Type Here to Get Search Results !

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સ્ટેનોગ્રાફર ભરતીGSSSB Gujarati Stenographer Recruitment 2024

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 ભરતી


 

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટેની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને ખાતાના વડાની કચેરી હસ્તકની તાંત્રિક સંવર્ગની ભરતી બહાર પાડી છે. ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ની જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ગુજરાતી સ્ટેનોગ્રાફર પોસ્ટની વિગતો, વય મર્યાદ, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)

પોસ્ટ

સ્ટેનોગ્રાફર ગ્રેડ-2

જગ્યા

34

વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ

વયમર્યાદા

20થી 40 વર્ષ વચ્ચે

અરજી કરવાની છેલ્લી તારીખ

19-12-2024

ક્યાં અરજી કરવી

https://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની વિગતો

કેટેગરી

જગ્યા

બિન અનામત

10

આર્થિક રીતે નબળા વર્ગ

2

અનુ. જાતિ

2

અનુ.જન.જાતિ

14

સા.શૈ..વર્ગ

6

કુલ

34

ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતો જોઈએ
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગે પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ

વય મર્યાદા

ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ. અનામત વર્ગ અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. ઉમેદવારની ઉંમર 19-12-2024ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે.

પગાર ધોરણ

ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, વર્ગ-3 પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદવારોને કરાર આધારિત નિમણૂક દરમિયાન પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્યારબાદ ઉમેદવારની કામગીરી સંતોષ કારક જણાયા બાદ કાયમી ધોરણે નિમણૂક મળવા પાત્ર છે.

અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા સરકારી ભરતી માટેની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જવું
  • અહીં કરંટ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતી અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં GSSSB ભરતી ઉપર ક્લિક કરવું
  • અહીં ભરતીની વિગતો દર્શાવેલી હશે જ્યાં સામેની બાજુ એપ્લાય નાઉનું બટન હશે
  • અહીં ક્લિક કરવાથી ફોર્મ ખુલશે. ફોર્મમાં માંગેલી માહિતી ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા
  • ફી ચૂકવણી કર્યા બાદ ફોર્મ સબમિટ કરવું, પ્રીન્ટ કાઢી લેવી

 Important Links


Official website: Click Here

Apply Online: Click Here

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.