GPSCએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 માં લેવાનારી આ ચાર પરીક્ષાઓ મોકૂફ રાખી
GPSC Recruitment 2023, GPSC Exam 2023, GPSC Exam date, GPSC exam schedule, gpsc exam calendar : ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી ચાર પરીક્ષાઓ કોઈ કારણસર મોકૂફ રાખી છે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગે સત્તાવાર નોટિફિકેશન પોતાની સાઇટ ઉપર મૂક્યું છે.
GPSC Exam 2023 : જીપીએસસીના નોટિફિકેશનમાં શું કહેવાયું છે?
નોટિફિકેશન પ્રમાણે આયોગ દ્વારા નીચે દર્શાવ્યા મુજબની જાહેરાતો માટેની પ્રાથમિક કસોટીઓ માહે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં યોજાનાર હતી. જે વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નરિઅમય કરવામાં આવ્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોએ આયોગની વેબસાઈ જોતા રહેવા માટે વિંનતી કરવામાં આવે છે.
GPSC Exam 2023 : આ ચાર પરીક્ષાઓ રહી મોકૂફ
જાહેરાત ક્રમાંક | પરીક્ષાનું નામ |
53/2023-24 | ભૂમિ મોજણી અધિકારી વર્ગ-1 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ) |
54/2023-24 | નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ) |
48/2023-24 | નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ 2 (GWRDC) |
68/2023-24 | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ 3(GMC) |
GPSC Exam date : ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા, કઈ કઈ પ્રાથમિક કસોટીમાં કરાયો ફેરફાર?
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 6 જાહેરાતોની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો હતો. જીપીએસસીએ યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-2, પેડીયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1, કાર્ડીયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 ની પ્રાથમિક પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
Notification: Click Here
For more details: Click Here
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
GPSC Exam date : ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા, કઈ પરીક્ષા ક્યારે લેવાશે?
જાહેરાત ક્રમાંક | પરીક્ષાનું નામ | પરીક્ષાની મોકૂફ તારીખ | નવી સૂચિત તારીખ |
62/2023-24 | યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 | 13-12-2023 | 21-02-2024 |
59/2023-24 | ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ -1 | 13-12-2023 | 21-02-2024 |
60/2023-24 | ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1 | 13-12-2023 | 21-02-2024 |
63/2023-24 | પેડીયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રધ્યાપક વર્ગ-1 | 13-12-2023 | 21-02-2024 |
64/2023-24 | બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1 | 13-12-2023 | 21-02-2024 |
58/2023-24 | કાર્ડીયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1 | 13-12-2023 | 21-02-2024 |