી કોણ અરજી કરી શકે

 

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) લાયકાત:

પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે રાજ્ય સરકાર દ્રારા નક્કી થયેલ અને તેમાં વખતોવખત થતા સુધારાવધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવાર જ આ શિક્ષક યોગ્યતા કસોટી-I" માટે ઉપસ્થિત થઈ શકશે.

(i)શૈક્ષણિક લાયકાત:

ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ

અને

(ii)તાલીમી લાયકાત:

(ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed

અથવા

(ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી (B.EL.ED)

અથવા

(ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)

શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) ભરતી એપ્લિકેશન મોડ :

ઓનલાઈન

 

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) ભરતી 2025 અરજી ફી

પરીક્ષા ફી :

SC, ST, SEBC, PH, EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.

કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.

* ફી ભરવાની પધ્ધતિ:

ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે "Print Application/Pay Fees" ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ Online Payment" ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં "Net Banking of fee" અથવા "Other Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.

ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈ-મેલ (gseb21@gmail.com) થી સંપર્ક કરવાનો રહેશે.

 

કસોટીનું માળખુ:

આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question Based-MCQS) રહેશે.

આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી ૧૫૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૨૦ મિનિટનો રહેશે.

આ કસોટીના તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.

દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.

કસોટીનું માળખુ ઠરાવ ક્રમાંક:પીઆરઇ/૧૧૧૧-૭૧૧-ક તા.૨૭/૦૪/૨૦૧૧

અભ્યાસક્રમનો માળખુ સુધારા ઠરાવ ક્રમાંક: પીઆરઇ/૧૧૧૧/૭૧૧/ક તા.૦૮/૧૦/૨૦૨૫

પરીક્ષાના સમયનો સુધારા ઠરાવ ક્રમાંકઃપીઆરઇ/૧૧૧૧/૭૧૧/ક તા.૧૦/૦૯/૨૦૨૫

પરીક્ષાની માર્કશીટની વેલેડિટી બાબતનો ઠરાવ તા.૧૦/૦૯/૨૦૨૫

ક્રમાંક:પીઆરઇ/૧૧૨૦૨૧/સી.ફા.-૦૭/ક

કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે.

 

કસોટી/પરીક્ષા કેન્દ્ર:

કસોટી/પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવાની રહેશે.

 

પ્રશ્નપત્રના માધ્યમ:

શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ-૧૧૧૨-સીંગલ ફાઇલ-૭-ક, તા:૨૬/૦૪/૨૦૧૨ માં નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.)

ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે.

ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે.

ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદનપત્ર ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે.

 SEB-Teacher-Eligibility-Test-I-(TET-I)-2025 Syllabus

 


શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) ભરતી કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 


 

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) ભરતી મહત્વપૂર્ણ તારીખ

તારીખ/સમયગાળો

1 જાહેરનામું બહાર પાડવાની તારીખ

તારીખ/સમયગાળો

૧૪/૧૦/૨૦૨૫

2 વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ

તારીખ/સમયગાળો

૧૫/૧૦/૨૦૨૫

3 ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો

તારીખ/સમયગાળો

૨૯/૧૦/૨૦૨૫ થી ૧૨/૧૧/૨૦૨૫

4 નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો

તારીખ/સમયગાળો

૨૯/૧૦/૨૦૨૫ થી ૧૪/૧૧/૨૦૨૫

5 પરીક્ષાનો સંભવિત માસ/તારીખ

૧૪ ડિસેમ્બર ૨૦૨૫

 

 

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) ભરતી મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે: 

 અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે:

 અહી ક્લિક કરો

 રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ૨૯/૧૦/૨૦૨૫ થી ૧૪/૧૧/૨૦૨૫

વધુ માહિતી માટે જોવા માટે: 

 અહી ક્લિક કરો

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.